Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : ગાંધીનગર વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન કોંગ્રેસનાં ધારાસભ્યોનાં પ્રશ્નો પર ચર્ચા કરાઈ

વિધાનસભામાં બજેટ સત્ર દરમ્યાન કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા ગૃહમાં પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. આ પ્રશ્નોત્તરી દરમ્યાન કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ અમદાવાદ શહેર અને જીલ્લામાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ્ટ હોવાનાં પ્રશ્ન બાબતે સરકારે જવાબ આપ્યો હતો.
gandhinagar   ગાંધીનગર વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન કોંગ્રેસનાં ધારાસભ્યોનાં પ્રશ્નો પર ચર્ચા કરાઈ
Advertisement
  • ગાંધીનગર વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી પર ચર્ચા કરાઈ
  • કોંગ્રેસનાં ધારાસભ્ય દ્વારા શિક્ષકોની ઘટ્ટ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો
  • હેમંત ખવાના પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો

કૉંગ્રેસ ના ધારાસભ્ય અમૃત ઠાકોરના સવાલમાં સરકારનો જવાબ

ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનાં કમોસમી વરસાદમાં હજુ સહાય ચૂકવવાની બાકી છે. કૃષિ સહાય પેકેજમાં હજુ એક કરોડ 33 લાખ 10 હજાર 177 રૂપિયા ચૂકવવાનાં બાકી છે.સરકારે અત્યાર સુધી 1216, 25, 46,494 રૂપિયાની સહાય ચૂકવી છે. કોંગ્રેસનાં ધારાસભ્ય અમૃત ઠાકોરનાં સવાલમાં સરકારે જવાબ આપ્યો હતો.

Advertisement

વધુ વાંચોઃ Gondal: પટેલ વોટ આપે પછી નોટ આપે ......, પાટીદાર યુવકને માર મારવા મામલે ભાજપનાં નેતાએ કર્યો કટાક્ષ

Advertisement

ઇમરાન ખેડાવાલા ના સવાલમાં સરકારનો જવાબ

કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનાં સવાલમાં સરકારે જવાબ આપ્યો હતો કે અમદાવાદ શહેર અને જીલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 977 શિક્ષકોની ઘટ છે. અમદાવાદ શહેરમાં 4976 ના મહેકમ સાથે 687 જગ્યાઓ ખાલી છે. અમદાવાદ જીલ્લામાં 5545 જગ્યાઓ સામે 290 જગ્યાઓ ખાલી હોવાનો જવાબ સરકાર દ્વારા રજૂ કરાયો હતો.

Advertisement

આ પણ વાંચોઃ Sabarkantha : ગુજરાતનાં IPS અધિકારી રવિન્દ્ર પટેલનાં ઘરે SEBI નાં દરોડા, શેર બજારમાં મસમોટું કૌભાંડ કર્યું હોવાની આશંકા

હેમંત ખવાના સવાલમાં સરકારનો જવાબ

હેમંત ખવાનાં સવાલમાં સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2015 ની સ્થિતિએ જામનગર અને દ્વારકા જીલ્લાનાં ઓરડા વગરની શાળાઓનાં જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો કે, જામનગર જિલ્લામાં 51 શાળાઓ જર્જરિત છે. જ્યારે 16 શાળામાં ઓરડા નથી. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં 58 શાળાઓ જર્જરિત છે જ્યારે 18 શાળાઓમાં ઓરડા નથી.

આ પણ વાંચોઃ Bhavnagar : બાવળીયારી ઠાકર ધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, PM મોદી વર્ચ્યુઅલી જોડાયા

કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા ના પ્રશ્ન પર સરકારનો જવાબ

સમગ્ર શિક્ષા અભિયાનમાં કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત ને ઓછી ગ્રાન્ટ ફાળવાઈ છે. ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૧,૩૪,૨૬૬ લાખની માંગણી કરી જેની સામે કેન્દ્ર સરકારે રૂપિયા ૧,૧૩,૦૭૩ ફાળવાયા. વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧,૫૪,૨૨૯ લાખ ની માંગણી સામે રૂપિયા ૫૧,૦૦૦ લાખ ગુજરાતને ફાળવાયા. બે વર્ષ દરમિયાન ૪૩,૦૦૦ લાખ રકમ વણવપરાયેલી રહી છે. વણવપરાયેલી રકમ માં કોવિડ ના કારણે બાંધકામના ભાવ વધતા ટેન્ડર સહીતના કારણો રજૂ થયા. કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા ના પ્રશ્ન પર સરકારનો જવાબ

આ પણ વાંચોઃ Rajkumar Jat Case : પાટીદાર અગ્રણીએ આક્રોશ વ્યક્ત કર્યો, ગોંડલને ગણાવ્યું ગુજરાતનું "મિરઝાપુર"

Tags :
Advertisement

Trending News

.

×