Gandhinagar : પોલીસ એક્વેટીક કલસ્ટર ચેમ્પિયનશિપનો પ્રારંભ, દેશભરનાં પોલીસ જવાનો ભાગ લેશે
- ગાંધીનગર ખાતે પોલીસ એક્વિટીસ ચેમ્પિયનશિપનો પ્રારંભ
- દેશભરના પોલીસ જવાનો સ્વિમિંગ અને ડાઇવિંગમાં લેશે ભાગ
- 4 રમત-સ્પર્ધાઓમાં 27 રાજ્યોના 572 રમતવીરોએ ભાગ લીધો
ગાંધીનગર ખાતે 72 મી ઓલ ઈન્ડિયા પોલીસ એક્વેટીક કલસ્ટર ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે. સ્પોટ્રર્સ ઓર્થોરીટી ઓફ ઈન્ડિયા કોમ્પ્લેક્ષ ગાંધીનગર સેક્ટર 15 ખાતે પ્રારંભ થયો હતો.. ગુજરાત રાજ્યનાં પોલીસ વડા વિકાસ સહાયે સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ખાતે સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રથમ વાર ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ આજથી થશે પ્રારંભ
ગુજરાતમાં પ્રથમવાર ઓલ ઈન્ડિયા પોલીસ એક્વેટીક કલસ્ટર ચેમ્પિયનશિપ આજથી પ્રારંભ થયો છે. જેમાં દેશભરનાં પોલીસ જવાનો સ્વિમિગ અને ડાઈવિંગમાં ભાગ લેશે. વોટર પોલો અને ક્રોસ કન્ટ્રી સહિતની કુલ 4 રમત-સ્પર્ધાઓમાં 27 રાજ્યોનાં 572 રમતવીરો ભાગ લેશે. સ્પર્ધા આજથી એટલે કે 24 થી 28 માર્ચ દરમ્યાન અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે. BSF, ITBP, CRPF, CISF, SSB વિગેરે)ના જવાનો વચ્ચે વિવિધ સ્પોર્ટ્સ કોમ્પિટિશન યોજાશે.
પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પર સ્પર્ધાનું આયોજન કરવા બદલ ઓલ ઈન્ડિયા પોલીસ કંટ્રોલ બોર્ડનો આભાર માન્યો હતો. તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની સુરક્ષામાં રાજ્ય અને કેન્દ્રનાં પોલીસ કર્મચારીઓ દ્વારા મહત્વનું યોગદાન આપ્યું છે.
704 ખેલાડીઓએ ભાગ લીધો
72 મી ઓલ ઓલ ઈન્ડિયા પોલીસ એક્વેટીક કલસ્ટર ચેમ્પિયનશીપમાં વોટર પોલો અને ક્રોસ કન્ટ્રી સહિતની કુલ 4રમત-સ્પર્ધાઓમાં 27 રાજ્યોના 572 રમતવીરો લેશે ભાગ લીધો હતા. જેમાં આંદામાન, નિકોબાર, આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કાશ્મીર,કર્ણાટક તેમજ BSF, CISF, NDRF નાં કેન્દ્રીય દળોનાં ખેલાડીઓ પણ રમતમાં ભાગ લીધો હતો. આ સમગ્ર સ્પર્ધાની યજમાની સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ગુજરાત યુનિટ દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Valsad : 3 વર્ષની માસૂમને પીંખી નાખનાર નરાધમને કોર્ટે ફટકારી આકરી સજા
આ પ્રસંગે સીઆરપીએફનાં ડીજીપી વિતુલકુમાર, સાઉથ ઝોનનાં DGP રવિદિપ સિંઘ શાહી, આઈબીનાં ADGP રાજીવ આહીર, ગુજરાતનાં ADGP રાજુ ભાર્ગવ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ Religious Conversion : ચૈતર વસાવા, શંકરસિંહ વાઘેલા સહિત નેતાઓએ આપી પ્રતિક્રિયા