Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar: વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં ડૂબવાથી 8 યુવાનોના મોત,અમિત શાહે પાઠવી શ્રદ્ધાંજલિ

વાસણા સોગઠીમાં 8 યુવાનોના નદીમાં ડૂબી જતા થયા મોત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યુવાનોને પાઠવી શ્રદ્ધાંજલિ સોગઠી ગામમાં આવેલ મેશ્વો નદીમાં 10 યુવાનો ડૂબ્યા Gandhinagar: ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામમાં આવેલ મેશ્વો નદીમાં 10 યુવાનો ડૂબ્યા હોવાનું...
11:18 PM Sep 13, 2024 IST | VIMAL PRAJAPATI
Union Home Minister Amit Shah
  1. વાસણા સોગઠીમાં 8 યુવાનોના નદીમાં ડૂબી જતા થયા મોત
  2. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યુવાનોને પાઠવી શ્રદ્ધાંજલિ
  3. સોગઠી ગામમાં આવેલ મેશ્વો નદીમાં 10 યુવાનો ડૂબ્યા

Gandhinagar: ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામમાં આવેલ મેશ્વો નદીમાં 10 યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, તેમાંથી 8 યુવાનોની લાશોને પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે પરંતુ હજુ વધુ યુવાનોની શોધખોળ ચાલી રહીં છે. તમામ મૃતકોની આત્માને શાંતિ મળે માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે લખ્યું કે, ‘...8 યુવાનો નદીમાં નહાવા જતાં ડૂબી જવાથી મૃત્યુ પામવાના સમાચારથી અંત્યત દુ:ખની લાગણી અનુભવુ છું...’

આ પણ વાંચો: ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો! મેશ્વો નદીમાં વિસર્જન કરવા આવેલા 8 યુવાનો ડૂબ્યા

તરવૈયાઓની ટીમોએ નદીમાં સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે, ગણપતિ વિસર્જન કરવા માટે ગયેલા યુવાનો વિસર્જન થાયએ પહેલા જ નદીમાં ઘરકાવ થઈ ગયાં હતાં. અત્યારે ઘટના સ્થળ ઉપર ફાયર બ્રિગેડ તંત્ર તેમજ તરવૈયાઓની ટીમોએ નદીમાં સર્ચ અભિયાન શરૂ કર્યું છે. આ સાથે ગ્રામજનોના ટોળેટોળા નદી કિનારે ઉમટી પડતા ભારે શોકનો માહોલ છવાયો હતો. ગણપતિ વિસર્જનની ઘટના શોકમાં ફેરવાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચાઓ થઈ રહીં છે. ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે.

આ પણ વાંચો: અસલી ગુજરાતમાં નકલીનો વેપલો! નકલી ઘી, દવા અને પનીર બાદ હવે તમાકુ પણ નકલી!

8 યુવાનોના મોતને લઈને અત્યારે સમગ્ર પંથકમાં શોકનો માહોલ

ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે આવેલી મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 8 યુવાનોની લાશ મળી આવ્યું છે. 8 યુવાનોના મોતને લઈને અત્યારે સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. દહેગામ સાથે સાથે ઉત્તર ગુજરાતના પાટણમાં પણ ગણેશ વિસર્જનમાં ગયેલા એક જ પરિવારના 4 લોકોનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: અનોખી રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી, 5100 દિવામાંથી મૂર્તિ બનાવી જમાવ્યું આકર્ષણ

Tags :
Amit ShahDahegamGandhinagar NewsGujarati NewsLatest Gujarati NewsUnion Home MinisterUnion Home Minister Amit ShahVimal Prajapati
Next Article