GANDHINAGAR : CM ભૂપેન્દ્રભાઈ પટેલે ગિફ્ટ સિટી અને રોજગાર વિશે કહી આ વાત, વાંચો અહેવાલ
સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા ભારત સંકલ્પ યાત્રાનું આયોજન ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ગાંધીનગરના લવારપુર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. આ ભારત સંકલ્પ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આ યાત્રામાં PM મોદી પણ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. સરકાર દ્વારા આયોજિત આ યાત્રા દરમિયાન ૪.૮૦ લાખ નાગરિકોએ અત્યાર સુધી આરોગ્ય તપાસ કરાવી છે. 15 નવેમ્બરથી દેશભરમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે - પ્રધાનમંત્રી સિવાય આ પ્રકારના કાર્યક્રમની કલ્પના કોઈને ન થઈ શકે, આ યોજનાઓ વંચિત પીડિત બધાને ધ્યાનમા રાખીને બનાવવામાં આવી છે. આજે જ્યારે આપણે આઝાદીના અમૃતકાળમાં આપડે પ્રવેશ્યા છીએ ત્યારે આજે રાજ્યમાં ગામડાઓ સુધી છેવડા સુધીનો વિકાસ થયો છે.
ગિફ્ટ સિટીનો વિકાસ હજુ પણ વધશે - CM ભુપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી એ વધુમાં ગિફ્ટ સિટી વિશે વાત કરતાં કહ્યું હતું કે, લવારપુર ગામમાં વિધાના ભાવ બહુ વધી ગયા છે. હવે ફૂટે ભાવ ગણાય છે, ગિફ્ટ સીટીના કારણે આ ભાવો વધ્યા છે અને ગિફ્ટ સિટીનો વિકાસ હજુ પણ વધશે એટલે મારી વિનંતી છે કે જેની પાસે છે તે જમીન રાખી મૂકે,
કેમ કે ભવિષ્યમાં ખૂબ ભાવો વધવાના છે.
પીએમ મોદીએ વાઇબ્રન્ટ દ્વારા નોકરીઓની તકો વધારવાના પ્રયાસ કર્યા - CM ભુપેન્દ્રભાઈ પટેલ
મુખ્યમંત્રી એ નોકરી અંગે પણ ટિપ્પણી કરી હતી, તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી આવે એટલે નોકરી નથી એ મુદ્દો દર વખતે આવે જ, પણ વાસ્તવમાં તો નોકરી મળે એ માટે કોઈએ પ્રયાસ જ ન કર્યા, પણ પીએમ મોદીએ વાઇબ્રન્ટ દ્વારા નોકરીઓની તકો વધારવાના પ્રયાસ કર્યા છે.
આ પણ વાંચો -- Ambaji : સુખદેવ ગોગામેડી હત્યાકાંડ મુદ્દે અંબાજી સજ્જડ બંધ, ઠેર ઠેર આક્રોશ