Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhidham: પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમંત કથા અને દિવ્ય દરબારનું આયોજન

અહેવાલ- કૌશિક છાયા,ક્ચ્છ ગાંધીધામમાં શ્રી બાગેશ્વર ધામ સેવા સમિતિ કચ્છ દ્વારા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા અને દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. હનુમંત કથા તેમજ દિવ્ય દરબારનું આયોજન હિન્દૂ સંપ્રદાય માટે મોટા ઉત્સવ સમાન આ દરબારમાં જોડાવવા અપીલ...
gandhidham  પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમંત કથા અને દિવ્ય દરબારનું આયોજન

અહેવાલ- કૌશિક છાયા,ક્ચ્છ

Advertisement

ગાંધીધામમાં શ્રી બાગેશ્વર ધામ સેવા સમિતિ કચ્છ દ્વારા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા અને દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

હનુમંત કથા તેમજ દિવ્ય દરબારનું આયોજન

Advertisement

હિન્દૂ સંપ્રદાય માટે મોટા ઉત્સવ સમાન આ દરબારમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે.બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા તેમજ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.જે આગામી 26 નવેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન ડી.પી.ટી. મેદાનમાં કરવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા તૈયારીઓ શરૂ 

Advertisement

આ કથા અને દિવ્ય દરબાર દરરોજ બપોરે 4 થી રાત્રી સુધી ચાલશે.આ દરબાર અને કથાના આયોજનને સફળ બનાવવા તૈયારીઓ આરંભ કરી દેવામાં આવી છે.સમિતિ દ્વારા જુદા જુદા સ્થળોએ આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે.અને આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સ્થાનિક સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.સાથે જ આ ધાર્મિક કાર્યક્રમમાં પાર્કિંગ વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - અજાણ્યા ઇસમોની મિત્રતા પડી ભારે, 4 દિવસમાં મિલાપ મોતને ભેટ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.