Ahmedabad: પરપ્રાંતિય લોકોમાં માટે મજા જ મજા! પાંચ હજારમાં મળ્યું ભાડે મકાન
Ahmedabad: અમદાવાદ શહેરમાં અત્યારે ઘણા વિસ્તારોમાંથી લોકો કામધંધા માટે આવતા હોય છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં પરપ્રાંતીય મજૂરો સહિત અન્યોને ઇડબલ્યુએસના મકાનો ભાડે આપવાની વિવાદાસ્પદ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી હતી. નોંધનીય છે કે 5 હજાર જેટલી રકમમાં પ્રતિમાસના ભાવે એક ફ્લેટ આપવામાં આવે છે. 5 હજાર જેટલી સામાન્ય રકમમાં આપવામાં આવેલા આ ફ્લેટ ખાનગી કંપની દ્વારા રૂપિયા 5 હજાર કે તેથી વધુની રકમના ભાડેથી નાગરિકોને આપવામાં આવશે.
આ પણ વાંચો: Shramik Basera: માત્ર પાંચ રૂપિયામાં મળશે ભાડાનું ઘર! જાણો શું છે યોજના...
માત્ર 5 હજારમાં મળ્યા છે ભાડાના મકાન
નોંધનીય છે તે કે, 25 વર્ષ સુધી આ બિલ્ડિંગો ખાનગી કંપનીને ફાળવી દેવામાં આવી છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આરંભ કરવામાં આવેલા એફોર્ડેબલ હાઉસિંગ કોમ્પ્લેક્સ સ્કીમ હેઠળ શહેરી ગરીબ, પરપ્રાતીય મજૂરો તથા આર્થિક રીતે વિસ્થાપિતો માટે આ યોજના અમલી બનાવવામાં આવી છે. જેમાં કંપનીને 25 વર્ષ માટે આ બિલ્ડિંગ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: Gujarat: RTO ની મનમાનીએ ખાનગી બસ સંચાલકોની પરેશાનીઓ વધારી! ટુર ઓપરેટરે કહ્યું...
સતત 5 વર્ષ સુધી ભાડામાં વધારો નહીં થાય
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પ્રતિ એક રૂમ રસોડાના મકાનનું મહત્તમ રૂપિયા 5 હજાર જ વસૂલાત થઇ શકશે. સતત 5 વર્ષ સુધી તેઓ ભાડામાં વધારો પણ કરી શકશે નહી. શહેરના રાજપથ ક્લબ રોડ પર ફિયાટ સર્વિસ સ્ટેશન સામે આવેલા ઇડબ્લ્યુએસના 1024 મકાનો પેટે કંપની દ્વારા 20.80 કરોડની રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તબક્કાવાર રીતે ચૂકવવામાં આવશે. જ્યારે થલતેજ 100 ફૂટના રોડ પર આવેલા સહજાનંદ બંગલો પાસે આવેલા ઇડબ્લ્યુએસના 352 ફ્લેટ પેટે કંપની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 8 કરોડ જેટલી રકમ ચૂકવશે.
આ પણ વાંચો: અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સ્પાઈસ જેટની ફ્લાઈટ લેટ થતા યાત્રીઓએ હોવાળો મચાવ્યો
5 વર્ષ બાદ કંપની ભાડામાં વધારો કરી શકે તેવી જોગવાઈ
જોકે આ રકમ 25 વર્ષ માટે હશે, જ્યારે કુલ ફ્લેટના 80 ફ્લેટની જ ભાડાની રકમ પેટે આ નાણાં ચૂકવવામાં આવશે. 5 વર્ષ બાદ કંપની તેમના ભાડામાં વધારો કરી શકશે તેવી જોગવાઈ કોન્ટ્રાક્ટમાં કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ યોજનાથી અનેક પરપ્રાંતિયોને લાભ થયો છે, અને આવનારા સમયમાં પણ અન્ય વિસ્તારોમાંથી આવતા લોકોને ફાયદો થવાનો છે.