Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal ના વેપારી સાથે રૂપિયા 8.43 લાખની છેતરપિંડી, પોલીસે કાર્યવાહી હાથ ધરી

ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ પોલીસે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી રૂપિયા 8,43,758 ન આપી છેતરપીંડી આચરતાં ફરિયાદ નોંધાવી Gondal: ગોંડલના વેપારી બંધુ પાસેથી મુંબઈની બેલડીએ ધાણા અને મેથીનો જથ્થો મંગાવી શરૂઆતમાં થોડું પેમેન્ટ...
gondal ના વેપારી સાથે રૂપિયા 8 43 લાખની છેતરપિંડી  પોલીસે કાર્યવાહી હાથ ધરી
  1. ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ
  2. પોલીસે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
  3. રૂપિયા 8,43,758 ન આપી છેતરપીંડી આચરતાં ફરિયાદ નોંધાવી

Gondal: ગોંડલના વેપારી બંધુ પાસેથી મુંબઈની બેલડીએ ધાણા અને મેથીનો જથ્થો મંગાવી શરૂઆતમાં થોડું પેમેન્ટ કરી બાદમાં બાકીના રૂ.8.43 લાખ ન આપી ફોન સ્વીચઓફ કરી નાંખી છેતરપિંડી આચરી હતી. જે મામલે અત્યારે ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં રસિકભુવન મંદિર પાસે રહેતાં જયરાજસિંહ નિર્મળસિંહ ઝાલા (ઉ.વ.37) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે નીતીન સુરેશચંન્દ્ર રેવાવાળા અને સચીન કાંતિકુમાર આહુજા (રહે.કાંદીવેલી વેસ્ટ મુંબઈ) નું નામ આપતાં ગોંડલ બી. ડિવિઝન પોલીસે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

આ પણ વાંચો: Panchmahal: કોન્ટ્રકટર અને સંબધિત તંત્રની મીલીભગતના કારસ્તાનનો પર્દાફાશ! તપાસ અને કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ

ડિવિઝન પોલીસે છેતરપિંડીની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ યોગીમોલ કોમ્પલેક્ષમાં તેમના મોટાભાઈ યુવરાજસિંહ સાથે આદિત્ય એક્ષપોર્ટ નામની ભાગીદારીમાં પેઢી છેલ્લા છ વર્ષથી ચલાવે છે. તેઓ ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard)માંથી ધાણા, ચણા, મેથી તેમજ તમામ કઠોળ વિગેરે જણસીનુ લે-વેચ કરે છે. ગઈ તારીખ 12/03/2024 ના ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard) ખાતે નીતીન રેવાવાળા અને સચીન આહુજા વેપાર અર્થે આવેલ હતાં. ત્યારે તેઓને મળેલ અને બાદ તેઓએ એક વિઝિટિંગ કાર્ડ આપેલ હતુ અને તેમના નંબર પણ લીધેલ હતાં.

Advertisement

આ પણ વાંચો: Gujarat: રાજ્યભરમાં ભારે વરસાદના પરિણામે અસરગ્રસ્ત માર્ગોના મરામત માટે યુધ્ધના ધોરણે કામગીરી

છેતરપિંડી આચરી ફોન સ્વીચ ઓફ કરી દીધો

ગઈ તારીખ 05/04/2024 ના નીતીન રેવાવાળાનો ફોન આવેલ કહેલ કે, ધાણા, મેથીનું તમારું સેમ્પલ મોકલાવો જેથી તેઓએ બે અલગ ધાણા, મેથીના સેમ્પલો કુરીયરથી મોકલેલ હતાં. ગઈ તા.10/04/2024ના સેમ્પલ તેઓને મળેલ જે સેમ્પલો પંસદ આવતા ફોનથી 02 ટન મેથીનો ઓર્ડર કરેલ હતો. જેથી ગઈ તારીખ 23/04 ના 02 ટન તથા 10 કિલો મેથી કિંમત રૂપિયા 1,60,398 નો માલ ટ્રાંન્સપોર્ટ મારફતે મુંબઈ એચ.યુ. એન્ટરપ્રાઇઝમાં માલ મોકલેલ બાદમાં જેનુ પેમેન્ટ રૂપિયા 75 હજાર કરેલ અને ફરીવાર ઓર્ડ2 કરતા ગઈ તારીખ 30/04 ના 03 ટન મેથી રૂપિયા 1,93,725 નો માલ મુંબઈ મોકલાવેલ હતો.

Advertisement

આ પણ વાંચો: Bharuch: પતિની પ્રેમિકાએ કહ્યું - ‘તું તારા ભાયડાને ભૂલી જા, એ મારો છે’, પરિણીતાએ ન્યાયનો દ્વાર ખખડાવ્યો

પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી દીધી

બાદમાં પેમેન્ટની વાત કરતા ગઈ તારીખ 03/05 ના રૂપિયા 1 લાખ આરટીજીએસથી મોકલેલ બાદ ફરીવાર ધાણા અને મેથીનો ઓર્ડર કરતા 05 ટન 25 કિલો ધાણા રૂપિયા 4,06,271 નો માલ મુંબઈ એચ.યુ. એન્ટરપ્રાઇઝમાં મોકલેલ અને પેમેન્ટની વાત કરતા ગઈ તારીખ 11/05 ના રૂપિયા 85398 નું પેમેન્ટ કરેલ હતું. બાદમાં તેમની પર વિશ્ર્વાસ બેસતાં ફરીવાર 03 ટન 15 કિલો ધાણા તથા 03 ટન મેથી બન્ને એકસાથે કિંમત રૂપિયા 4,37,488 નો માલ મુંબઈ મોકલ્યો હતો. બાદ અલગ-અલગ 04 ગાડીઓમાં કુલ રૂપિયા 11,97,882 નો ધાણા તથા મેથીનો માલ મોકલેલ હતો. બાદમાં બાકીના પેમેન્ટ બાબતે નીતીન રેવાવાળા સાથે વાત કરતા તેઓએ ગઈ તારીખ 11/05 ના રૂપિયા 10 હજાર, તારીખ 13/05 ના રૂપિયા 83,725 નું પેમેન્ટ કરેલ હતું.

લાખો રૂપિયાની છેતરપિંડી આચરતાં ફરિયાદ નોંધાવી

બાદમાં બાકીના પેમેન્ટ બાબતે બન્ને શખ્સો સાથે અવાર-નવાર વાતચીત કરતા થોડા દિવસમાં કરી આપશુ જણાવી ખોટા વાયદા અને વચનો આપવા લાગેલ હતાં. જેથી બંને શખ્સોએ ધાણા અને મેથીના બાકી રૂપિયા 8,43,758 ન આપી છેતરપીંડી આચરતાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Tags :
Advertisement

.