તોડકાંડની તપાસ કરનારા અધિકારી જ તોડના આરોપી બન્યા
દુધની રખેવાળી બિલાડીને સોંપવામાં આવે તો શું થાય? આવી જ સ્થિતિ તોડકાંડની તપાસમાં થઈ છે. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા તોડકાંડ મામલે ભાવનગર SIT દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ડમીકાંડ અને તોડકાંડની તપાસ કરનારી SIT ની ટીમમાં સામેલ PI એ.ડી.ખાંટ સામે તોડ કરવાના આરોપો લાગ્યા છે. ખાંટ સામે તાપીના વાલોડ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપિંડીની ફરિયાદ થઈ છે.
ડમીકાંડ અને તોડકાંડની તપાસ માટે SIT ની રચના
ડેમીકાંડમાં પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ પૈકીના બે આરોપી એ આક્ષેપ કર્યો હતો કે, યુવરાજસિંહ તેમના નામ ન બોલવા બદલ લાખોની રકમ લીધી હતી. આક્ષેપના પગલાં ભારે ચક્કચાર મચી જવા પામી હતી અને ડમીકાંડની તપાસ માટે SIT ની રચના કરવામાં આવી હતી જ્યારે તોડકાંડ અંગે ગુનો દાખલ કરી યુવરાજસિંહ જાડેજા તેમજ તેના સાળા સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ કરનારી ટીમના સભ્ય સામે છેતરપિંડીનો ગુનો
આ તોડકાંડની તપાસ PI એ.ડી. ખાંટને સોંપવામાં આવી હતી પરંતુ ગઈકાલે અદાલતના આદેશ બાદ તાપી તાલુકાના વાલોડ પોલીસે અબ્દુલ જલીલ ખાનની ફરિયાદના આધારે વિશ્વાસઘાત છેતરપિંડી તેમજ રાજ્ય સેવક દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ છ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.
PI ખાંટ સામે ગુનો નોંધાયો
જેમાં આક્ષેપો કરાયા છે કે, આરોપીઓએ ફરિયાદીને એક પણ રૂપિયો આપ્યા વગર ફરિયાદની કરોડોની મશીનરી હડપ કરી લીઝ પર ગેરકાયદેસર ટ્રેઝ પાર્સિંગ કરી બ્લેક ટ્રેપનું ગેરકાયદેસરનું વેચાણ કરી સરકાર સાથે પણ રોયલ્ટી ચોરી કરી હતી જેમાં આરોપી અશ્વિન ખાંટ પોતે પોલીસ અધિકારી હોવા છતાં કરોડોના ભ્રષ્ટાચારવામાં મદદગારી કરી હતી. આમ ફઝલ ઝવેરી, રમેશ સાંગાણી, હર્ષલ કુમાર ભાલાળા, જયેશ પટેલ, જયદીપસિંહ પરમાર અને PI ખાંટ સહિત આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ થતા ભારેચાર મચી જવા પામી હતી.
શું કહ્યું DySP એ?
બીજી તરફ ભાવનગરમાં તોડકાંડની તપાસ કરી રહેલા PI અશ્વિન ખાંટ સામે ફરિયાદ નોંધાતા તે રજા ઉપર ઉતરી જતા તેઓ ફરાર થવાની ચર્ચા એ જોર પકડ્યું હતું. આ મામલે DySP આર. આર. સિંઘલે જણાવ્યું હતું કે, ખાંટ સામે ગુનો દાખલ થયો હોવાની ભાવનગર પોલીસને સત્તાવાર રીતે કોઈપણ જાણ કરવામાં આવી નથી PI ખાંટના માતાની તબિયત લથડી જતા તેઓ સવારથી રજા ઉપર ગયા છે તેઓ PI ખાંટનો મોબાઈલ પર પણ સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવતા તેમનો ફોન પણ બંધ હાલતમાં જોવા મળ્યો હતો.
અહેવાલ - કૃનાલ બારડ, ભાવનગર
આ પણ વાંચો : ગોંડલ તાલુકા PSI સસ્પેન્ડ: ફરિયાદ મોડી લેતા IG યાદવ દ્વારા સસ્પેન્સની સજા