Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GUJARAT VIDHAN SABHA : ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત કરાઇ, વાંચો સમગ્ર અહેવાલ

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમ્યાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26...
gujarat vidhan sabha   ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત કરાઇ  વાંચો સમગ્ર અહેવાલ

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમ્યાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે.

Advertisement

1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી મળશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર :- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. રાજ્યપાલશ્રીના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે. જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમ્યાન વિધાનસભા સત્ર ચાલશે.

Advertisement

ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની :- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે. વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાઈ છે. આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્ય તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે. જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઇન માધ્યમથી કરે તે માટેના પ્રયત્નો રહેશે.

Advertisement

આ પણ વાંચો -- RAM MANDIR : અયોધ્યા મંદિરના મહાયજ્ઞમાં સુરતને પણ આશીર્વાદ મળશે, શહેરના હિન્દુ સમાજના લોકો દ્વારા ૩૧,૫૦૦ કિલો ઘી મોકલવાનો સંકલ્પ

Tags :
Advertisement

.