Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

KUTCH : કોટેશ્વર તીર્થધામ નજીક રાજ્યમાં પ્રથમ વખત સમુદ્રી સીમા દર્શનનો પ્રારંભ

રાજ્યમાં પ્રથમ વખત આજથી સમુદ્રી સીમા દર્શનનો આરંભ થવા જઈ રહ્યો છે.ભારતના પશ્ચિમી છેડે આવેલા કોટેશ્વર તીર્થધામ નજીક લક્કીનાળા વિસ્તાર અત્યારસુધી સામાન્ય લોકો માટે પ્રતિબંધિત હતો પણ આજથી અહીં પ્રવાસીઓ જઈ શકશે અને ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયાઈ વિસ્તારમાં બોટ...
kutch   કોટેશ્વર તીર્થધામ નજીક રાજ્યમાં પ્રથમ વખત સમુદ્રી સીમા દર્શનનો પ્રારંભ
રાજ્યમાં પ્રથમ વખત આજથી સમુદ્રી સીમા દર્શનનો આરંભ થવા જઈ રહ્યો છે.ભારતના પશ્ચિમી છેડે આવેલા કોટેશ્વર તીર્થધામ નજીક લક્કીનાળા વિસ્તાર અત્યારસુધી સામાન્ય લોકો માટે પ્રતિબંધિત હતો પણ આજથી અહીં પ્રવાસીઓ જઈ શકશે અને ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયાઈ વિસ્તારમાં બોટ રાઈડનો પણ લાભ મેળવી શકશે.

પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા દ્વારા આજે બપોરે 2.30 કલાકે સમુદ્રી સીમા દર્શનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાશે

ગુજરાતના પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા દ્વારા આજે બપોરે 2.30 કલાકે ગાંધીનગરથી આ સુવિધાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવશે આ પ્રયાસથી કચ્છમાં હવે બોર્ડર ટુરિઝમને પણ વેગ મળશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં બોર્ડર ટુરિઝમને વેગ આપવા અને સામાન્ય લોકો પણ સરહદને જોઈ શકે તેવા હેતુ સાથે સરહદી વિસ્તારનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે બનાસકાંઠામાં નડાબેટને વિકસાવવામાં આવ્યું અને તેની સફળતા બાદ કચ્છમાં આંતરરાષ્ટ્રીય બોર્ડરે સમુદ્રી સીમા દર્શન  શરૂ કરવામાં આવ્યું છે. કોટેશ્વર નજીક આવેલા લક્કીનાળા વિસ્તારમાં આજથી બોટ રાઇડ શરૂ કરવામાં આવશે.

બોટરાઈડનું સંચાલન ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા કરાશે 

બોટરાઈડનું સંચાલન ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવશે હાલ તબક્કે 6 સીટર બે બોટ,12 સીટર અને 20 સીટરની એક-એક બોટ ફાળવવામાં આવી છે.ભવિષ્યમાં અનેક સુવિધાઓ વધારવામાં આવશે.આ પ્રવાસન સ્થળને વિકસાવવામાં ગુજરાત પ્રવાસનની સાથે બીએસએફ,ફોરેસ્ટ વિભાગ અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ પણ સહયોગી છે.આ સુવિધાએ ક્રિક વિસ્તારમાં વિકાસના નવા દ્વાર ખોલ્યા છે.
આ સુવિધા માટે ગુજરાત ટુરિઝમ દ્વારા બીએસએફ સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે અને લક્કીનાળામાં કન્ટેઇનર ચોકી ઉભી કરાઈ છે જ્યાં ટુરિઝમ વિભાગનો કર્મચારી હાજર રહેશે.લક્કીનાળા પહોંચતા અહીં બીએસએફના જવાનોને આધાર કાર્ડ બતાવી એન્ટ્રી મેળવવાની રહેશે અને કન્ટેઇનરમાંથી ટિકિટ લેવાની રહેશે.ટિકિટ ફી રૂ.200 રાખવામાં આવી છે કલાક સુધી બોટ રાઇડનો લાભ લઇ શકાશે.પૂરતી સંખ્યા થતા બોટ શરૂ થશે.

ટૂંક સમયમાં પ્રવાસીઓને દરિયાઇ વિસ્તારમાં આવેલા ટાપુઓ પર પણ લઈ જવામાં આવશે

બોટરાઇડની સાથે ટૂંક સમયમાં પ્રવાસીઓને દરિયાઇ વિસ્તારમાં આવેલા ટાપુઓ પર પણ લઈ જવામાં આવશે જ્યાં મેન્ગૃવના જંગલ બતાવવામાં આવશે જેથી સમુદ્રી સીમામાં બોટ રાઇડ, ટાપુની મુલાકાતની સાથે જંગલની સફર પ્રવાસને એડવેન્ચરથી ભરપૂર બનાવી દેશે.આ પ્રકારની સુવિધા ગુજરાતમાં પ્રથમવખત મળવાની છે.
નડાબેટની જેમ કોરીક્રિક અને ચૌહાણ નાલામાં સીમા દર્શનની સુવિધા ઉભી કરવા તાજેતરના ગુજરાત સરકારના બજેટમાં રૂપિયા 40 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા.કચ્છના બોર્ડર વિસ્તારમાં પ્રવાસનની સુવિધા વિકસાવવા માટે કુલ 145 કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી સમયમાં કોટેશ્વરમાં જંગલ સફારી ઉપરાંત અન્ય પ્રવાસન સુવિધાઓ પણ શરૂ થશે.
અહેવાલ - કૌશિક છાંયા
Advertisement
Tags :
Advertisement

.