Gujarat: વિધાનસભા અમૂલ કેન્ટિનમાં ફરીથી ભોજનની ગુણવત્તા પર પ્રશ્નાર્થ, નાસ્તામાંથી નીકળ્યો વાળ
- વિધાનસભાની અમૂલ કેન્ટિન નાસ્તામાં નીકળ્યો વાળ
- નાસ્તાની સેવ ખમણીની ડીસમાંથી નીકળ્યો વાળ
- ગઈ કાલે ભોજન માટે પીરસાયેલી ડીશમાંથી નીકળ્યો હતો વાળ
Gujarat: ગુજરાત વિધાનસભાની અમૂલ કેન્ટિનમાં ભોજનની ગુણવત્તા ફરીથી સવાલોમાં છે. આજે વિધાનસભાની કૅન્ટિનમાં પીરસાયેલા નાસ્તામાંથી ફરી વાળ નીકળવાની ઘટના બની છે. નાસ્તામાં સેવ ખમણીમાંથી વાળ નીકળવાની આ ઘટના પછી, કેટલાયે ધારાસભ્યો અને સ્ટાફમાં રોષનો માહોલ ફેલાયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના પછી કૅન્ટિનની સફાઈ અને હાઇજીન મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠવા પામ્યા છે.
આ પણ વાંચો: Gandhinagar : લ્યો બોલો... 'ઘોર બેદરકારી' તો વિધાનસભા પહોંચી! હવે તો VIP લોકો પણ સુરક્ષિત નથી!
બે દિવસમાં બીજી ઘટના! કૅન્ટિનની કાર્યક્ષમતાનો અભાવ
આ માત્ર આજે જ નથી બન્યું, ગઈ કાલે પણ અમૂલ કેન્ટિનમાં ભોજન માટે પીરસાયેલી ડીશમાં વાળ નીકળવાના કિસ્સા સામે આવ્યા હતા. પુલાવની ડીશમાંથી વાળ મળ્યા પછી, અનેક ધારાસભ્યો એ વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટના દર્શાવે છે કે કૅન્ટિનમાં સફાઈ અને ભોજનની ગુણવત્તા પ્રત્યે બેદરકારી રાખવામાં આવી રહી છે. તાજેતરમાં જ આવી ઘટનાઓની પુનરાવૃત્તિથી કૅન્ટિનની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
આ પણ વાંચો: Ahmedabad : રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે HC નારાજ, આ બે ઉચ્ચ સનદી અધિકારીઓને તેડું
ભોજનની ગુણવત્તા પર સવાલ! કૅન્ટિનમાં સુધારાની આવશ્યકતા
Gujarat વિધાનસભાની કૅન્ટિનમાં ભોજનની ગુણવત્તા સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે. સતત બે દિવસમાં આવી ઘટનાઓના પ્રકાશમાં આવવાથી, આ મુદ્દે હવે વધુ નિરીક્ષણ અને ગુણવત્તા નિયંત્રણની જરૂરીયાત સાબિત થાય છે. ભોજનમાં સ્વચ્છતા અને હાઇજીનની કાળજી લેવી એ માત્ર આરોગ્યની જ નહીં પરંતુ સર્વિસ પ્રોફેશનની પણ મહત્વની જવાબદારી છે. વિધાનસભાની કૅન્ટિનની કામગીરીમાં સુધારા માટે ઉચ્ચ સ્તરીય તપાસ અને યોગ્ય પગલાં લેવાની આપેક્ષા છે.
આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં આગામી પાંચ દિવસમાં આવશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી