Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: વિધાનસભા અમૂલ કેન્ટિનમાં ફરીથી ભોજનની ગુણવત્તા પર પ્રશ્નાર્થ, નાસ્તામાંથી નીકળ્યો વાળ

વિધાનસભાની અમૂલ કેન્ટિન નાસ્તામાં નીકળ્યો વાળ નાસ્તાની સેવ ખમણીની ડીસમાંથી નીકળ્યો વાળ ગઈ કાલે ભોજન માટે પીરસાયેલી ડીશમાંથી નીકળ્યો હતો વાળ Gujarat: ગુજરાત વિધાનસભાની અમૂલ કેન્ટિનમાં ભોજનની ગુણવત્તા ફરીથી સવાલોમાં છે. આજે વિધાનસભાની કૅન્ટિનમાં પીરસાયેલા નાસ્તામાંથી ફરી વાળ નીકળવાની...
gujarat  વિધાનસભા અમૂલ કેન્ટિનમાં ફરીથી ભોજનની ગુણવત્તા પર પ્રશ્નાર્થ  નાસ્તામાંથી નીકળ્યો વાળ
  1. વિધાનસભાની અમૂલ કેન્ટિન નાસ્તામાં નીકળ્યો વાળ
  2. નાસ્તાની સેવ ખમણીની ડીસમાંથી નીકળ્યો વાળ
  3. ગઈ કાલે ભોજન માટે પીરસાયેલી ડીશમાંથી નીકળ્યો હતો વાળ

Gujarat: ગુજરાત વિધાનસભાની અમૂલ કેન્ટિનમાં ભોજનની ગુણવત્તા ફરીથી સવાલોમાં છે. આજે વિધાનસભાની કૅન્ટિનમાં પીરસાયેલા નાસ્તામાંથી ફરી વાળ નીકળવાની ઘટના બની છે. નાસ્તામાં સેવ ખમણીમાંથી વાળ નીકળવાની આ ઘટના પછી, કેટલાયે ધારાસભ્યો અને સ્ટાફમાં રોષનો માહોલ ફેલાયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના પછી કૅન્ટિનની સફાઈ અને હાઇજીન મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Gandhinagar : લ્યો બોલો... 'ઘોર બેદરકારી' તો વિધાનસભા પહોંચી! હવે તો VIP લોકો પણ સુરક્ષિત નથી!

Advertisement

બે દિવસમાં બીજી ઘટના! કૅન્ટિનની કાર્યક્ષમતાનો અભાવ

આ માત્ર આજે જ નથી બન્યું, ગઈ કાલે પણ અમૂલ કેન્ટિનમાં ભોજન માટે પીરસાયેલી ડીશમાં વાળ નીકળવાના કિસ્સા સામે આવ્યા હતા. પુલાવની ડીશમાંથી વાળ મળ્યા પછી, અનેક ધારાસભ્યો એ વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટના દર્શાવે છે કે કૅન્ટિનમાં સફાઈ અને ભોજનની ગુણવત્તા પ્રત્યે બેદરકારી રાખવામાં આવી રહી છે. તાજેતરમાં જ આવી ઘટનાઓની પુનરાવૃત્તિથી કૅન્ટિનની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.

આ પણ વાંચો: Ahmedabad : રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે HC નારાજ, આ બે ઉચ્ચ સનદી અધિકારીઓને તેડું

Advertisement

ભોજનની ગુણવત્તા પર સવાલ! કૅન્ટિનમાં સુધારાની આવશ્યકતા

Gujarat વિધાનસભાની કૅન્ટિનમાં ભોજનની ગુણવત્તા સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે. સતત બે દિવસમાં આવી ઘટનાઓના પ્રકાશમાં આવવાથી, આ મુદ્દે હવે વધુ નિરીક્ષણ અને ગુણવત્તા નિયંત્રણની જરૂરીયાત સાબિત થાય છે. ભોજનમાં સ્વચ્છતા અને હાઇજીનની કાળજી લેવી એ માત્ર આરોગ્યની જ નહીં પરંતુ સર્વિસ પ્રોફેશનની પણ મહત્વની જવાબદારી છે. વિધાનસભાની કૅન્ટિનની કામગીરીમાં સુધારા માટે ઉચ્ચ સ્તરીય તપાસ અને યોગ્ય પગલાં લેવાની આપેક્ષા છે.

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં આગામી પાંચ દિવસમાં આવશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Tags :
Advertisement

.