ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગએ રાજ્યમાં 115 જગ્યાએથી રૂ. 6.5 કરોડનો જથ્થો કર્યો જપ્ત

રાજ્યભરમાં કુલ 115 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા પાટણમાંથી પણ ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો પાસ દરમિયાન પેરાસીટામોલ દવાનો જથ્થો મળી આવ્યો Food And Drugs Department Drives : રાજ્યમાં તહેવારો પહેલા Food and Drugs Department સક્રિય જોવા મળી રહી છે....
11:09 PM Oct 18, 2024 IST | Aviraj Bagda
Food And Drugs Department Drives

Food And Drugs Department Drives : રાજ્યમાં તહેવારો પહેલા Food and Drugs Department સક્રિય જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના વિવિધ સ્થળો ઉપર Food and Drugs Department ની ટીમે તપાસ હાથ ધરી છે. બીજી તરફ Food and Drugs Department એ સફાઈ અને સેફ્ટી અંગે માહિતી આપી હતી. તો Food and Drugs Department ના કમિશનર એચ.જી.કોશિયાએ માહિતી આપી હતી.

રાજ્યભરમાં કુલ 115 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા

Food and Drugs Department ના કમિશનર એચ.જી.કોશિયાના જણાવ્યા અનુસાર, રાજ્યમં 15 દિવસ માટે ફૂડ સેફટી પખવાડિયાની ડ્રાઈવ યોજાઈ હતી. તેના અંતર્ગત નકલી અને ભેળસેળયુક્ત વસ્તુની તપાસ શરૂ કરવામાં આવી હતી. તેથી રાજ્યભરમાં કુલ 115 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે 15 સ્થળે દરોડા પાડી 233 ટન મટીરીયલ જપ્ત કરાયું હતું. તેથી આશરે 6.5 કરોડ રૂપિયાની ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. તે ઉપરાંત અનેક નમૂનાઓને લેબમાં મોકલવામાં આવ્યા છે. તો તહેવારોને પગલે ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં માર્ગ અને મકાન વિભાગની ઓફિસને તંત્રે કરી સીલ, જાણો કારણ

પાટણમાંથી પણ ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

ત્યારે બનાસકાંઠાના ડીસામાં જીઆઇડીસી વિસ્તારમાં 3 એકમો ઉપર Food and Drugs Department દરોડા પાડયા હતાં. ત્યારે આ તપાસમાં ઘી અને તેલના સેમ્પલ લઈ કેટલોક જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ 3 એકમોમાંથી Food and Drugs Department કુલ રૂપિયા 28.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ તપાસ બાદ બનાસકાંઠના અન્ય ખાણીપીણીનો વ્યપાર કરતા વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. તે ઉપરાંત પાટણમાં પણ Food and Drugs Department કમર કસી હતી. ત્યારે પાટણમાંથી પણ ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે. પાટણમાંથી આશરે 297 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે.

પાસ દરમિયાન પેરાસીટામોલ દવાનો જથ્થો મળી આવ્યો

તે ઉપરાંત નવસારીના ચીખલી ખાતે Food and Drugs Department ના દરોડા પડ્યા હતાં. ત્યારે Food and Drugs Department એ મોટા પ્રમાણમાં આયુર્વેદિક દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. તે ઉપરાંત એ પણ માહિતી મળી હતી કે, નોંધણી કર્યા વિના દવાઓનું વેચાણ કરવામાં આવતું હતું. તેથી તપાસ દરમિયાન પેરાસીટામોલ દવાનો જથ્થો મળી આવ્યો હતો. અંતે ગુરજરાતમાં રાજ્યમાં હાલ ફૂડ અને ડ્રગ્સ વિભાગની બાજ નજર છે. દિવાળી પહેલા તમામ ભેળસેળ કરીને ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓને પકડી પાડવાની ઝૂંબેશ કાર્યરત કરાઈ છે.

આ પણ વાંચો: Surat માં સ્પાની આડમાં ડ્રગ્સ-સેક્સ રેકેટનો પર્દાફાશ, 3 ની ધરપકડ

Tags :
Breaking News In GujaratiCold DrinkFood and Drugs DepartmentFood And Drugs Department DrivesGujarat FirstGujarati breaking newsGujarati NewsLatest Gujarati NewsLatest News In GujaratiNews In GujaratiRaidSweets Shop
Next Article