Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : દહેજની ઇન્ડિયા પેરોક્સાઈડ કંપનીમાં વિકરાળ આગ

એક રાજ્યમાં જેટલા ઉદ્યોગ હોય તેટલા ઉદ્યોગ માત્ર ભરૂચ જિલ્લામાં સ્થપાયેલા છે અને આ ઉદ્યોગમાં છાસવારે આગની ઘટનાઓ બનતી હોય છે અને નિર્દોષ કામદારો જીવ પણ ગુમાવતા હોય છે મોડી રાત્રીએ દહેજ પંથકની હાઈડ્રોજન પેરોક્સાઈડ કંપનીમાં પ્રોસેસ દરમિયાન આગની ઘટનાથી...
bharuch   દહેજની ઇન્ડિયા પેરોક્સાઈડ કંપનીમાં વિકરાળ આગ
Advertisement

એક રાજ્યમાં જેટલા ઉદ્યોગ હોય તેટલા ઉદ્યોગ માત્ર ભરૂચ જિલ્લામાં સ્થપાયેલા છે અને આ ઉદ્યોગમાં છાસવારે આગની ઘટનાઓ બનતી હોય છે અને નિર્દોષ કામદારો જીવ પણ ગુમાવતા હોય છે મોડી રાત્રીએ દહેજ પંથકની હાઈડ્રોજન પેરોક્સાઈડ કંપનીમાં પ્રોસેસ દરમિયાન આગની ઘટનાથી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભરૂચ જિલ્લાના વિવિધ ફાયર ફાઈટરોને દોડાવવામાં આવ્યા હતા અને 10થી વધુ ફાયર ફાઈટરોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવાની કવાયત કરી હતી.

10થી વધુ ફાયર ફાઈટરો કામે લાગ્યા

Advertisement

ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં આવેલી ઇન્ડિયા પેરોક્સાઈડ કેમિકલ ઉત્પાદન કરતી કંપનીમાં હાઈડ્રોજન કેમિકલના પ્રોસેસ દરમિયાન કેમિકલ લીકેજ થતા કંપનીમાં કામ કરી રહેલા કામદારોને આંખોમાં બળતરા સહિતની ફરિયાદો ઉઠી હતી જેના પગલે કામદારોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની કવાયત કરી હતી કેમિકલ લીકેજ બાદ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું આગ ઉપર કાબુ મેળવવા માટે કંપનીમાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ રહ્યો હતો અત્યંત જ્વેલન્સીલ હાઈડ્રોજન કેમિકલમાં આગ લાગી હતી કંપનીમાં લાગેલી આગ નહીં જેવું હોવાનું કંપનીના સત્તાધીશોએ માની લીધું હતું પરંતુ આખરે આગે મહાકાય સ્વરૂપ ધારણ કરતા ફાયર ફાઈટર બોલાવવાની ફરજ પડી હતી અને ભરૂચ જિલ્લાના વાગરા દહેજ ભરૂચ સહિતની વિવિધ કંપનીઓના ફાયર ફાઈટરો તથા નગરપાલિકાના ફાયર ફાઈટરો દોડાવવાની ફરજ પડી હતી અને મોડી રાત્રે 10:00 વાગ્યાના અરસામાં લાગેલી આગ ઉપર સતત 10થી વધુ ફાયર ફાઈટરોના ફાયર કર્મચારીઓએ સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા અને છેક વહેલી સવારે 4 વાગ્યા સુધીમાં આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર ફાઈટરના કર્મીઓને સફળતા મળી હતી.

Advertisement

તપાસ શરૂ

દહેજ પંથકના ઇન્ડિયા પેરોક્સાઈડ કેમિકલની કંપનીમાં પ્રોસેસ દરમિયાન આગ લાગી હોવાની જાણ સતત તંત્રને થતા પણ ભરૂચ જિલ્લાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સહિત ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો સાથે જ ભરૂચ ડિવાયએસપી સી.કે.પટેલ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ઘટનામાં કેટલાને જાનહાનિ થઇ છે તે અંગેની તપાસ પણ શરૂ કરી હતી કંપનીના સત્તાધીશોએ પણ કંપનીમાં લાગેલી આગ સામાન્ય હોવાનું કહી મીડિયાને પણ કવરેજથી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

કંપનીમાં લાગેલી આગને સામાન્ય આગ હોવાનું કહી કંપનીના સત્તાધીશોએ પોતાનો બચાવ કરવાનો કર્યો હતો પ્રયાસ

ભરૂચ જિલ્લામાં કોઈ પણ ઔદ્યોગિક વસાહતની કંપનીમાં આગ લાગે ત્યારે સૌ પ્રથમ કંપની સત્તાધિશો ઘટનાને દબાવવાના પ્રયાસ કરતા હોય છે પરંતુ જ્યારે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે ત્યારે જ કંપની સત્તાધીશો તાબડતોબ ફાયર ફાઈટરને જાણ કરતા હોય છે આવી જ ઘટના દહેજ પંથકમાં એક હાઈડ્રોજન કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં જોવા મળ્યું હતું. મોડી રાત્રે 10:00 વાગ્યાના અરસામાં લાગેલી આગની જાણ તંત્રને 12:00 વાગ્યાના અરસામાં થઈ હતી અને ત્યારબાદ મીડિયાના અહેવાલોના પગલે તંત્ર પણ સ્થળ ઉપર પહોંચી ગયું હતું.

કંપનીમાં કેમિકલ લાગવાથી પ્લાન્ટમાં રહેલા લોકોને આંખોની બળતરા થતા સારવાર અપાય હતી

દહેજની હાઈડ્રોજન કેમિકલ ઉત્પાદન કરતી કંપનીમાં નાઈટશિપમાં આવેલા કામદારો કામ કરી રહ્યા હતા તે દરમિયાન કંપનીમાં પ્રોસેસ દરમિયાન હાઈડ્રોજન કેમિકલ લીકેજ થયું હતું જેના કારણે કામ કરી રહેલા કામદારોને આંખોમાં બળતરા થવા સાથે તેઓને ખાનગી વાહનો મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની કવાયત કરી હતી અને જોત જોતામાં આગે પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના પગલે કંપની સત્તાધીશોની ફેક્ટરીમાં લાગેલી આગને દબાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

હાઈડ્રોજન કેમિકલ કંપનીમાં લાગેલી આગના ધુમાડા રહેણાંક વિસ્તારો માટે જોખમી..?

દહેજમાં અત્યંત જ્વેલન્સીલ કેમિકલ ઉત્પાદન કરતા ઉદ્યોગો સ્થપાયેલા છે અને તેની વચ્ચે પણ ઘણા વિસ્તારો આવેલા છે સાથે ગ્રામ્ય વિસ્તારો પણ આવેલા છે કંપનીમાં જ્યારે પણ કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે ગ્રામજનોની ચિંતા વધી જતી હોય છે રાત્રીએ પણ હાઈડ્રોજન કેમિકલ ઉત્પાદન કરતી કંપનીમાં ભયંકર આગથી સમગ્ર આકાશ કાળા ધુમાડાના ગોટાઓથી ઉભરાઈ ઉઠ્યું હતું. જોકે પવનની દિશા સીધી આકાશમાં હોવાના કારણે રહેણાંક વિસ્તારોને અસરો થવા પામી ન હતી પરંતુ પવનની ગતિ રહેણાંક વિસ્તાર તરફ હોત તો ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવત તે એક ચર્ચાનું કેન્દ્ર બની ગયું હતું.

ભરૂચ જિલ્લા વાસીઓ જિલ્લાના ઉદ્યોગોના જીવતા બોમ્બ વચ્ચે વસવાટ કરવા મજબૂર..?

ભરૂચ જિલ્લામાં ૭ ઉદ્યોગો સ્થાપિત છે અને જ્યારે પણ ઉદ્યોગો એટલે કે ફેક્ટરી કે કંપનીમાં આગ લાગે ત્યારે સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડતી હોય છે ભરૂચ જિલ્લામાં પાલેજ પાનોલી અંકલેશ્વર ભરૂચ વાગરા દહેજ જંબુસર સહિતના તાલુકાઓમાં ઉદ્યોગો સ્થાપાયેલા છે અને એટલા માટે જ કહેવાય છે કે એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો સ્થપાય તેટલા ઉદ્યોગો માત્ર ભરૂચ જિલ્લામાં સ્થપાયેલા છે અને એવા ઉદ્યોગો છે કે જેને અન્ય રાજ્યોમાં ઉદ્યોગ સ્થાપવા માટે મંજૂરી મળી નથી તેવા ઉદ્યોગો ભરૂચ જિલ્લામાં સ્થપાયેલા હોવાના કારણે ભરૂચ જિલ્લા વાસીઓ જીવતા બોમ્બ ઉપર વસવાટ કરતા હોવાનો અનુભવ કરી રહ્યા છે.

કંપનીમાં આગ બાદ ઇજાગ્રસ્તોની માહિતી છુપાવવાનું કામ કંપની સત્તાધિશોએ કર્યો હોવાનો આરોપ

દહેજ પંથકની ઇન્ડિયા પેરોક્સાઈડ કેમિકલ કંપનીમાં પ્રોસેસ દરમિયાન આગની ઘટના બાદ કંપનીમાં કેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે અને કેમિકલ ની અસર થાય છે તે અંગેની માહિતી છુપાવવાનું કામ કંપની સત્તાધીશો એ કર્યું છે પરંતુ નજીકનાં જ ટ્રોમા સેન્ટરમાં ઈજાગ્રસ્તોને સારવાર પણ અપાય હોવાની માહિતી સામે આવતા ત્યાં કવરેજ કરવામાં આવ્યું હતું અને મીડિયાથી ઇજાગ્રસ્તોની માહિતી છુપાવવા માટે ઘણા ખાનગી હોસ્પિટલોમાં પણ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

અત્યંત ઝેરી કેમિકલ ઉત્પાદન કરતી કંપનીઓને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે ક્લોઝર આપવી જોઈએ :- સ્થાનિકોની માંગ

ઇન્ડિયા પેરોક્સાઈડ કેમિકલ ઉત્પાદન કરતી કંપનીમાં હાઈડ્રોજન કેમિકલના પ્લાન્ટમાં ભયંકર આગ લાગી હતી અને આવા ઝેરી કેમિકલ ઉત્પાદન કરતી કંપનીઓમાં આગની ઘટના બાદ સ્થાનિકોની સુરક્ષા અને ગ્રામજનોની ભલાઈ માટે આવી કંપનીઓને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે ક્લોઝર આપવી જોઈએ પરંતુ ઘણી વખત અધિકારીઓની પણ શંકાસ્પદ કામગીરી સામે નિર્દોષ લોકોએ ભોગવવું પડતું હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે જોવું એ રહ્યું કે જે કંપનીમાં આગ લાગી છે તેને ક્લોઝર આપવામાં આવે છે કે તેને છાવરવામાં છે તે પણ એક ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો : ઉર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિ મામલે નિવૃત્ત અધિકારી, શિક્ષક સહિત 3ની ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×