ટેટ ટાટના ઉમેદવારોનો ઉગ્ર વિરોધ, છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા છે રજૂઆત
ગાંધીનગર સચિવાલય બહાર ટેટ ટાટના (Tet Tat) ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું. જેમાં ટેટ ટાટના (Tet Tat) ઉમેદવારો દ્વારા ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે અને કાયમી ભરતી કરવા અંગે માંગ કરવામાં આવી હતી.
જ્ઞાન સહાયકની ભારતીઓ રદ કરવાની પણ માંગ
સાથે જ આ ઉમેદવારો દ્વારા જ્ઞાન સહાયકની ભારતીઓ રદ કરવામાં આવે તેની પણ માંગ કરવામાં આવી હતી. જેમાં મળતી માહિતી અનુસાર હાલ 75 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. અને તેના માટે જ આ ટેટ ટાટના (Tet Tat) ઉમેદવારો દ્વારા કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
ગાંધીનગરમાં સચિવાલય બહાર ટેટ ટાટના ઉમેદવારોનો વિરોધ
લાંબા ગાળાથી શિક્ષકની ભરતી ન થતા ઉમેદવારમાં રોષ
ખાલી પડેલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવા માગ#gandhinagar #sachivalya #tet #gyansahayak #Protest #gujaratfirst @kuberdindor @prafulpbjp @CRPaatil @sanghaviharsh @CMOGuj… pic.twitter.com/8b3dbONa98— Gujarat First (@GujaratFirst) January 29, 2024
કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ
અહીં આ ટેટ ટાટના ઉમેદવારો છેલ્લા 10 વર્ષથી કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. પરંતુ હજી સુધી સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવય નથી. અને આ કારણોસર આ ટેટ ટાટના ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં સચિવાલયની બહાર વિરોધ પ્રદશન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો - BJP પ્રદેશ અધ્યક્ષ C.R.Patil ની હાજરીમાં કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ