Bharuch: અંકલેશ્વરમાં પિતા-પુત્રનું કારસ્તાન, કરોડો પચાવી વિધવાને આપી મારી નાખવાની ધમકી
Bharuch: ભરૂચના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી રજીયા ઉસ્માન મનસુરીએ અંકલેશ્વરના પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કર્યો છે કે, ગત વર્ષ 2020 માં ફરિયાદીના પતિ જીવીત હતા. તે વેળા અંકલેશ્વરના દીવા ગામ નજીક વાડી વેચી હતી અને તેના જે રૂપિયા આવ્યા હતા તેમાંથી અંકલેશ્વરમાં બે દુકાન ખરીદવા માટે તેમના મિત્ર ઈઝહાર અહમદ સિદીકી તથા તેના દીકરા ઇસ્તેખાર સિદીકી તે પંડિત એન્ટરપ્રાઇઝ ઓથોરાઈઝ રહે અંકલેશ્વર નાઓની માલિકીની દુકાન વીરાની શોપિંગ હોટલ રોયલ પેલેસની બાજુમાં આવેલ દુકાન નંબર એ-4 અને એ-5 ની દુકાન ખરીદવા માટે નક્કી થયું હતું.
આરોપી પિતા પુત્રને 97 લાખ રોકડા આપ્યા હતા
ઉલ્લેખનીય છે કે, દુકાન વેચાણ માટે ₹ 1 કરોડ 20 લાખ રૂપિયા નક્કી થયા હતા અને તે મુજબ ફરિયાદીના પતિએ તેમના મિત્ર અબ્દુલલતીફ બાલા તથા પરેશ મોદી નાઓની હાજરીમાં તારીખ 20/10/2021 ના રોજ છેતરપિંડી કરનારા આરોપી પિતા પુત્રને 97 લાખ રોકડા આપ્યા હતા. તે બાબતે સહી વાળું એક કાચું લખાણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં વેચાણની સમયમાં ઇજહાર સીદીકીની સહી પણ કરેલી છે, ત્યારબાદ પણ 23 લાખમાંથી 18 લાખ ચૂકવવાના રહેશે તેવું લખાણ પણ કર્યું છે અને તે સમય દરમિયાન 2021 માં ફરિયાદીના પતિનું એક્સિડન્ટ થતા દોઢેક મહિનો પથારીવંશ રહ્યા બાદ હાર્ટ એટેકમાં તેમનું મોત થયું હતું.
બે દુકાન ખરીદી કરવા માટે રોકડા રૂપિયા ચૂકવ્યા
ફરિયાદીના પતિનું મોત થતા આઘાતમાં રહેલી ફરિયાદીએ પતિએ જે બે દુકાન ખરીદી કરવા માટે રોકડા રૂપિયા ચૂકવ્યા હતા. અન્ય રકમ પણ આપી હોય તેવા અંકલેશ્વરની 2 દુકાનના માલિક પિતા પુત્ર ને દુકાનનો દસ્તાવેજ કરવાનું કહેતા તેઓએ ફરિયાદીને કહ્યું હતું કે જે તે સમયે આ બે દુકાનની રકમ 1 કરોડ 20 લાખ નક્કી થઈ હતી જેને લાંબો સમય થઈ ગયો છે એટલે હવે તમારે 1 કરોડ 33 લાખ ચૂકવવા પડશે. ત્યાર પછી દસ્તાવેજ થશે તેમ કહેતા વધુ રૂપિયા પણ ફરિયાદી એ ચૂકવ્યા હતા. આમ છતાં પણ પિતા પુત્ર ફરિયાદીને દુકાનોનો દસ્તાવેજ ન કરી આપી ઉલ્ટા જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય તેવી ફરિયાદ સામે આવી છે.
1 કરોડ 33 લાખની છેતરપિંડી આચરી
ફરિયાદીએ રકમ ચૂકવ્યા છતાં પિતા પુત્ર બંને દુકાનનો દસ્તાવેજ નહીં કરી આપી દાદાગીરી કરી વિધવા મહિલા ફરિયાદીને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદીએ ભરૂચ (Bharuch) એ ડિવિઝન પોલીસ મથકમાં 1 કરોડ 33 લાખની છેતરપિંડી કરનાર અને પૂર્વ આયોજિત કાવતરું રચનાર પિતા પુત્ર સામે ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી હતી. Bharuch પોલીસે ગુનો દાખલ કરી આરોપી પિતા પુત્રની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
ફરિયાદીના પતિએ વાડી વેચી 97 લાખ રોકડા આપ્યા હતા
કહેવાય છે ને કે, દાનત સારી હોવી જોઈએ પિતા પુત્રની દાળ નથી એવી નીકળી કે જે દુકાન વેચવાનો શોધો જેની સાથે થયો હતો અને જેની પાસેથી રોકડા 97 લાખ લીધા હતા. આટલી મોટી રકમ પણ ફરિયાદીના મરણ જનાર પતિએ વાડી બેસીને ચૂકવ્યા હતા. તેવા સમયમાં ફરિયાદીના પતિનું મોત થતાં આરોપી પિતા પુત્રએ વિધવા સાથે ઝઘડો કડવા સાથે વધુ રકમ પડાવીને પણ દસ્તાવેજ નહીં કાઢી આપતા આખરે વિધવા મહિલાએ ખોરી દાનત ધરાવતા પિતા પુત્ર સામે ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવી દીધી છે
પિતા પુત્રએ ઠાગાઠૈયા કરતા નોંધાઈ ગઈ ફરિયાદ
અંકલેશ્વર પંથકની 3 દુકાનનો સોદો કરવામાં આવ્યો હતો અને સોદા બાદ દુકાન વેચાણ ને રાખનારે રોકડ રકમ પણ આપી હતી. અન્ય રકમ પણ આપી હતી અને તેવા સમયે સોદો કરનારનું અકસ્માતમાં મોત બાદ દોડ જ મહિનામાં હાર્ટ એટેકથી મોત થયું હતું. મરણ જણાની પત્નીએ દુકાન વેચાણી રાખવા માટે ચૂકવેલી રકમ અંગે પિતા પુત્રને કહેતા તેઓએ કહ્યું કે, પહેલા આ દુકાનની રકમ ₹1,20, લાખ નક્કી થઈ હતી. હવે જોઈતી હોય તો 1 કરોડ 33 લાખ આપવા પડશે. જેથી ફરિયાદી વિધવા મહિલાએ વધુ રૂપિયા આપ્યા હતા. છતાં પણ પિતા પુત્ર એ દસ્તાવેજ નહીં કરી આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાના આક્ષેપ સાથે વિધવા મહિલાએ ભરૂચ (Bharuch) પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.