Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વીંછિયા તાલુકાના 700 વીઘામાં નકલી દવાના છંટકાવથી કપાસનો પાક નિષ્ફળ

વીંછિયા તાલુકાના ખેડૂતોનો કપાસનો પાક ફેલ થયો 700 વીઘા કપાસનો ખેડૂતોનો પાક નિષ્ફળ થયો દવાનો છંટકાવ કર્યા બાદ પાક નિષ્ફળ થયો નકલી દવાને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો ખેડૂતો દ્વારા ખેતીવાડી અધિકારીને કરવામાં આવી રજૂઆત Farmers News :...
04:33 PM Sep 11, 2024 IST | Aviraj Bagda
Cotton crop failed into rajkot district, gujarat farmers, farmers news

Farmers News : હાલમાં, દેશભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેના કારણે નાગરિકોને સામાન્ય જરૂરિયાતથી લઈને ખેડૂતોને પાકમાં નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસું ઋતુ દરમિયાન તાજેતરમાં અતિભારે વરસાદ થવાથી ખેડૂતોને જમીન તેમજ પાક ધોવાણના ઉપરાંત પાકમાં રોગ આવવાના પ્રશ્નો ખૂબ જ થયેલ છે. આ રોગના નિયંત્રણના ભાગ રૂપે કપાસ, મગફળી, તલ, ડુંગળી, એરંડા, શાકભાજી તેમજ અન્ય ખેતી પાકોને નુકસાનીથી બચાવવા ખૂબ જ જરૂરી બનાવ્યા છે.

તાલુકામાં 700 વીઘા કપાસના ખેતરોમાં પાક નિષ્ફળ થયો

ત્યારે રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકામાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વીંછિયા તાલુકામાં 700 વીઘા કપાસના ખેતરોમાં પાક નિષ્ફળ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતોએ ખેતરમાં દવાનો છંટકાવ કર્યો હોવાને કારણે આ સમગ્ર કપાસનો પાક નિષ્ફળ નિવડ્યો છે. જોકે ખેડૂતો દ્વારા ખેતરોમાં જે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો, તે દવા નકલી હતી. ત્યારે વીંછિયા તાલુકાના ખેડૂતોએ સ્થાનિક ખેતીવાડી અધિકારીને આ મામલે રજૂઆત કરી છે.

આ પણ વાંચો: VADODARA : ગેરકાયદેસર વિજ કનેક્શનથી બેનર ઝગમગાવવું જીવલેણ સાબિત થયું

નકલી દવા આપવાનો અને છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવ્યો

વીંછિયા તાલુકાના ખેડૂતોએ દવા કંપની પર નકલી દવા આપવાનો અને છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે વીંછિયા તાલુકાના ખેડૂતો દ્વારા હોક એગ્રિકેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની દવાઓનો કપાસના પાકમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ સરકાર દ્વારા ચોમાસામાં પાકનું સુરક્ષા અંગે અવાર-નવાર સૂચનો બહાર પાડવામાં આવતા હોય છે. પાકને રોગ અને નુકસાનીથી બચાવવા માટે સૌ પ્રથમ તો ખેતરમાં ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવો જોઈએ અને પાણી ભરાયેલ ન રહે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. આ ઉપરાંત આજુબાજુના કૂવા, બોરના પાણી ઉલેચી જમીનમાં ભરાયેલ પાણીનું તળ નીચું બેસાડવું જેથી પાણી લાગી ગયેલ પાકને પાણી ઓછું થઈ શકે છે.

આ પણ વાંચો: Rajkot : નવરાત્રિમાં ગરબા આયોજનને લઈ લેઉવા બાદ હવે કડવા પાટીદારમાં પણ ભાગલા?

Tags :
Cotton crop failed into rajkot districtDuplicateFarmers NewsfarmingGujaratgujarat farmersGujarat FirstMedicine
Next Article