ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

જીવન જરુરી ચીજો માટે ભરુચમાં ખેડૂતોએ તૈયાર કર્યું ATM

અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ  ભરૂચ જિલ્લામાં ખેડૂતો દ્વારા કાર્યરત કરાયેલા એટીએમમાંથી નીકળે છે જીવન જરૂરી સામગ્રીઓ.. ઓનલાઇન પેમેન્ટ કરવાથી એટીએમ મશીનમાંથી દૂધ, છાશ, પાણી સહિતની સામગ્રી મળી રહે છે ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ગ્રાહકોને તમામ સામગ્રી હાથો હાથ પહોંચાડવા અનોખું એટીએમ મશીન...
04:43 PM Jul 12, 2023 IST | Vipul Pandya
featuredImage featuredImage
અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ 
ડિજિટલ યુગમાં આત્મનિર્ભર બનવા માટે સરકાર પણ તનતોડ મહેનત કરી રહ્યું છે પરંતુ ઓનલાઇન પેમેન્ટ કરવા સાથે એટીએમ (ATM) મશીનમાંથી જીવન જરૂરી સામગ્રી મળી રહે તે માટે ભરૂચ (Bharuch) જિલ્લાના ખેડૂતો (Farmer) દ્વારા એક અનોખું એટીએમ મશીન ઊભું કરાયું છે જે 24 કલાક ગ્રાહકો માટે કાર્યરત બનતા આર્શીવાદરૂપ સાબિત થયું છે.
ઝાડેશ્વર ગામમાં એટીએમ ઉભુ કરાયુ
ભરૂચના ઝાડેશ્વર ગામમાં સાઈ મંદિર નજીક ખેડૂતોની તમામ ઓર્ગેનિક સામગ્રીઓ ગ્રાહકો સુધી પહોંચે તે માટે ખાસ એટીએમ ઉભુ  કરાયું છે. આ એટીએમ દ્વારા ગ્રાહક જીવન જરૂરી સામગ્રી મેળવી શકે છે. આ મશીન કાર્યરત કરી દેવાયુ છે.
દૂધ, પાણી, ઘી, દહીં, છાશ સહિતની સામગ્રી મળશે
ઝાડેશ્વર ગામમાં ઉભા કરાયેલા આ એટીએમ મશીન દ્વારા ગ્રાહકોને 24 કલાક  જીવન જરૂરી સામગ્રી એવી દૂધ, પાણી, ઘી, દહીં, છાશ સહિતની સામગ્રી મળી રહેશે. ઓનલાઇન પેમેન્ટ કરવાથી એટીએમમાંથી તમામ ચીજો મળી રહેશે. આ એટીએમ મશીન ગુજરાતમાં પ્રથમ ભરૂચ જિલ્લામાં કાર્યરત કરાયું છે. આ એટીએમ મશીન પ્રોજેક્ટ સફળ રહેતા હવે આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાના અન્ય સ્થળોએ પણ કાર્યરત કરાશે.
ગૌ એકતા એગ્રી ઓર્ગેનિક સંસ્થા દ્વારા એટીએમ મુકાયુ
ખેડૂતો દ્વારા ગૌ એકતા એગ્રી ઓર્ગેનિક સંસ્થા દ્વારા મૂકવામાં આવેલું એટીએમ મશીન ઘણા ગ્રાહકો માટે આર્શીવાદરૂપ સાબિત થયું છે. દુકાનો ઉપર ખરીદી માટે જેટલો સમય લાગતો હોય છે તેના કરતાં ઓછો સમય એટીએમ મશીનમાં થાય છે અને ખેડૂતોની ઓર્ગેનિક પ્રોડક્ટ ગ્રાહકોને સીધી મળી રહે છે જેના કારણે એટીએમ પ્રોજેક્ટ ગ્રાહકો માટે આર્શીવાદરૂપ હોવાનું પણ ગ્રાહકો જણાવી રહ્યા છે
ભરૂચ જિલ્લામાં ખાસ કરી ભરૂચ શહેરમાં મોડી રાત્રે 12 વાગ્યા બાદ શહેરના વિવિધ વિસ્તારોના સ્ટોલ બંધ કરાવી દેવામાં આવતા હોય છે પરંતુ બાળકો માટે દૂધ કે પાણીની જરૂરિયાત ઉભી થાય તો ક્યાં જવું અને તેવા લોકો માટે જ આ એટીએમ મશીનનો પ્રોજેક્ટ ખેડૂતોએ ઉભો કર્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો---હવે તૈયાર રહો વરસાદના ત્રીજા રાઉન્ડ માટે..! અંબાલાલ પટેલની આગાહી
Tags :
ATMBharuchFarmers