કચ્છમાં સિમલા મરચાની ડિમાન્ડ વધતા ખેડૂતો ખુશ
ક્ચ્છ જિલ્લામાં એક તરફ લગ્નની સિઝન આવી છે ત્યાં બીજી તરફ સિમલા મરચાની ડિમાન્ડ વધતા ખેડૂતોને સારા ભાવ મળતા ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાથી સિમલા મરચાના ઉત્પાદનની શરૂઆત થતી હોય છે. જે મેં મહિના સુધી ચાલે છે . સિમલા મરચા પીળા, લાલ,અને લીલા કલરના ઉત્પાદન થાય છે. નવ મહિનાની અંદર એક ખેડૂત 35 ટન ઉત્પાદન કરી શકે છે.
હાલમાં લગ્નની સિઝન હોવાથી કેટરરના સંચાલકો જુદી જુદી વાનગી બનાવવા સિમલા મરચાનો વધુ ઉપયોગ કરે
છેલ્લા ત્રણ વર્ષથી લંડનથી ખેતી કામ માટે આવેલા બળદિયાના સફળ ખેડૂત રમીલાબેન વેકરિયાના જણાવ્યા પ્રમાણે હાલમાં તેઓ દરરોજ 200 કિલો સિમલા મરચા માર્કેટમાં મોકલી રહ્યા છે.હાલમાં લગ્નની સિઝન હોવાથી કેટરરના સંચાલકો જુદી જુદી વાનગી બનાવવા સિમલા મરચાનો વધુ ઉપયોગ કરે છે. તેની સાથે સાથે રેસ્ટોરન્ટમાં પણ ડિમાન્ડ વધુ રહે છે. તેમની વાડીમાં એક સિમલા 300 ગ્રામનું ઉત્પાદન થાય છે.પીઝા,ચાઈનીઝ,પંજાબી વાનગીમાં સિમલા મરચાની ડિમાન્ડ વધી છે.જેમાં હોલસેલ એક કિલોના રૂપિયા પંચાસ તેમજ રિટેલમાં એક કિલોના 80થી 120 ભાવ છે.ખેડૂત જો સિમલા મરચાની ખેતીમાં સારી રીતે દયાન દોરે તો સારા ભાવ મળી શકે તેમ છે.ભુજ તાલુકાના મોટા ભાગના ગામોમાં સિમલા મરચાની બોલબાલા જોવા મળે છે.
સીમલા મરચાંના સેવન કરવાથી વજન પણ કન્ટ્રોલમાં રહે છે અને થાક તેમજ નબળાઇ દૂર થાય
સીમલા હવે તો લગભગ દરેક સિઝનમાં મળી આવે છે. તે મુખ્ય રીતે લાલ, પીળા અને લીલા રંગમાં મળે છે. તેમાં વિટામિન સી, પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર, આયર્ન, એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આવા સંજોગોમાં તેનું સેવન કરવાથી વજન પણ કન્ટ્રોલમાં રહે છે અને થાક તેમજ નબળાઇ દૂર થાય છે. તેમાં આયર્ન અને એન્ટી ઓક્સિડન્ટના ગુણો હોવાથી લોહીની કમી દૂર થવાની સાથે કેન્સર જેવી ગંભીર બીમારીથી પણ બચાવે છે. તેને શાક, સલાડ, નુડલ્સ, સેન્ડવિચમાં મિક્સ કરીને ખાઇ શકાય છે.
ખાસ કરીને ફાઇબર, આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, એન્ટી ઓક્સિડન્ટ હોવાના કારણે ડાયાબિટિસના દર્દીઓએ તેને પોતાના ખોરાકમાં જરૂર સામેલ કરવાં જોઇએ. તેનાથી શુગર લેવલ કન્ટ્રોલમાં રહેવામાં મદદ મળે છે. શરીરમાં કેન્સર કોશિકાઓ બનતા રોકે છે. આવા સંજોગોમાં કેન્સરનો ખતરો ઓછો રહે છે.
પોષક તત્ત્વથી ભરપુર સીમલાનું સેવન કરવાથી આખા શરીરમાં ઓક્સિજનની માત્રા યોગ્ય રીતે પહોંચે છે. સાથે સાથે હ્રદયને સારી રીતે કામ કરવામાં પણ મદદ મળે છે. હાર્ટ પંપિંગને પણ યોગ્ય બનાવે છે. હાર્ટ એટેકનો ખતરો ઘટે છે. કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન સી થી ભરપુર મરચા માંસપેશીઓ અને હાડકાં મજબૂત બનાવે છે. તેના સેવનથી સાંધા અને શરીરના અન્ય ભાગમાં દુખાવાની પરેશાનીમાં રાહત મળે છે. જે વ્યક્તિ પોતાનું વજન ઘટાડવા ઇચ્છતી હોય તેણે સલાડમાં સિમલા સામેલ કરવાં જોઇએ. તેમાં કેલરીની માત્રા ઓછી હોવાથી વજન કન્ટ્રોલમાં રહે છે. આ ઉપરાંત તેનાથી શરીરમાં એનર્જી આવે છે.તે એક હકીકત છે.
અહેવાલ - કૌશિક છાંયા
આ પણ વાંચો -- છોટાઉદેપુર નગર સેવા સદનમાં ટાઉન પ્લાનરના અભાવે પ્રજાના બાંધકામની મંજૂરીના કામ ધક્કે ચડ્યા