ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શેતાનને શરમાવે એવું કારસ્તાન , કૌટુંબિક મામાએ જ ભાણેજ સાથે દુષ્કર્મ આચર્યુ

વાત કરીએ એક એવા શેતાન ચહેરાની જેના કારનામા સાંભળી તમે પણ ફિટકાર વરસાવશો... ઓલપાડ પોલીસે ધરપકડ કરેલો એ શખ્સ ચહેરાથી માસુમ દેખાય છૅ પણ એણે એવું કૃત્ય આચાર્યું છૅ જેના થી શેતાન પણ શરમાઈ જાય.. એક તો પોતે પરણિત હોવા...
05:24 PM May 16, 2023 IST | Vishal Dave

વાત કરીએ એક એવા શેતાન ચહેરાની જેના કારનામા સાંભળી તમે પણ ફિટકાર વરસાવશો... ઓલપાડ પોલીસે ધરપકડ કરેલો એ શખ્સ ચહેરાથી માસુમ દેખાય છૅ પણ એણે એવું કૃત્ય આચાર્યું છૅ જેના થી શેતાન પણ શરમાઈ જાય.. એક તો પોતે પરણિત હોવા છતાં ગામની કોટુંબિક ભાણેજ પર નજર બગાડી તેને પ્રેમ જાળમાં ફસાવી અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. હદ તો ત્યારે થઇ ભાણેજ સાથે દુષ્કર્મ આચાર્ય બાદ તેના ગુપ્તાંગ માં મરચાની ભૂકી નાખી માનસિક આનંદ લેતો રહ્યો.

આરોપી નિકુંજ પરણિત છે. તેમાં પણ પ્રેમલગ્ન કર્યા હતા, અને પ્રેમ લગ્ન કર્યા બાદ પણ નજર પોતાની કોટુંબિક ભાણેજ પર બગાડી જેને આરોપી રખાત તરીકે રાખવા માંગતો હતો અને તેને પ્રેમજાળ માં ફસાવી 2020માં ભગાવી ગયો હતો ત્યારે યુવતીના માં બાપે રાંદેર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી. આરોપી યુવતીને અલગ અલગ જગ્યા પર લઇ જઈ ત્રાસ ગુજારતા યુવતી પોતાના ગામ દેલાસા આવી ગઈ હતી. જેનો ખાર રાખી આરોપીએ યુવતીને માર મારી તેના ગુતાંગમાં મરચાની ભૂકી નાખતા યુવતીની તબિયત બગડતા તેને સુરત સારવાર માટે ખસેડી હતી.

યુવતીને સુરત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ ઘટનાની જાણ ઓલપાડ પોલીસને થતા પોલીસે આરોપી ને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો. હાલતો આરોપી તેના કારસ્તાન ના કારણે જેલની હવા ખાઈ રહ્યો છૅ. આ નરાધમ યુવાને સબંધો નું ખૂન કર્યું અને મામા, ભાણી ના પવિત્ર સબંધો પણ અપવિત્ર કર્યા આવા નરાધમો ને કાયદો સજા કરશે પણ સમાજ માટે આવા કિસ્સા લાલબત્તી સમાન છૅ.

Tags :
committeddevilfamilymaternal uncleNieceRapeshame
Next Article