Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બોટાદના રાણપુર તાલુકામાંથી બનાવટી દુધનો જથ્થો ઝડપાયો, LCB પોલીસે 400 લીટર દૂધના જથ્થો જપ્ત કર્યો

અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકાના બુબાવાવ ગામની સીમમાંથી બનાવટી દુધનો જથ્થો પકડી પાડતી બોટાદ લોકલ ક્રાઇમ બ્રાંચ. પોલીસે ૯૧,૫૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ ૪૦૦ લીટર આજુબાજુ ડુબલીકેટ દૂધનો જથ્થો પણ ઝડપી પાડીને દૂધના સેમ્પલ...
05:26 PM Oct 19, 2023 IST | Maitri makwana

અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ

બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકાના બુબાવાવ ગામની સીમમાંથી બનાવટી દુધનો જથ્થો પકડી પાડતી બોટાદ લોકલ ક્રાઇમ બ્રાંચ. પોલીસે ૯૧,૫૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ ૪૦૦ લીટર આજુબાજુ ડુબલીકેટ દૂધનો જથ્થો પણ ઝડપી પાડીને દૂધના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલ્યા.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામની સીમમાં ડુબલીકેટ બનાવટી દૂધનો જથ્થો બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ જેમાં અંદાજિત 400 લીટર જેટલું ડુબલીકેટ દૂધનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ અને દૂધના સેમ્પલ લઈ ને લેબોરેટરીમાં મોકલેલ તેમજ બોટાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 91,520 નો મુદ્દામાલ કબજે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બોટાદ એલસીબી પી.આઇ ટી.એસ. રીઝવી તથા નાસતા ફરતા સ્કોડના તથા એલ.સી. બી. સ્ટાફ દ્વારા મળેલી બાતમીના આધારે જેજેરામ સંતરામભાઇ ગોંડલીયા બુબાવાવ ગામની સીમ , ડોકામરડી સીમ વિસ્તાર તા.રાણપુર જી.બોટાદ ત્યાં રેડ કરતા તે ભેળસેલ યુક્ત બનાવટી દુધ બનાવતા મળી આવતા મામલતદાર રાણપુર તથા ડેઝી ગ્નેટેડ ઓફીસર , ખોરાક અને ઔષધ નિયમનતંત્ર ભાવનગરને જાણ કરી તેઓને સ્થળ ઉપર બોલાવી જરૂરી સેમ્પલના નમુનાઓ લેવડાવી તપાસણી અર્થે મોકલી આપવામાં આવેલ હતા અને કુલ ૯૧,૫૨૦ નો મુદ્દામાલ કબ્જે કરી જેજેરામ ગોંડલીયા વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી. અને કેટલા સમયથી બનાવટી દૂધ બનાવી કાળો કારોબાર ચલાવી રહ્યા હતા અને દૂધ કઈ ડેરીમાં આપવામાં આવતું હતું. તે તમામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયાએ મીડીયાને માહિતી આપી.

આ પણ વાંચો - બોટાદમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

Tags :
BotadGujaratLCB PolicemilkRanpur
Next Article