Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બનાસકાંઠામાં ગુલ્લીબાજ આરોગ્યકર્મીઓનો ઘટસ્ફોટ, આરોગ્ય અધિકારી ચાલુ પગારે...

બનાસકાંઠા જિલ્લાના બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મી વિદેશમાં આરોગ્ય અધિકારી ચાલુ પગારે વિદેશ હોવાનો ખુલાસો કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક સાવજ વિદેશ સ્થાયી Banaskantha: રાજ્યમાં ગેરહાજર રહીને વિદેશમાં મહાલતા અને મફતનો પગાર લેતા શિક્ષકોના પર્દાફાશ બાદ હવે બનાસકાંઠા (Banaskantha)માં...
બનાસકાંઠામાં ગુલ્લીબાજ આરોગ્યકર્મીઓનો ઘટસ્ફોટ  આરોગ્ય અધિકારી ચાલુ પગારે
  1. બનાસકાંઠા જિલ્લાના બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મી વિદેશમાં
  2. આરોગ્ય અધિકારી ચાલુ પગારે વિદેશ હોવાનો ખુલાસો
  3. કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક સાવજ વિદેશ સ્થાયી

Banaskantha: રાજ્યમાં ગેરહાજર રહીને વિદેશમાં મહાલતા અને મફતનો પગાર લેતા શિક્ષકોના પર્દાફાશ બાદ હવે બનાસકાંઠા (Banaskantha)માં જ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ ચાલુ પગારે વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તકના બે આરોગ્ય કર્મચારી લાંબા સમયથી વિદેશમાં જઈને ગેરહાજર હોવાનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે. જેમાં કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ મફતનો પગાર લેતાં હોવાનું સામે આવતા સામે આવતા જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાજીનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર

બે કર્મચારીઓ ચાલુ પગારે વિદેશમાં હોવાનું અનુમાન

નોંધનીય છે કે, જિલ્લા 14 હેલ્થ અધિકારીને તાકિદની નોટિસ આપીને ગેરહાજર રહેતા કર્મચારીઓનો ખુલાસો માંગવામાં આવ્યો છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બે કર્મચારીઓ ચાલુ પગારે વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ પણ ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ હવે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો: કોલકાતામાં દુષ્કર્મની ઘટના બાદ પોલીસ સતર્ક, Asarwa Civil Hospital માં વધારાઈ સુરક્ષા

દરેક હેલ્થ અધિકારીને તપાસ કરવાના નિર્દેશ

નોંધનીય છે કે, ગુલ્લીબાજ આરોગ્યગુરુ મળતાં હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અત્યારે દરેક હેલ્થ અધિકારીને તપાસ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જાણકારી પ્રમાણે 14 હેલ્થ અધિકારીને તાકિદની નોટિસ આપીને ખુલાસો મંગાયો છે. ઉલ્લેખનીય છે કે, ગેરહાજર રહેતા આરોગ્ય કર્મચારીઓની માહિતી માગી હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા (Banaskantha)માં જ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ ચાલુ પગારે વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તકના બે આરોગ્ય કર્મચારી લાંબા સમયથી વિદેશમાં જઈને ગેરહાજર હોવાનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Dadra and Nagar Haveli ખાતે 78મા સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે સફળતાપૂર્વક પૂર્ણ ઉજવણી

Tags :
Advertisement

.