EXAM: ધોરણ 12 સાયન્સ બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાનો આજથી પ્રારંભ....
EXAM: ગુજરાતમાં ધિરાણ 12 સાયન્સ બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. આજે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની મુખ્ય વિષયની પ્રાયોગિક પરીક્ષાની આજથી શરૂઆત થઈ ગઈ છે. જેમાં ફિઝીક્સ બાયોલોજી અને કેમીસ્ટ્રીની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે.
સ્થળ સંચાલકોને ખાસ જવાબદારી સોંપવામાં આવી
આ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે સ્થળ સંચાલકોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રાયોગિક પરીક્ષા (EXAM) 9 દિવસમાં પૂર્ણ થશે. અહીં વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવીને પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા (EXAM) જે દિવસે લેવામાં આવે તે જ દિવસે ગુણઅપલોડ કરવાની બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી છે.
પ્રાયોગિક પરીક્ષા 29 ફેબ્રુઆરી સુધી ચાલશે
આ પ્રાયોગિક પરીક્ષા (EXAM) પૂર્ણ થયા બાદ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. આજથી શરૂ થયેલી આ પ્રાયોગિક પરીક્ષા 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. અહીં આ રાજ્યભરમાં 70000 થી પણ વધારે અને અમદાવાદમાં 8000 થી પણ વધારે વિદ્યાર્થીઓ પ્રાયોગિક પરીક્ષા આપશે.
ગુલાબ આપીને અને મોં મીઠું કરાવીને પ્રવેશ આપ્યો
પ્રાયોગિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર ગુલાબ આપીને અને મોં મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રેક્ટીકલ પરીક્ષામાં જ હકારાત્મક વાતાવરણ ઊભું કરવાના પ્રયાસ સાથે વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Cybercrime: સુરત શહેર પોલીસે વિકસાવ્યું હાઈટેક ચેટબોટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ