Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબરકાંઠા : ૫ાંચ વર્ષ કરતા પણ વધુ સમય વિતવા છતા પુલનું કામ પુર્ણ ન થતા વાહનચાલકો પરેશાન

સાબરકાંઠા જીલ્લામાથી પસાર થતો નેશનલ હાઈવે નં ૪૮ કે જે સીક્સમાં રૂપાંતર થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા ૫ાંચ વર્ષ કરતા પણ વધુ સમય વિતવા છતા બ્રીજનુ કામ પુર્ણ ન થતા વાહનચાલકો હેરાન પરેશાન થયા છે. થોડાક મહિનાઓ અગાઉ સ્થાનિકો અને...
સાબરકાંઠા   ૫ાંચ વર્ષ કરતા પણ વધુ સમય વિતવા છતા પુલનું કામ પુર્ણ ન થતા વાહનચાલકો પરેશાન

સાબરકાંઠા જીલ્લામાથી પસાર થતો નેશનલ હાઈવે નં ૪૮ કે જે સીક્સમાં રૂપાંતર થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા ૫ાંચ વર્ષ કરતા પણ વધુ સમય વિતવા છતા બ્રીજનુ કામ પુર્ણ ન થતા વાહનચાલકો હેરાન પરેશાન થયા છે.

Advertisement

થોડાક મહિનાઓ અગાઉ સ્થાનિકો અને લોકો દ્રારા સહકારી જીન ચોકડી પાસે ચક્કાજામ કર્યો હતો

સાબરકાંઠા જીલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નં ૪૮ કે જે અમદાવાદ થી રાજસ્થાનને જોડતો હાઈવે છે અને આ હાઈવે પર સીક્સ લેનનુ કામ ચાલુ છે ત્યારે ત્રણ જેટલા પુલનુ કામ છેલ્લા કેટલાય વર્ષોથી પુર્ણ થયુ નથી જેને લઈ વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. થોડાક મહિનાઓ અગાઉ સ્થાનિકો અને લોકો દ્રારા સહકારી જીન ચોકડી પાસે ચક્કાજામ કર્યો હતો. ત્યારબાદ સર્વિસ રોડ રીપેર કરી પુલનું કામ શરૂ કરવામાં આવ્યુ હતુ પરંતુ છેલ્લા એક માસથી વધુ સમય થી ફરી પુલનું કામ બંધ પડી જતા વાહનચાલકો પરેશાન બન્યા છે. એક બાજુ મસમોટો ટોલ ટેક્સ લેવાય છે પણ તે પ્રમાણે હાઈવે યોગ્ય ન હોવાથી લોકો પરેશાન બન્યા છે.

Advertisement

અહી હોસ્પિટલ, કોલેજ અને મુખ્ય સિવલ પણ આવેલ છે ટ્રાફિકમાં અનેક વાર એમ્બુલન્સ પણ ફસાય છે

નેશનલ હાઈવે નં ૪૮ પર પ્રાંતિજ ચોકડી પર, હિંમતનગરના મોતીપુરા ચોકડી પર અને હિંમતનગરની સહકારી જીન ચોકડી પર છેલ્લા પાંચ વર્ષથી વધુ સમય વિતવા છતાય પુલનુ કામ પુર્ણ થયેલ નથી. આ હાઈવે પર દીલ્હી જતા, રાજસ્થાનની આવતા માઉન્ટ આબુ અંબાજી જતા મુસાફરોનો ઘસારો વધુ હોય છે પરંતુ પુલનું કામ પુર્ણ ન થતા વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. તો સહકારી જીન પર તો હોસ્પિટલ, કોલેજ અને મુખ્ય સિવલ પણ આવેલ છે ટ્રાફિક માં અનેક વાર એમ્બુલન્સ પણ ફસાય છે. જો કોઈ વાહન બગડે કે અકસ્માત સર્જાય તો ભારે ટ્રાફિક જામ થઈ જાય છે. તો કેટલાક વિસ્તારમાં રસ્તો પણ ખખડધજ થયો છે..

સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો

એક બાજુ વિકાસની વાતો થાય છે તો સામે છેલ્લા કેટલાય વર્ષોથી હાઈવેનુ કામ પુર્ણ થતુ નથી. જેને લઈને વાહનચાલકો સહિત સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે. હવે ફરી એક વાર સ્થાનિકો અને વાહનચાલકો વિરોધ કરે તો તેમાં નવાઈ નહિ. ટોલ ટેક્સ તો લેવાય છે પરંતુ સવલતોના નામે હાઈવે મીંડુ છે.

Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો -- Farmers in Idar : મકાઈનો પાક વાવી આજે રાતા પાણીએ રડી રહ્યા છે ખેડૂતો

Tags :
Advertisement

.