Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુંબઇના જવેલરી શોમાં સ્ટોલના બમ્પર બુકિંગ મળતા સુરતના હીરા ઉદ્યોગકારોમાં ઉત્સાહ

અહેવાલઃ રાબીયા સાલેહ, સુરત  હીરા ઉધોગમાં મંદીની બૂમો વચ્ચે તેજીનું વાતાવરણ છવાતા ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. GJEPCના જવેલરી શો માટે ગુજરાતથી બમ્પર બુકિંગ મળતા હીરા ઉદ્યોગકારોએ વેપારમાં વેગ આવવાની સ્થિતિ દર્શાવી છે. વિશ્વભરમાં હીરા ઉધોગ થી ઓળખાતું...
12:30 PM May 09, 2023 IST | Vishal Dave

અહેવાલઃ રાબીયા સાલેહ, સુરત 

હીરા ઉધોગમાં મંદીની બૂમો વચ્ચે તેજીનું વાતાવરણ છવાતા ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. GJEPCના જવેલરી શો માટે ગુજરાતથી બમ્પર બુકિંગ મળતા હીરા ઉદ્યોગકારોએ વેપારમાં વેગ આવવાની સ્થિતિ દર્શાવી છે. વિશ્વભરમાં હીરા ઉધોગ થી ઓળખાતું સુરત શહેર હવે જ્વેલરી શોમાં પણ આગળ આવવા છલાંગ લગાવી રહ્યું છે.

ગત વર્ષની સરખામણી એ આ વખતે સ્ટોલ બુકિંગમાં બમ્પર પ્રતિસાદ

લાંબા સમયથી હીરા ઉદ્યોગ પર મંદીની અસર હોવાથી વેપારીઓમાં નિરાશા જોવા મળી હતી,,હીરા અને ઝવેરાત ઉદ્યોગમાં મંદીની બુમો વચ્ચે હવે જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કરવની તૈયારી થતાં ,બુકિંગ બમણા મળતા હીરા ઉધોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.જો ગત વર્ષ ની વાત કરીએ તો સ્ટોલ માં ઓછા બુકિંગ મળતાં હીરા ઉધોગ ચિંતામાં મુકાયો હતો,અને તો ગત વેશ ની સરખામણી કરીએ તો કાઉન્સિલ આયોજિત ઇન્ડિયા જેમ એન્ડ જવેલરી શો પ્રીમિયર - 2023 ને ગત વર્ષની સરખામણી એ આ વખતે સ્ટોલ બુકિંગમાં બમ્પર પ્રતિસાદ મળ્યો હોવાનું હીરા ઉધોગકારો જણાવી રહ્યા છે.ગયા વર્ષે જવેલરી શો માં ગુજરાતનાં 215 જવેલર્સે ભાગ લીધો હતો જેની સામે આ વર્ષે 319 જવેલર્સ ભાગ લઈ જવેલરી સેક્ટર ને આગળ વધારવા અવનવી જવેલરી મૂકી શો માં આવનાર લોકો ને પ્રભાવિત કરશે.

 

પહેલો શો તા. 3 થી 7 ઓગસ્ટ જીઓ બિકેસીમાં અને બીજો શો તા. 4 થી 8 ઓગસ્ટે ગોરેગાંવ મુંબઈમાં

મહત્વ ની વાત એ છે કે આ વર્ષે મુંબઈમાં ભારતનો સૌથી મોટો અને અનોખો આ જવેલરી શો બે સ્થળોએ જુદાજુદા દિવસે યોજાશે. સાથે જ તા. 3 થી 7 ઓગસ્ટ જીઓ બિકેસીમાં અને બીજો શો તા. 4 થી 8 ઓગસ્ટે ગોરેગાંવ મુંબઈમાં યોજાવા માટે તમામ તૈયારી ઓ શરૂ કરી દેવામાં આવી છે..આ વખતે સ્ટોલ ના બમણા બુકિંગ કરતા શોના આયોજકોના કામમાં પણ વધારો થયો છે.જેથી બે જગ્યાએ યોજાનારા શોમાં એક સ્થળે 2181 અને બીજા સ્થળે 4225 સ્ટોલ ઊભા કરવા નું આયોજન કરાયું છે...

બમણા બુકિંગ મળતા વેપાર માં તેજી આવવા ના સંકેત

આ જવેલરી શો અંગે જીજેઈપીસી ગુજરાતના રિજનલ ચેરમેન વિજય માર્ગુકિયાએ જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક મંદીને કારણે હીરા અને ઝવેરાત ઉદ્યોગનાં વેપાર ઉપર ગંભીર અસર થઈ હતી.. પરંતુ હવે જ્વેલરી શો માં બમણા બુકિંગ મળતા વેપાર માં તેજી આવવા ના સંકેત દેખાઈ રહ્યા છે. એવી સ્થિતિમાં હીરા અને જવેલરી ઉદ્યોગકારોએ પોતાની અવનવી અને આકર્ષક જવેલરી શો માં પ્રદશિત કરવાની તૈયારી દર્શાવી છે...

આખા વર્ષનો વેપાર એક જ સ્થળેથી મળવાની આશા

મુંબઈમાં યોજાનારા આ જવેલરી શો માં ભાગ લેવાથી નવા ગ્રાહક મળે વેપારને વેગ મળે સુરતની જવેલરી માત્ર ગુજરાત નહિ પરંતુ દરેક રાજ્ય અને શહેરોમાં આકર્ષણ નું કેન્દ્ર બને તેવો પ્રયાસ કરાશે,સાથે જ પોતાની અવનવી જવેલરી શો પીસ ઇન્ટરનેશનલ બાયરો સમક્ષ પણ અનોખા અંદાજમાં મુકાશે, જવેલરી શો થકી મસ મોટા ઓર્ડર મળે તેમજ આખા વર્ષનો સારો એવો વેપાર એક જ પ્રદશનથી મળી જાય એવી આશા હીરા ઉધોગકારો એ વ્યક્ત કરી છે., આ માત્ર એક કારણ છે જેના માટે ગુજરાતના જેમ એન્ડ જવેલરી ઉદ્યોગકારોએ પાછલા વર્ષ કરતાં આ વર્ષે વધુ સ્ટોલ બુક કરાવી વેપાર વધારવાની કોશિશ કરી છે.,બીજી બાજુ વર્ષો થી થતાં આ જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આયોજિત ઇન્ડિયા જેમ એન્ડ જવેલરી શો ની ખાસિયત છે.કે આ શો દર વખતે હીરા ઉધોગની નવી દશા અને દિશા નક્કી કરી વેપારમાં તેજી લાવે છે..

Tags :
Bookingbumperdiamond industryenthusiasmjewelery showMUMBAIstallsSurat
Next Article