Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટ, કુલ 2 બેઠકો પર મતદાન થયું શરૂ

રાજ્યભરમાં 70થી વધારે મતદાન મથકો પર મતદાન થયું શરૂ કુલ 9 બેઠકો પૈકી છ બેઠકો બિનહરીફ જાહેર થઈ એક બેઠકની ચૂંટણી માટે ઉમેદવારોના પત્રકો ગેરમાન્ય ચાલુ વર્ષે માત્ર બે બેઠકો પર જ થઇ રહ્યું છે મતદાન Gujarat: ગુજરાત માધ્યમિક...
gujarat માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટ  કુલ 2 બેઠકો પર મતદાન થયું શરૂ
  1. રાજ્યભરમાં 70થી વધારે મતદાન મથકો પર મતદાન થયું શરૂ
  2. કુલ 9 બેઠકો પૈકી છ બેઠકો બિનહરીફ જાહેર થઈ
  3. એક બેઠકની ચૂંટણી માટે ઉમેદવારોના પત્રકો ગેરમાન્ય
  4. ચાલુ વર્ષે માત્ર બે બેઠકો પર જ થઇ રહ્યું છે મતદાન

Gujarat: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કુલ 2 બેઠકોની ચૂંટણી માટે રાજ્યભરમાં આજે મતદાન યોજાશે. શિક્ષણ જગતમાં પ્રતિષ્ઠાનો જંગ ગણાતી ચૂંટણીમાં કુલ 9 બેઠકો પૈકી છ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી અને એક બેઠકની ચૂંટણી માટે તમામ ઉમેદવારોના પત્રકો ગેરમાન્ય સાબિત થયા હતા જેથી વાલી મંડળની બેઠક પર ચૂંટણી ના શક્ય નથી બની. જેથી હવે ચાલુ વર્ષે માત્ર બે બેઠકો પર જ મતદાન થવાનુ છે.

Advertisement

આ પણ વાંચો: Surat: માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો, માતાએ ઠપકો આપ્યો તો બાળકે ઘર છોડી દીધું અને...

ચાર ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે

નોંધનીય છે કે, સંચાલક મંડળની બેઠક માટે ત્રણ ઉમેદવાર અને સરકારી શાળાના શિક્ષક પ્રતિનિધિ માટે ચાર ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જોકે સૌથી રસપ્રદ જંગ સંચાલક મંડળની બેઠક માટે છે, કારણ કે છેલ્લા પાંચ ટર્મથી રાજકોટના પ્રિયવદન કોરાટ આ બેઠક પર ચૂંટાતા આવ્યા હતા. પરંતુ સંચાલક મંડળે પ્રિયવદન કોરાટને બળવો કર્યો હોવાથી સસ્પેન્ડ કર્યા છે. બીજી તરફ શાળા સંચાલક મંડળે અમદાવાદના જેવી પટેલને અધિકૃત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

Advertisement

આ પણ વાંચો: Bharuch: હેવાનિયતે હદ વટાવી! નરાધમીએ માત્ર 10 મહિનાની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

રાજ્યમાંથી 10,900 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

કુલ નવ બેઠકો પૈકી આચાર્ય, વહીવટી, ઉચ્ચતર, માધ્યમિક અને બીએડ કોલેજના પ્રતિનિધિ , બુનિયાદી શિક્ષક સંવર્ગની બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. જેથી હવે સંચાલક મંડળ અને સરકારી શાળાના પ્રતિનિધિ બેઠક માટેની ચૂંટણી માટે રાજ્ય (Gujarat)માંથી 10,900 મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે. સવારે 8:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી રાજ્યભરમાં 70 થી વધારે મતદાન મથકો પર મતદાન યોજાશે.

Advertisement

આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ, નિયમ વિરૂદ્ધ લેવાઈ રહીં હતી પરીક્ષાઓ

Tags :
Advertisement

.