Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટમાં ચૂંટણીના વેરઝેરમાં વૃદ્ધનો આપઘાત, લાશ સ્વીકારવા પરિવારજનોનો ઇનકાર

અહેવાલ--વિશ્વાસ ભોજાણી, ગોંડલ રાજકોટ તાલુકાના લાખાપર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પુત્રવધુ સામે હારેલા ઉમેદવારના પરિવારના ત્રાસથી ગ્રામ પંચાયતના સભ્યના પતિ અને દિયર ગામ છોડીને જતા રહ્યા બાદ ફરી ઘરે આવતા આરોપીઓએ કારમાં ઘેર ધસી આવી ધમકી આપતા મહિલા સભ્યના સસરાએ...
05:31 PM Apr 14, 2023 IST | Vipul Pandya
અહેવાલ--વિશ્વાસ ભોજાણી, ગોંડલ
રાજકોટ તાલુકાના લાખાપર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પુત્રવધુ સામે હારેલા ઉમેદવારના પરિવારના ત્રાસથી ગ્રામ પંચાયતના સભ્યના પતિ અને દિયર ગામ છોડીને જતા રહ્યા બાદ ફરી ઘરે આવતા આરોપીઓએ કારમાં ઘેર ધસી આવી ધમકી આપતા મહિલા સભ્યના સસરાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પોલીસે વૃદ્ધને મરવા મજબુર કરવાના ગુનામાં અમુક આરોપીના નામનો ઉલ્લેખ નહિ કર્યો હોવાના આક્ષેપ સાથે પરિવારે લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતા ચકચાર મચી જવા પામી છે.
વૃદ્ધનું મોત
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના લાખાપર ગામે રહેતા ભીમજીભાઈ ભીખાભાઈ મકવાણા રાત્રીના પોતાના ઘરે હતા ત્યારે દસેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. વૃદ્ધને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધનું સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
પરિવારનો લાશ સ્વીકારવાનો ઈન્કાર
આ અંગે મૃતક વૃદ્ધાના પુત્રવધુ અને લાખાપર ગ્રામ પંચાયતના સભ્ય કિંજલબેન મકવાણાએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે કિંજલબેન મકવાણા સામે ગ્રામ પંચાયતના સભ્યપદની બેઠક ઉપર હુમલાખોરના ઉમેદવાર હારી ગયા હતા જેનો ખાર રાખી હુમલાખોર શખ્સો ઝઘડો કરી ધમકી આપતા હોવાથી છેલ્લા છ મહિનાથી મહિલા સભ્યના પતિ મહેશભાઈ મકવાણા અને દિયર રવિભાઈ મકવાણા ગામ મૂકીને ચાલ્યા ગયા હતા. ગઈકાલે મહેશ મકવાણા ફરી ઘરે પરત આવતા રમેશ લખમણ પરમાર, અક્ષય કિશોર પરમાર, કિશોર લખમણ પરમાર, જનક જેસીંગ પરમાર કારમાં ધસી આવ્યા હતા અને ધમકી આપતા આરોપીઓના ત્રાસથી કંટાળી ભીમજીભાઈએ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે કિંજલબેને નોંધાવેલી ફરિયાદમાં આપેલા આરોપીના નામનો પોલીસ દ્વારા ફરિયાદમાં ઉલ્લેખ કરરવામાં આવ્યો નથી. અને જે આરોપીના નામ છે. તે પણ અધૂરા છે. વૃદ્ધને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપીઓના નામ ઉમેરી ધરપકડ કરવાની માંગ સાથે પરિવારે લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી કરી દેતા ગોંડલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો--સંમતિપત્રક ભર્યાં પછી પરીક્ષા નહી આપી તો કોઈ કાર્યવાહી થશે?
Tags :
election battlelatest newspoliceRAJKOTsuicide
Next Article