વહેલી સવારે દ્વારકા જઇ રહેલા પદયાત્રીઓ માટે કાળ બની કાર, 3 લોકોના મોત
- જામનગર - દ્રારકા હાઈવે પર અકસ્માતમા 3 લોકોના મોત...
- વહેલી સવારે કાર ચાલકે 4 લોકોને હડફેટે લીધા...
- પગપાળા ચાલીને દ્રારકા જતા હતા,
- 3 લોકોના મૃત્યુ અને 1 વ્યકિતને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો...
- 108ની ટીમ સમયસર પહોચી ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી, હોસ્પીટલ દાખલ કર્યો..
- દિવાળીની રજામા યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ ભીડ વધી છે સાથે હાઈવે પરના અકસ્માતો પણ વધ્યા..
આજે વહેલી સવારે ગુજરાતના જામનગર-દ્વારકા હાઈવે પર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે કાર ચાલકે 4 લોકોને અડફેટે લીધા હતા. જેમાથી 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. વળી એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.
નવા વર્ષમાં લોકો ધાર્મિક સ્થળો પર જવાનું વિચારતા હોય છે, જેથી નવું વર્ષ સારું અને સુખમય રહે. કઇંક આવા જ વિચાર સાથે દ્વારકા નીકળેલા પહયાત્રીઓને વહેલી સવારે જામનગર-દ્વારકા હાઈવે પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જેણે પણ તે પછીના દ્રશ્યો જોયા તે ચોંકી ગયા હતા. મળતી માહિતી અનુસાર, જામનગર-દ્વારકા હાઈવે પર નાની ખાવડી નજીક એક કારચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાં 3 પદયાત્રીઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. આ અકસ્માત થયા બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા થઇ ગયા હતા. જોકે, આ અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, જેને 108 ની ટીમ આવી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
યાત્રાધામ જઇ રહેલા પદયાત્રીઓને સપને પણ નહી ખ્યાલ હોય કે આ તેમની અંતિમ યાત્રા હશે. સુત્રોની માનીએ તો ભયાનક અકસ્માત બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, જે લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા તેઓ દ્વારકા પગપાળા જઇ રહ્યા હતા. જે સમયે આ યાત્રીઓ દ્વારકા જઇ રહ્યા હતા તે દરમિયાન એક કાર ચાલક સ્પીડમાં ત્યાથી પસાર થઇ રહ્યો હતો અને ત્યારે તેણે આ પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમા 3 લોકોના મોત થયા છે. પોલીસે આ 3 મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે કારચાલક પર ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - વિદેશમાં બનશે હિન્દુ મંદિર,શક્તિપીઠ અંબાજી ખાતે ઓસ્ટ્રીયાના વિયેનાથી ટ્રસ્ટી લોકો અંબાજી આવ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે