Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં પ્રથમવાર પંડોખર સરકારનો દરબાર યોજાયો

અહેવાલ - રાબિયા સાલેહ ભારતમાં છેલ્લા 32 વર્ષથી પંડોખર સરકારનો દરબાર યોજાઇ રહ્યો છે. સાથે જ આ વર્ષના અંતમાં સુરતમાં પ્રથમવાર આ દરબાર યોજાયો. પંડોખર સરકારનો દરબાર પ્રદૂષણ મુક્ત દરબાર તરીકે જાણીતો છે, પંડોખર સરકાર ધામ નો દરબાર પ્રથમ વખત...
સુરતમાં પ્રથમવાર પંડોખર સરકારનો દરબાર યોજાયો

અહેવાલ - રાબિયા સાલેહ

Advertisement

ભારતમાં છેલ્લા 32 વર્ષથી પંડોખર સરકારનો દરબાર યોજાઇ રહ્યો છે. સાથે જ આ વર્ષના અંતમાં સુરતમાં પ્રથમવાર આ દરબાર યોજાયો. પંડોખર સરકારનો દરબાર પ્રદૂષણ મુક્ત દરબાર તરીકે જાણીતો છે, પંડોખર સરકાર ધામ નો દરબાર પ્રથમ વખત સુરતમાં યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા,ભાજપ ના અગ્રણીઓ પણ દરબાર માં દર્શન માટે પહોંચ્યા.

સનાતન સેવા ન્યાસ દ્વારા ત્રણ દિવસ માટે સુરત શહેરમાં ભારત દેશના ખૂબ જ પ્રખ્યાત ત્રિકાલ દર્શી પંડોખર સરકારના ભવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.ભક્તો માટે ૨૧ ઓક્ટોબર થી ભવ્ય દરબાર શરૂ થયો છે.આ દરબાર માં માત્ર સુરત એજ નહિ પરંતુ ગુજરાત સહિત અન્ય રાજ્ય થી અને જિલ્લાઓમાંથી લોકો જોડાયા છે. ભક્તો પોતાની પીડા પંડોખર સરકાર સામે રજૂ કરી હતી અને મહારાજે પણ લોકોની પીડા તેમને જણાવી હતી. પંડોખર સરકારનો દરબાર સનાતન ધર્મનો વિરોધ કરનારા લોકો ના ગાલ ઉપર તમાચો સમાન હોવાનું ભક્તો એ જણાવ્યું હતું, સમગ્ર દેશ નહીં પણ દુનિયામાં પંડોકર સરકારનો દરબાર સનાતન ધર્મને ફેલાવવાનું કાર્ય કરે છે,જેથી ભક્તો અહી આવી પોતાની સમસ્યા નું નિવારણ કરી શકે.

Advertisement

સનાતન સેવા ન્યાસ દ્વારા ભવ્ય દરબાર નું ગુજરાતના સુરતમાં આયોજન કરાયું છે.સુરતના ડુમસ રોડ પર ભવ્ય દરબારના પૂર્વ દિવસે પંડોખર સરકારનું રેલી કાઢી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,સનાતન સેવા ન્યાસ દ્વારા ગુરુચરણજી મહારાજ પંડોખર સરકાર ના ત્રિકાલદશી દિવ્ય દરબારમાં સામાન્ય લોકો સહિત કેટલાક ઉદ્યોગકારો,વિવિધ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, સતત ત્રણ દિવસ સવારે 10:00 થી બપોરના 3:00 વાગ્યા સુધી ડુમસ રોડ ખાતે અગ્ર એગ્ઝોટીકેટના બેન્કેટ હોલ ખાતે આ દરબાર નું આયોજન કરાયું છે.વધુમાં સનાતન સેવા ન્યાસના સંસ્થાપક શિવઓમ મિશ્રાએ કહ્યું હતું કે, લોકો સનાતન ધર્મ વિશે જાગૃતતા લાવી ખૂબજ જરૂરી છે યુવાનો ને મોબાઈલ થી બહાર કાઢવા,મહિલાઓમાં જ્ઞાન વધારવું હિન્દુ ધર્મ, સનાતન ધર્મ વિશે પ્રેરિત કરવાના ઉદ્દેશ સાથે ખાસ પંડોખર મહારાજ સુરત આવ્યા છે.

પંડોખર મહારાજ ભક્તો ને ભૂત, વર્તમાન અને ભવિષ્ય અંગે સમજણ આપે છે.અને તેમની મૂંઝવણ થતા પ્રશ્નના નિવારણ થાય તે દિશામાં કાર્ય કરે છે.સતત ત્રણ દિવસ થી દિવ્ય દરબારમાં લાખોની સંખ્યામાં ભક્તો ની સમય સમય પણ હાજરી જોવા મળે છે. સુરત શહેરમાં પણ વસતા તેમના ભક્તોની આશા મુજબ પ્રથમવાર સુરત શહેરમાં દરબાર યોજાયો છે.

Advertisement

આ પણ વાંચો - SURAT : કલેકટર કચેરી ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમ થી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરાયું

આ પણ વાંચો - SURAT : સીગરેટ જેવી નજીવી બાબતમાં યુવકે ચપ્પુ ઝીંકી પોતાના જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.