Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અસલી ગુજરાતમાં નકલીનો વેપલો! નકલી ઘી, દવા અને પનીર બાદ હવે તમાકુ પણ નકલી!

Surat માં થતો હતો ડુપ્લીકેટ ગુટખા અને તમાકુનો વેપલો PCBએ દરોડા પાડી 6 કરોડનો ડુપ્લીકેટ જથ્થો ઝડપ્યો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી માલ લાવવામાં આવતો હતો પોલીસ તપાસમાં પાંચ આરોપીઓના નામ ખૂલ્યા Surat: સુરત એસઓજી અને પીસીબીની ટીમે મળેલી માહિતીના...
અસલી ગુજરાતમાં નકલીનો વેપલો  નકલી ઘી  દવા અને પનીર બાદ હવે તમાકુ પણ નકલી
  1. Surat માં થતો હતો ડુપ્લીકેટ ગુટખા અને તમાકુનો વેપલો
  2. PCBએ દરોડા પાડી 6 કરોડનો ડુપ્લીકેટ જથ્થો ઝડપ્યો
  3. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી માલ લાવવામાં આવતો હતો
  4. પોલીસ તપાસમાં પાંચ આરોપીઓના નામ ખૂલ્યા

Surat: સુરત એસઓજી અને પીસીબીની ટીમે મળેલી માહિતીના આધારે દિલ્હીથી આવેલા રૂપિયા 04.38 કરોડથી વધુની કિંમતના નકલી તમાકુ મિશ્રિત ગુટખાના કંસાઇન્મેન્ટ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે નકલી તમાકુ મિશ્રિત ગુટખાનો જથ્થો અને ચાર કન્ટેનર સહિત 6 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. જેમાં બે આરોપીઓ ને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રોગતિમાન કરાયા છે.

Advertisement

કરોડોના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ

નોંધનીય છે કે, ગુજરાતમાં દરેક ચીજવસ્તુઓનું ડુપ્લીકેશન જોવા મળી રહ્યું છે. ખાદ્ય પદાર્થો હોય કે પછી અન્ય ચીજવસ્તુઓ માં ભેલશેળ કરાય છે. ક્યાંક તો ડુપ્લીકેટ બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવે છે. આવા અનેક કિસ્સા ભૂતકાળમાં પણ સામે આવી ચૂક્યા છે. જ્યાં વધુ ડુપ્લીકેટ ગુટખા બનાવવામાં રેકેટનો સુરત એસઓજી અને પીસીબીનો ટીમે પર્દાફાશ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

Advertisement

આ પણ વાંચો: આખરે તંત્ર જાગ્યું ખરું! બાળકોને માર મારનાર છાત્રાલયના ગૃહપતિની હકાલપટ્ટી

‘ક્રિયા શક્તિં લોજિસ્તિક’નામના ગોડાઉનમાં છાપો મારવામાં આવ્યો

સુરત એસઓજીના જણાવ્યાનુસાર PCB અને SOG ની ટીમને સંયુકત માહિતી મળી હતી કે, દિલ્લી ખાતેથી નકલી તમાકુ મિશ્રિત ગુટખા અને પાન મસાલાનું મોટું કનસાઇન્મેન્ટ દિલ્લીથી સુરતના સારોલી વિસ્તારમાં આવ્યું છે. જે કનસાઇન્મેન્ટ સારોલી વિસ્તારમાં આવેલ એક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં સંતાડવા માં આવ્યો છે. જે માહિતીના આધારે બંને ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી સારોલીના સણીયા હેમાદ ગામ જવાના રોડ પર આવેલ પ્રિન્સ એસ્ટેટનાં ‘ક્રિયા શક્તિં લોજિસ્તિક’નામના ગોડાઉનમાં છાપો મારવામાં આવ્યો હતો. જ્યાંથી SOG અને PCB ની સંયુક્ત ટીમો એ છાપો મારી નકલી તમાકુ મિશ્રિત ગુટખા અને પાન મસાલાનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો.

Advertisement

05.58 કરોડની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો

અહીં આવેલ કન્ટેનરમાંથી પણ મોટા પ્રમાણમાં જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. અલગ અલગ કંપનીના નામે રહેલા નકલી તમાકુ મિશ્રિત ગુટખા અને પાન મસાલાનો 04,38,17,820 રૂપિયો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે પાંચ કન્ટેનર, પ્રતિબંધિત ગુટખા અને નકલી તમાકુ મિશ્રિત પાન મસાલા સહિત 05.58 કરોડની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો! મેશ્વો નદીમાં વિસર્જન કરવા આવેલા 8 યુવાનો ડૂબ્યા

વધુ એક ગોડાઉન સુરતના સારોલી કડોદરા રોડ પરથી મળી આવ્યું

આરોપી સંજય સીતારામ શર્મા, સંદીપ જયવીર નૈન અને વિશાલ રાજીવકુમાર જૈનની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જે પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, વધુ એક ગોડાઉન સુરતના સારોલી કડોદરા રોડ પરથી મળી આવ્યું હતું. અહીં આવેલા પ્રિન્સ ટ્રાન્સપોર્ટ નગરમાં બંધ ગોડાઉન પર પોલીસે છાપો માર્યો હતો. જે ગોડાઉનમાં સંતાડી રાખવામાં આવેલો વધુ 60.90 લાખની કિંમતનો પ્રતિબંધિત નકલી તંબાકુ મિશ્રિત ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો. જે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ એસ.ઓ.જી. દ્વારા હાથ ધરવામાં આવી હતી.

આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી દીધી

એસઓજીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, વોન્ટેડ આરોપીઓ દ્વારા પ્રતિબંધિત નકલી તમાકુ મિશ્રિત ગુડખા અને પાન મસાલાનો જથ્થો દિલ્હીથી મંગાવવામાં આવ્યો હતો. જે જથ્થો ગુજરાત અને મુંબઈ મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો. આ નકલી તંબાકુ મિસ્ટેક ગુટકા અને પાન મસાલા નો જથ્થો દિલ્હી ખાતે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતો હતો. જે કંપનીઓ અસ્તિત્વમાં જ નથી તેવી કંપનીઓના રેપરમાં આ ગુટખાનો પેકિંગ કરી અલગ અલગ રાજ્યોમાં સપ્લાય કરાતો હતો. છેલ્લા ચાર માસથી આ પ્રમાણે દિલ્હી ખાતેથી આ જથ્થો મંગાવી ગુજરાત અને મુંબઈ મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હતો. એટલું નહીં પરંતુ આ સિવાય અન્ય રાજ્યોમાં પણ નકલી તમાકુ મિશ્રિત ગુટખા અને પાન મસાલા નો જથ્થો સપ્લાય કરાયો હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો: સરસ્વતી નદીમાં 7 લોકો ડુબ્યાનો હ્રદય કંપાવતો વીડિયો! એક જ પરિવારના ચાર લોકોનું...

Tags :
Advertisement

.