Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના, દારૂના શોખીન શિક્ષક ચાલુ શાળાએ દારૂ ઢીંચવા પહોંચ્યા

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સરહદી ગામ ગામમાં શિક્ષણ જગતને શરમાવતી ઘટના સામે આવી છે. જેમાં એક શિક્ષક (Teacher) કથિત રીતે શાળાના સમય દરમિયાન દારૂ ઢિંચવા જતા હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો...
શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના  દારૂના શોખીન શિક્ષક ચાલુ શાળાએ દારૂ ઢીંચવા પહોંચ્યા

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સરહદી ગામ ગામમાં શિક્ષણ જગતને શરમાવતી ઘટના સામે આવી છે. જેમાં એક શિક્ષક (Teacher) કથિત રીતે શાળાના સમય દરમિયાન દારૂ ઢિંચવા જતા હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યો છે. દારૂ મુદ્દે શિક્ષકનો આ કથિત વિડીયો ખેડબ્રહ્માના આદિવાસી વિસ્તારમાં ખૂબ વાયરલ (Viral Video) થયો છે.

Advertisement

વીડિયો વાયરલ થયો

એક જાગૃત નાગરિક શિક્ષક ચાલુ શાળાએ ક્યાં જાય છે તેની વોચ રાખીને તે દારૂના અડ્ડા સુધી પહોંચ્યો અને પછી તો દારૂના લોટા સાથે શિક્ષકનો વિડીયો ઉતારવાનો ચાલુ કર્યો અને સાથે ઉધડો પણ લીધો તમે આ શું કરો છો તેવું પૂછતા જીભ થરથળાવવા લાગી આ તો પાણી છે થથરાવા લાગી એટલે એટલે કહી પોતે રંગે હાથે પકડાયાનું જાણી શિક્ષક લોટો ઘરના છાપરા ઉપર મૂકી ભાગી ગયા હતા. વીડિયોની (Video) સત્યતા તપાસવા માટે અનેક લોકોએ પ્રયાસ કર્યા પણ જવાબદાર તંત્ર અજાણ બની રહ્યું છે.

શું કહે છે સ્થાનિકો?

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, આ વિસ્તારમાં કેટલાક શિક્ષકો દારૂના રવાડે ચડી ગયા છે જેના કારણે શિક્ષણ કથળી ગયું છે દારૂના જૂજ પ્યાસ શિક્ષકો ઉપર કોઈની લગામ નથી એટલે અન્ય કર્મનિષ્ઠ શિક્ષકો પણ સાથે બદનામ થઈ રહ્યા છે ત્યારે શિક્ષણ વિભાગ (Education System) વિડિયોની ખરાઈ કરી દારૂના પ્યાસી શિક્ષક સામે પગલાં નહીં ભરે તો આ વિસ્તારના જાગૃત નાગરિકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા મોરચો ખોલશે

Advertisement

  • સ્થાનિકો અનુસાર આદિવાસી વિસ્તારની શાળાઓમાં શિક્ષકોને કોઈ પૂછનાર ન હોય તેમ દારૂના નશામાં શાળામાં હાજરીથી માંડી ચાલુ શાળાએ દારૂ પીવા જવું વગેરે બાબતો સામાન્ય છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો : HIGH PROFILE SUICIDE CASE : MEHSANA POLICE FIR નોંધવા ફરિયાદી કિરીટ પટેલ પાસે 2-3 લાખ રૂપિયા માગતી હતી

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.