ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન બન્યા ડો. સંતવલ્લભદાસજી, કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની વરણી કરાઈ

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની વરણી કરાઈ છે. વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન બન્યા ડો. સંતવલ્લભદાસજી, કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની વરણી કરાઈ.
03:09 PM Apr 15, 2025 IST | Hardik Prajapati
featuredImage featuredImage
Vadtal Temple Committee, Gujarat First,

 

Vadtal: આજે 15મી એપ્રિલે સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીના નવા હોદ્દદારોની વરણી કરવામાં આવી છે. જેમાં વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન તરીકે ડો. સંતવલ્લભદાસજી અને કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની સર્વાનુમતે વરણી કરાઈ છે. આજે બિનહરીફ ચૂંટાયેલા નવા હોદ્દેદારોની ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ યોજાઈ છે. ભરૂચના સંજય પટેલની સેક્રેટરીપદે વરણી કરાઈ છે.

વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ ૧૫ એપ્રિલને મંગળવારના રોજ યોજાઈ હતી. જેમાં બિનહરીફ ચૂંટાયેલા સભ્યો પૈકી ડો. સંતવલ્લભદાસજી સ્વામીની ચેરમેન તરીકે તથા દેવપ્રકાશ સ્વામીની વડતાલ મંદિરના મુખ્ય કોઠારી તરીકે વરણી કરવામાં આવતા હરિભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. ભરૂચના સંજય પટેલની સેક્રેટરીપદે વરણી કરાઈ છે.

આ પણ વાંચોઃ  કોંગ્રેસ નેતા ઠાકરશી રબારી અફીણની હેરાફેરીમાં ઝડપાયા, રાજસ્થાન પોલીસે કરી ધરપકડ

કોઠારી દેવપ્રકાશ સ્વામીનું નિવેદન

વડતાલ ટેમ્પલ કમિટીના કોઠારી દેવપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ ટેમ્પલ કમિટીમાં ડો. સંતવલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, પાર્ષદ વલ્લભભગત, સંજયભાઈ શાંતિલાલ પટેલ (ભરૂચ), તેજસભાઈ બીપીનભાઈ પટેલ (પીપળાવ), અલ્પેશભાઈ પંકજભાઈ પટેલ (વડોદરા) અને સંજયભાઈ હીરાભાઈ પટેલ (ગોધરા) બિનહરીફ ચૂંટાયા હતા. ચૂંટાયેલ કમિટીના નવા સભ્યોની પ્રથમ મીટીંગ મંગળવારે સવારે મંદિરની બોર્ડ ઓફિસમાં મળી હતી. જેમાં બ્રહ્મચારી, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના 6 સભ્યોએ ડો. સંતવલ્લભદાસજી સ્વામીની ચેરમેનપદે અને દેવપ્રકાશ સ્વામીની કોઠારીપદે નિમણૂક કરી હતી. જ્યારે સંજયભાઈ શાંતિલાલ પટેલ (ભરૂચ)ની સેક્રેટરી તરીકે વરણી કરી હતી.

નવા હોદ્દેદારોનું ફુલહારથી સન્માન

ટેમ્પલ કમિટીના સૌ સભ્યોનું આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે ફુલહાર પહેરાવી તેઓનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન વડતાલ મંદિરના વડીલ સંતોએ નવા નિમાયેલા ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામી, કોઠારી દેવપ્રકાશ સ્વામી તથા અન્ય સભ્યોને ફૂલહાર પહેરાવી સન્માન કર્યુ હતું.

આ પણ વાંચોઃ  Surat : 40 કરોડના ખર્ચે નવો પુલ તૈયાર, 1 લાખથી વધુ મુસાફરોને મળશે ટ્રાફિકની સમસ્યાથી રાહત

Tags :
Acharyashri Rakesh Prasadji MaharajDevprakash SwamiDr. Santvallabhdasji SwamiGujarat FirstGUJARAT FIRST NEWSKothari of Vadtal TempleNew office bearers VadtalSanjay Patel BharuchSwaminarayan pilgrimage siteSwaminarayan sectTemple Committee 5-year termTemple committee meeting April 15VADTAL DHAMVadtal Dham newsVadtal Temple CommitteeVadtal Temple ElectionsVadtal temple management