ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

માતર MLAના જ ગામમાં કાયદો વ્યવસ્થા ચીંથરેહાલ, 4 દિવસ બાદ ગૂમ યુવકનો મળ્યો મૃતદેહ

માતરના ધારાસભ્ય છે Kalpesh Parmar અને કલ્પેશ પરમારનું ગામ છે ભલાડા. આ ગામમાં 4 દિવસ બાદ ગૂમ યુવકનો મળ્યો મૃતદેહ મળી આવ્યો છે. આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે અને કાયદો વ્યવસ્થા મુદ્દે ધારાસભ્ય Kalpesh Parmar ને ઘેર્યા છે. વાંચો વિગતવાર.
07:26 PM Apr 16, 2025 IST | Hardik Prajapati
માતરના ધારાસભ્ય છે Kalpesh Parmar અને કલ્પેશ પરમારનું ગામ છે ભલાડા. આ ગામમાં 4 દિવસ બાદ ગૂમ યુવકનો મળ્યો મૃતદેહ મળી આવ્યો છે. આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે અને કાયદો વ્યવસ્થા મુદ્દે ધારાસભ્ય Kalpesh Parmar ને ઘેર્યા છે. વાંચો વિગતવાર.
featuredImage featuredImage
Bhalada village, Gujarat First,

Kheda: માતર તાલુકાના ભલાડા ગામે ગૂમ થયેલ યુવકનો મૃતદેહ 4 દિવસે મળી આવ્યો છે. આ કિસ્સામાં પરિવારજનોએ કાયદો વ્યવસ્થા મુદ્દે હોબાળો મચાવ્યો છે અને મૃતદેહ સ્વીકારવાની ના પાડી છે. આ સમગ્ર કિસ્સામાં પરિવારજનો અને ગ્રામવાસીઓએ ધારાસભ્ય કલ્પેશ પરમારને ઘેરી લીધા છે. મહત્વની વાત એ છે કે ભલાડા ગામ ધારાસભ્ય Kalpesh Parmar નું ગામ છે. તેથી ધારાસભ્યના ગામમાં જ જો સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની આ સ્થિતિ હોય તો બીજા વિસ્તારની સ્થિતિ કેવી હશે તે જ મોટો પ્રશ્ન છે.

4 દિવસ અગાઉ ગૂમ થયો હતો યુવક

ખેડા જિલ્લાના માતર તાલુકાના ભલાડા ગામે 4 દિવસ અગાઉ યુવક ગૂમ થયો હતો. પરિવારજનો 4 દિવસથી તેને શોધતા હતા. આ ઘટનાની લીંબાસી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. આજે 4 દિવસ બાદ અવાવરું કુવામાંથી ગૂમ થયેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે આ સમગ્ર મુદ્દે પરિવારજનો અને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે. પરિવારજનોએ કુવામાંથી મૃતદેહ બહાર કાઢવાની ના પાડી છે. મૃતકના પિતા પ્રકાશ રાવલનો આક્ષેપ છે કે લીંબાસી પોલીસે તપાસમાં ઢીલી નીતિ અપનાવી છે. ગ્રામપંચાયત દ્વારા નાંખવામાં આવેલા CCTV પણ બંધ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

આ પણ વાંચોઃ  Ahmedabad City : હાઇકોર્ટમાં ગયેલા પત્રકારને ક્રાઈમ બ્રાંચ અમદાવાદે છ મહિના જુના કેસમાં ઉપાડ્યો

ધારાસભ્ય કલ્પેશ પરમારને ઘેર્યા

માતર તાલુકાના ભલાડા ગામે 4 દિવસથી એક યુવક ગૂમ થયો હતો. આ યુવક ગૂમ થવાની ફરિયાદ લીંબાસી પોલીસ મથકમાં નોંધાઈ હતી. જો કે પોલીસે તપાસમાં ઢીલી નીતિ દાખવી હોવાનો આરોપ મૃતકના પરિવારજનોએ લગાવ્યો છે. આ સમગ્ર ઘટનામાં મહત્વની બાબત એ છે કે ભલાડા ગામ માતરના ધારાસભ્ય Kalpesh Parmar નું મૂળ ગામ છે. આજે ધારાસભ્યના ગામમાં જ કાયદો વ્યવસ્થા કથળેલી હાલતમાં જોવા મળતા ગ્રામવાસીઓ અને સ્થાનિકોએ ધારાસભ્યને ઘેર્યા છે. પરિવારજનોએ કૂવામાં રહેલ મૃતદેહને બહાર કાઢવાની અને સ્વીકારવાની ના પાડી હોબાળો મચાવ્યો છે. પરિવારજનોએ ધારાસભ્યોને વેધક સવાલો કર્યા છે. જો ધારાસભ્યના ગામે જ સુરક્ષા અને કાયદો વ્યવસ્થા ચીંથરેહાલ હોય તો બીજા વિસ્તારોનું તો પુછવું જ શું ???

આ પણ વાંચોઃ  Kutch Triple Accident : બેફામ આવતી ST વોલ્વો બસે વર્તાવ્યો કહેર! વિદ્યાર્થિનીનું મોત, બેની હાલત ગંભીર

Tags :
Bhalada crime newsBhalada villageBody foundGujarat FirstGUJARAT FIRST NEWSKheda districtlaw and orderLimbasi police negligenceMatar MLA Kalpesh ParmarMatar talukaVillagers protest in Bhaladayouth missing