Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભગવાન શ્રીકૃષ્ણના બાળ સખા સુદામાજીના ચરણસ્પર્શ કરવા ભક્તો ઉમટ્યા

અહેવાલ- કિશન ચૌહાણ -પોરબંદર  ભારતમાં સુદામાજીનું એક માત્ર મંદિર પોરબંદર ખાતે આવેલું છે. આ મંદિરમાં અખાત્રીજના દિવસે સુદામાજીના ચરણ સ્પર્શ કરી દર્શનનો લાભ મળે છે. આજે  ર૩ એપ્રિલના રવિવારના રોજ અખાત્રીજ હોવાથી ભક્તજનો સવારે ૬ વાગ્યાથી  સુદામાજીના ચરણ સ્પર્શ કરવા...
ભગવાન શ્રીકૃષ્ણના બાળ સખા સુદામાજીના ચરણસ્પર્શ કરવા ભક્તો ઉમટ્યા

અહેવાલ- કિશન ચૌહાણ -પોરબંદર 

Advertisement

ભારતમાં સુદામાજીનું એક માત્ર મંદિર પોરબંદર ખાતે આવેલું છે. આ મંદિરમાં અખાત્રીજના દિવસે સુદામાજીના ચરણ સ્પર્શ કરી દર્શનનો લાભ મળે છે. આજે  ર૩ એપ્રિલના રવિવારના રોજ અખાત્રીજ હોવાથી ભક્તજનો સવારે ૬ વાગ્યાથી  સુદામાજીના ચરણ સ્પર્શ કરવા અને દર્શનનો લાભ લેવા ભકતોની લાંબી કતારો જોવા મળી હતી.ભક્તો આજે રાત્રે ૮ : ૩૦ સુધી ચરણસ્પર્શનો લાભ લઇ શકશે.

સુદામા મંદિરે આખાત્રીજના દિવસે ચરણર્સ્પશનો લાભ
પોરબંદરમાં દર વર્ષે માત્ર અખાત્રીજના દિવસે જ ભક્તોને નિજ મંદિરમાં સુદામાજીની મૂર્તિના ચરણ સ્પર્શ કરવાનો લાભ મળે છે.સમગ્ર ભારતમાં માત્ર પોરબંદરમાં જ કૃષ્ણના સખા સુદામાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની પરંપરા અનુસાર માત્ર અખાત્રીજના દિવસે જ ભક્તોને ગર્ભગૃહની અંદર પ્રવેશ કરીને સુદામાજીના ચરણ સ્પર્શ કરવાની તક મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો યાત્રાળુઓ સુદામાપુરી કી જય  બોલાવી હતી. ર૩ એપ્રિલના રવિવારના રોજ અખાત્રીજ હોવાથી ભક્તજનો સવારે ૬વાગ્યાથી  સુદામાજીના ચરણ સ્પર્શ કરવા અને દર્શનનો લાભ લેવા ભકતોની લાંબી કતારો જોવા મળી હતી.

Advertisement

સુદામા મંદિરમાં રાધાકૃષ્ણ,સદામાજી અને તેમના પત્ની સુશીલાજી બિરાજમાન
ભગવાન શ્રી કૃષ્ણના બાળસખા સુદામાજીના આજે આખાત્રીજ નિમીતે ચરણસ્પર્શ કરવાનો લાભ ભકતોને મળે છે. સુદામાં મંદિરના પટાગણમાં લખચોરાશી પ્રદક્ષીણા અને સુદામા કુંડ આવેલ છે. યાત્રિકો  લખચોરશીમંદિરમાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. સુદામાજીના ચરણ સ્પર્શ કરવાનું મહત્વ છે કે અખાત્રીજના પાવન દિવસે શ્રી સુદામાજી શ્રી કૃષ્ણ ભગવાનને મળવા માટે દ્વારિકા ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાજીના ચરણ પખાળ્યા હતા. જેથી દર વર્ષે અખાત્રીજના દિવસે સુદામા મંદિરે લોકો સુદામાજીના ચરણ સ્પર્શ કરવા માટે બહોળી સંખ્યામાં ઉપસ્થિત હોય છે. સુદામા મંદિરમાં રાધા-કૃષ્ણ, સુદામાજી અને તેમના પત્ની સુશીલાજી બિરાજમાન છે. બહારથી આવતા યાત્રાળુઓ આમ તો સામાન્ય દિવસોમાં પણ સુદામાજીના દર્શનનો લાભ લે છે. સુદામાપુરીની યાત્રાની છાપ પોતાના હાથ ઉપર અને વસ્ત્ર ઉપર લગાવીને દ્વારકા જાય છે. આ યાત્રાળુઓમાં રાજસ્થાનીઓની સંખ્યા વિશેષ હોય છે.

Advertisement

સુદામાએ ભેટ સ્વરૂપે કૃષ્ણને આપ્યા હતા તાંદુલ
અખાત્રીજના દિવસે સુદામા તેમના બાળપણના મિત્ર શ્રી કૃષ્ણ પાસે  મદદ લેવા ગયા હતા અને સાથે ભેટ સ્વરૂપે આપવા તેણે તેમની પોટલીમાં તાંદુલ લીધા હતા, જે ભગવાને ખૂબ ઉત્સાહથી ખાધા હતા. પરંતુ સુદામાએ તેમના ખચકાટને કારણે ભગવાન શ્રી કૃષ્ણ પાસે મદદ માંગી નહીં. તેઓ તેમની પાસેથી કંઈપણ માંગ્યા વિના તેમના ઘરે પાછા ફર્યા હતા, પરંતુ પાછા ફર્યા ત્યારે સુદામાએ જોયું કે તેમની જર્જરિત ઝૂંપડીની જગ્યાએ એક ભવ્ય મહેલ ઉભો છે અને તેમની ગરીબ પત્ની અને બાળકો સારા કપડાંમાં જોવા મળે છે. આ જોઈને સુદામા સમજી ગયા કે આ બધું શ્રી કૃષ્ણની કૃપાથી થયું છે. આ જ કારણથી અક્ષય તૃતીયા પર સાફ મને દાન અને પૂજાનું મહત્વ ગણાય છે. તેની સાથે ધન અને સંપત્તિના લાભ સાથે પણ જોડાયેલું છે.

મનુષ્ય લખચોરાશી ફેરા ફરે તો ભાવોભવ   ના પાપો માંથી મુક્તિ-મોક્ષ પ્રાપ્ત !
સુદામાપુરી ખાતે મંદિરના પટાંગણ માં પવિત્ર એવા શ્રી સુદામાજીના લખચોરાશીના ફેરા આવેલા છે જેને ગુજરાતી લોકો"ચોરાશી ના ફેરા” તરીકે તથા રાજસ્થાની લોકો "ચોરાસી ઝુણ” તરીકે ઓળખે છે. લખચોરાશી ફેરાનુ મહત્વ સમજાવતા સુદામા મંદિરના મહંત ધનશ્યામભાઇ રામાવતએ ગુજરાત ફર્સ્ટે સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે,લખચોરાશી માન્યતા એવી છે,માણસથી અજાણ્યા પાપ-દોષ થઇ ગયા હોય તે છુટે છે. સુદામાજી જયારે દ્વારિકા થી પરત ફરતી વેળા એ જયારે સુદામાપુરી ખાતે પરત ફરે છે ત્યારે  સુદામાજી ભૂલા પડી જાય છે અને પોતાની ઝુપડી શોધવા માંડે છે જે ઝુપડી માં શ્રી સુદામાજી પરિવાર સાથે જીવન વિતાવતા હતા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એ જયારે સુદામાજી સાથે લઇ ગયેલા "તાંદુલ” આરોગ્યા જેથી શ્રી સુદામાજીના ઝુપડી ના નિવાસસ્થાને કંચન-સોના મહેલો બની ગયેલા જેથી  સુદામાજી નિજ ઘરે પરત ફરી ને ભૂલા પડી જાય છે અને પોતાની ઝુપડી શોધવા માંડે છે. એ મુજબ જ્યાં જ્યાં સુદામાજી એ પગ મુક્યા ત્યાં ત્યાં ચોરાશી ના ફેરા બનતા ગયા અને  સુદામાજી એ ભોગવેલ દરિદ્રતા-ગરીબી-નાના મોટા કીડી મકોડી મારવાના પાપ વગરે. જેવા પાપો માંથી મુક્તિ-મોક્ષ મળતા ગયા અને જે ચોરાશી ના ફેરા તરીકે ઉદભવ થયો . જેથી એવી લોકવાયકા છે કે મનુષ્ય પણ જો આ ચોરાસી ના ફેરા ફરે તો એમને પણ મનુષ્ય ના ૮૪ અવતારો માંથી મુક્તિ મળી જાય છે અને ભાવોભવ ના પાપો માંથી મુક્તિ-મોક્ષ પ્રાપ્ત થાય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.