Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji: ભાદરવી પૂનમના મહાકુંભમાં ભક્તોનું ઘોડાપૂર, આજે 4.89 લાખ શ્રદ્ધાળુએ મા અંબાના દર્શન કર્યા

Ambaji માં ત્રણ દિવસમાં 9.88 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન મંદિરમાં અત્યાર સુધીમાં 11.08 ગ્રામ સોનાની આવક ત્રણ દિવસમાં મંદિર પર કુલ 1220 ધજારોહણ કરાઈ Ambaji: અંબાજીમાં અત્યારે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે. ભાદરવી પૂનમના મેળાને...
ambaji  ભાદરવી પૂનમના મહાકુંભમાં ભક્તોનું ઘોડાપૂર  આજે 4 89 લાખ શ્રદ્ધાળુએ મા અંબાના દર્શન કર્યા
  1. Ambaji માં ત્રણ દિવસમાં 9.88 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
  2. મંદિરમાં અત્યાર સુધીમાં 11.08 ગ્રામ સોનાની આવક
  3. ત્રણ દિવસમાં મંદિર પર કુલ 1220 ધજારોહણ કરાઈ

Ambaji: અંબાજીમાં અત્યારે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે. ભાદરવી પૂનમના મેળાને લઈને માઈભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. Ambaji માં ભાદરવી પૂનમના મહાકુંભમાં અત્યારે ભક્તોનું ઘોડાપૂર આવી રહ્યું છે. ત્રણ દિવસમાં જ 9.88 લાખ માઈભક્તો દર્શનાર્થે અંબાજીમાં આવ્યાં છે. મંદિરમાં આવેલા દાનની વાત કરવામાં આવે તો, મંદિરમાં અત્યાર સુધીમાં 11.08 ગ્રામ સોનાની દાનની આવક થઈ છે. માત્ર ત્રણ દિવસમાં જ મંદિર પર કુલ 1220 ધજારોહણ કરાઈ છે.

Advertisement

કુલ 7.55 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદનું વિતરણ

આજની વાત કરવામાં આવે તો, આજે 4.89 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. આ સાથે ભોજનશાળામાં 1.77 લાખ યાત્રિકોએ લાભ લીધો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, કુલ 7.55 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ છેલ્લા બે દિવસમાં 15,528 પેકેટ ચીકીનું વિતરણ કરાયું છે. અંબાજીમાં આવતા શ્રદ્ધાળુઓમાં અત્યારે મેળાને લઈને પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement

બે દિવસમાં 15,528 પેકેટ ચીકીનું વિતરણ કરાયું

નોંધનીય છે કે, ભાદરવી પૂનમના મહાકુંભમાં ભક્તોનો ઉમંગ અને શ્રદ્ધા જોવા મળી રહીં છે. પાછલા બે દિવસમાં આશરે 4.98 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા, જેમાં આજે જ 3.05 લાખ ભાવિકોએ મંદિરમાં મુલાકાત લીધી હતી. આ મેળામાં શ્રદ્ધાળુઓના આત્મવિશ્વાસ અને તેમના પ્યારના દ્રષ્ટિપ્રકાશ પર પણ યથાર્થ સ્વાગત છે. મંદિરમાં દર્શનના અભ્યાસને પોષણ આપતી આ ભવ્ય પ્રસંગ દરમિયાન, અત્યાર સુધીમાં 11.08 ગ્રામ સોનાની આવક નોંધાઈ છે. શ્રદ્ધાળુઓની ભક્તિ અને દાનની ભાવના આવકના આ આંકડામાં દેખાય છે. પાછલા બે દિવસમાં મંદિર પર 521 ધજારોહણ કરાઈ હતી, જે આ ધાર્મિક પ્રસંગની પવિત્રતાને વધુ સુશોભિત કરે છે.

Advertisement

Tags :
Advertisement

.