Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch : ભુજમાં વડીલો માટે નિર્માણ પામેલ દાદા-દાદી પાર્કની દયનિય હાલત

શહેરમાં આવેલ દાદા દાદી પાર્ક સાંઘી એકમ દ્વારા વર્ષ 2005 માં બનાવવામાં આવ્યું હતું, આરંભે સુરા જેવી પરિસ્થિતિ થઈ, પ્રારંભમાં દાદા દાદી પાર્કની દેખરેખ સારી રહેતી હતી તેમજ સિનિયર સિટીઝનને સવારે દૂધ અને નાસ્તો પણ આપવામાં આવતો હતો અને વાંચન...
kutch   ભુજમાં વડીલો માટે નિર્માણ પામેલ દાદા દાદી પાર્કની દયનિય હાલત

શહેરમાં આવેલ દાદા દાદી પાર્ક સાંઘી એકમ દ્વારા વર્ષ 2005 માં બનાવવામાં આવ્યું હતું, આરંભે સુરા જેવી પરિસ્થિતિ થઈ, પ્રારંભમાં દાદા દાદી પાર્કની દેખરેખ સારી રહેતી હતી તેમજ સિનિયર સિટીઝનને સવારે દૂધ અને નાસ્તો પણ આપવામાં આવતો હતો અને વાંચન માટે ન્યૂઝપેપરો આવતા હતા. પરંતુ આજે હાલત દયનીય બની જવા પામી છે.

Advertisement

ખુરશી ચોરાઈ ગઈ

અહીં બાંકડા તૂટી ગયા છે ,લાઈટો પણ નીકળી ગઈ છે. દાદા દાદી પાર્કમાં આવતા સંસ્થાની ખુરશીઓ ચોરાઇ ગઈ છે. બીજી બાજુ દાદા દાદી પાર્ક ના ગેટ પર દબાણો જોવા મળે છે. ગેટમાંથી અવર-જવર થઈ શકતી નથી. વાહન પાર્કિંગની જે વ્યવસ્થા હોય ત્યાં નાના-મોટા ધંધાર્થીઓએ પોતાની રેકડીઓ મૂકી દબાણ કરી લીધું છે.

Advertisement

પાર્ક ફરતે દબાણ

Advertisement

પાર્કને ફરતે નગરપાલિકા દ્વારા લોખંડના બાંકડા બેઠક માટે મૂકવામાં આવ્યા હતા જે આ દબાણ કરનાર રેકડી વાળાઓ પોતાના ગ્રાહકની આગતા સ્વાગતા માટે ઉપયોગ કરી રહ્યા છે અને ગેટની એક બાજુ શેરડીનો સંચો અને બીજી બાજુ ઠંડા પીણાની લારીઓ ખડકી દેવાઈ છે તેમજ વધારાનો સામાન ગેટ પાસે વચોવચ મૂકી દેવાયો છે.

કૃષ્ણકાન્ત ભાટિયા સ્થાનિક રહેવાસીના કહેવા મુજબ

વયોવૃદ્ધ નાગરિકોને પીવા માટે પાણીનો વોટર કુલર રખાયો હતો જે હાલ ભંગાર હાલતમાં છે ,જ્યારે પાર્કની અંદર આવેલ સૌચાલયની હાલત બદતર થઈ છે અને સૌચાલયની ગંધ આખા રોડ સુધી ફેલાય છે. , એક સમયે એવો હતો કે માત્ર સિનિયર સિટીઝનને જ અંદર એન્ટ્રી થતી હતી અને આજે ગમે તે વ્યક્તિ અંદર આવે છે.

શૌચાલયમાં લોકો ગંદકી કરી અને જતા રહે છે, કોઈ પૂછનારું નથી

પાર્કની અંદર લાઈટ પણ અજાણ્યા ઈસમો કાઢી ગયા છે , સાંજે અંધારપટ થતાં લાઈટ ના અભાવે વડીલોને ફરજિયાત ઘર ભેગા થવું પડે છે. વયોવૃદ્ધ નાગરિકો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆતો કરાઇ છે પણ કોઈ ધ્યાન અપાતું નથી માત્ર આશ્વાસન અપાય છે જે એકમને જવાબદારી સોંપાઈ હતી તેના દ્વારા હાલ દયાન દોરાતું ન હોવાનો આક્ષેપ કરાયો છે.

શું કહે છે નગરપાલિકા

ભુજ નગરપાલિકાના નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરના જણાવ્યા પ્રમાણે પાલિકા નિયમિત સફાઈ કરે છે પણ કબજો હજુ તેમની પાસે નથી ત્યારે બીજી તરફ ભુજ વિસ્તાર વિકાસ સતામંડળ પણ આ અંગે સ્પષ્ટ થતું નથી ત્યારે હવે આવનારા દિવસોમાં પાર્કનો નિભાવ થાય છે કે પછી હાલત જૈસે થે, રહે તે આવનારો સમય જ કહેશે.

અહેવાલ - કૌશિક છાયા, કચ્છ

આ પણ વાંચો : SAVARKUNDLA : શેરડીનું ફાર્મ બન્યું સિંહ પરિવારનું કાયમી સરનામું, જુઓ VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.