Deesa : ભયંકર અકસ્માત! 3 વાહન અથડાતાં વિકરાળ આગ લાગી, 2 નાં મોત, જુઓ Video
- Deesa નાં ઝેરડા-કુચાવાડા રોડ પર અકસ્માત
- બે ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત
- અકસ્માતમાં ત્રણ વાહનોમાં લાગી ભીષણ આગ
- ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
બનાસકાંઠા જિલ્લાનાં ડીસા તાલુકાનાં (Deesa) ઝેરડા-કુચાવાડા રોડ પર ગોઝારા અકસ્માતની ઘટના બની છે. બે ટ્રેલર અને કાર ધડાકાભેર અથડાતાં ત્રણેય વાહનોમાં ભીષણ આગ લાગી હતી અને ધુમાડાનાં ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. આ ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી પણ સામે આવી છે. ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ પણ સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે.
આ પણ વાંચો - Ahmedabad : 'ટપાલ' અભિયાન બાદ TET-TAT પાસ ઉમેદવારોનું 'આવેદન પત્ર' અભિયાન!
બે ટ્રેલર અને કાર ધડાકાભેર અથડાતાં આગ લાગી, 2 નાં મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસાનાં (Deesa) ઝેરડા-કૂચાવવાડા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. અહીં, બે ટ્રેલર અને કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાતાં ત્રણેય વાહનોમાં આગ લાગી હતી. જોતા જોતા આગ એટલી વિકરાળ બની કે ધુમાડાનાં ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને વાહનોમાં સવાર લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં બે લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Kandla Ports : ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ગુજરાતનું મહત્ત્વપૂર્ણ પગલું, ઈલેક્ટ્રોલાઈઝર્સનાં કન્સાઈનમેન્ટનું ફ્લેગ ઑફ
આગની ચપેટમાં આવતા વાહનો બળીને ખાખ થયા
અકસ્માતની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ (Deesa Taluka Police) અને ફાયર વિભાગની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે આગની ચપેટમાં આવેલા વાહનો પર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે, પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત અને આગનાં કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર અટકાવાયો હતો. જ્યારે આગની ચપેટમાં આવતા વાહનો બળીને ખાખ થયા છે.
આ પણ વાંચો - Health Workers Strike : આરોગ્યકર્મીઓની હડતાલ અંગે સરકારનું મોટું એક્શન!