Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Danta: મોડેલ રોકેટ્રી વર્કશોપ હેઠળ સપનાની ઉડાન

Danta: દાંતા(Danta)  તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે. આ તાલુકામાં સૌથી વધુ આદિવાસી સમાજ વસવાટ કરે છે. અંબાજી નજીક આવેલા ચીખલા સરકારી પ્રાથમીક શાળામાં ગ્રીન માર્બલ અંબાજી, અંબાજી સ્ટોન ડેકોર પ્રા.લી.અને શ્રી જયંતીલાલ ડાહ્યાભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચીખલા પ્રાથમીક...
danta  મોડેલ રોકેટ્રી વર્કશોપ હેઠળ સપનાની ઉડાન

Danta: દાંતા(Danta)  તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે. આ તાલુકામાં સૌથી વધુ આદિવાસી સમાજ વસવાટ કરે છે. અંબાજી નજીક આવેલા ચીખલા સરકારી પ્રાથમીક શાળામાં ગ્રીન માર્બલ અંબાજી, અંબાજી સ્ટોન ડેકોર પ્રા.લી.અને શ્રી જયંતીલાલ ડાહ્યાભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચીખલા પ્રાથમીક સરકારી શાળાના ધોરણ 7 અને 8 ના બાળકોને પ્રથમભાઈ આંબળા દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓછા સનસાધનો દ્વારા રોકેટ મોડેલ બનાવવાની રીત વિષે અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ધોરણ 7 અને 8 ના બાળકોની કુલ સંખ્યા પ્રમાણે 4 - 4 વિદ્યાર્થીઓના ગ્રુપ બનાવીને દરેક ગ્રુપ પૈકી એક રોકેટ મોડેલ તૈયાર કરવામાં આવ્યુ હતુ.

Advertisement

3 કલાકમાં શીખીને જાતેજ રોકેટ બનાવ્યા

આ માટેની સંપુર્ણ સાધન સામગ્રી સંસ્થા દ્વારા અપાઈ હતી,ત્યારબાદ પ્રથમભાઇના માર્ગદર્શન હેઠળ બાળકોએ અંદાજે 3 કલાકમાં શીખીને જાતેજ રોકેટ બનાવ્યા હતા. Dantaમાં લોકોએ બનાવેલા રોકેટ હેલીપેડ ખાતે ઉડાડવામાં આવ્યા હતા. બીરેન જે પટેલ અને જાગૃતિબેન પટેલ સહીત ચીખલા સરકારી શાળાના આચાર્ય ,શિક્ષકો અને ગામના લોકો ખાસ હાજર રહ્યા હતા. રોકેટ બનાવવામાં શાળાના બાળકોને કાગળ સહિત સામગ્રી આપવામાં આવી હતી. બાળકોએ પહેલા રોકેટ બનાવવાની ટ્રેનીંગ શાળામાં લીધી. ત્યારબાદ બાળકોએ શાળામાં કાગળ સહિતની વસ્તુઓ વડે 40 જેટલા રોકેટ બનાવ્યા અને રોકેટ બનાવ્યા બાદ રોકેટ ઉડશે કે નહિ તેની ખાતરી કરવા બાળકો શાળાના સ્ટાફ સાથે ચીખલા હેલિપેડ પર આવ્યા હતા. જ્યાં તેમને પોતે બનાવેલા રોકેટ ઉડાડીને ખુશી વ્યક્ત કરી હતી.

Advertisement

પ્રથમભાઈ આંબળાનો પરીચય

તેઓ 1987 થી મોડેલ રોકેટ સાથે સંકળાયેલા છે .11 વર્ષની ઉંમરથી સોલીડ ફ્યુઅલ મોડેલ રોકેટ તેમજવોટર બૂસ્ટર રોકેટ બનાવેલ છે. અત્યાર સુધીમા લગભગ 1 લાખથી વધુ મોડેલ રોકેટ બનાવીને ઉડાડવામાં સફળ રહ્યા છે. જેમને જાન્યુઆરી 2004 મા ભારત મા પ્રથમવખત મોડેલ રોકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જુલાઈ 2011 મા તેમને શિકાગો ,યુએસએ મા યોજાયેલા વર્લ્ડ કપ મા સિલ્વર મેડલ જીત્યો હતો.

Advertisement

સિલ્વર મેડલ જીતનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય

આંતર રાષ્ટ્રીય રોકેટ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતનાર તે પ્રથમ અને એકમાત્ર ભારતીય છે. તેઓ સમગ્ર ભારતમા,વિવિધ શાળાઓ,કોલેજો અને સરકારી તેમજ બિન સરકારી સંસ્થાઓ સાથે મળીને વિવિધવર્કશોપ,ડેમો સ્ટ્રેશન પ્રોગ્રામ,સેમિનાર અને મોડેલ રોકેટના પ્રદર્શનનું આયોજન કરીને મોડેલ રોકેટ અને અવકાશ વિજ્ઞાન માં વિધાર્થીઓની રુચિ વિકસાવવામા સતત પ્રયાસ કરી રહ્યા છે. પ્રથમભાઇએ ગુજરાતી ભાષામાં "મોડેલ રોકેટ એક સપનાની ઉડાન" પુસ્તક લખ્યું છે. થોડા સમય પેહલા આ પુસ્તક લખવા માટે તેમનું નામ "ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ - 2022" માં નોંધાયું છે. આ તેમનો ત્રીજો નેશનલ રેકોર્ડ્સ છે. આ સિવાય તેમનું નામ "લિમકા બુક ઓફ રેકોર્ડ્સ - 2006" અને "ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ - 2011"માં પણ નોંધાયેલ છે.

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી

આ પણ વાંચો - Junagadh ખાતે ભાજપનું કાર્યકર્તા સંમેલન, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

Tags :
Advertisement

.