Rajkot: ઉપલેટામાં વરસાદથી ખેડૂતોને નુકસાન, સર્વે કરી વળતર ચુકવવા ખેડૂતોની માંગ
- પૂરના કારણે ઉપલેટા તાલુકાના અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા
- અતિવૃષ્ટીને કારણે ખેડૂતોનો તમામ પાક સદંતર નિષ્ફળ ગયો
- નુકસાનીનો સર્વે કરી વળતર ચુકવવામાં આવે તેવી ખેડૂતોની માગ
- Rajkotના ઉપલેટા તાલુકાના ખેડૂતો અને પશુપાલકોને પણ થયું ભારે નુકસાન
Rajkot: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત પડેલા અતિ ભારે વરસાદ અને ઉપલેટા તાલુકાના તમામ ડેમોમાંથી છોડેલા પાણીના પુરથી સમગ્ર તાલુકાના અનેક ખેતરો અને જમીનોનું ધોવાણ થયું છે. ખેડૂતોએ વાવેતર કરેલ સમગ્ર મોલ ભારે વરસાદથી સદંતર નષ્ટ થયો છે. નીચાણવાળા અનેક વિસ્તારો, ખેતરો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ઘુસ્યા છે. જેથી લોકોને ઘરવખરી સહિતની મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. તેમજ ખેડૂતોને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેમાં ખેડૂતોના તમામ પાકો સદંતર નિષ્ફળ ગયા છે. જેને લઈ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે.
આ પણ વાંચો: 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના, પોલીસે માત્ર 9 દિવસમાં 470 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી
લીલો દુઃષ્કાળ ગ્રસ્ત જાહેર કરી વળતર ચૂકવવા રજૂઆતો કરી
આ નુકસાનીમાં હાલ ખેડૂતો પાસે ફરી બીજા વાવેતર કરવા માટે પણ જોઈતી મૂળી રહી નથી. આવી તમામ ખેડૂતોની માંગણીને ધ્યાને લઇ ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સહિત તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન આપી વહેલામાં વહેલી તકે ઉપલેટા તાલુકામાં કાયદેસર સર્વે કરી ખેડૂતોને વહેલું વળતર ચુકવવામાં આવે જેથી કરીને આવનારા પાકોનું વાવેતર કરી શકે છે. આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વશોયાએ સરકાર સમક્ષ રજૂઆત કરી ઉપલેટા તાલુકામાં ખેડૂતો સહિત પશુપાલકો અને અન્ય પુરથી થયેલ અન્ય લોકોને ગયેલ નુક્સાનીનું સર્વે કરી સમગ્ર વિસ્તારને લીલો દુઃષ્કાળ ગ્રસ્ત જાહેર કરી વળતર ચૂકવવા રજૂઆતો કરી હતી.
આ પણ વાંચો: ‘જૂનાગઢ પાકિસ્તાનનું છે’ પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચનો બફાટ
આગામી 11 તારીખ સુધી વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ 11 તારીખ સુધી વરસાદ થવાનો છે. ગયા વર્ષ કરતા પણ આ વખતે સારો એવો વરસાદ થયો છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારો અત્યારે પાણીના કારણે અનેક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad : કરોડોની કિંમતનું ડ્રગ્સ ટ્રકમાં ભરી ઓડિશાથી ત્રણ શખ્સો અમદાવાદ આવ્યા અને..!