Dahod: ચોમાસાના આગમન પહેલા જળસંકટ, રહીશો વેચાતું પાણી લાવવા માટે મજબૂર
આ પણ વાંચો:ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે પાણીની સમસ્યાઓ થઈ રહીં છે. નોધનીય છે કે, ઉનાળો હવે પૂર્ણ થવાના આરે છે. આગામી 24 કલાકમાં જ ચોમાસુ શરૂ થઈ રહ્યું છે. પરંતુ જ્યા સુધી વરસાદ ના થાય ત્યા સુધી લોકો પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દાહોદમાં અત્યારે પાણીની વિકટ સમસ્યા આવીને ઊભી છે. નોંધનીય છે કે, દાહોદ (Dahod)ના કેટલાક વિસ્તારોમાં અત્યારે પાણીનું સંકટ જોવા મળ્યું છે. લોકો પીવાના પાણી માટે પણ વલખ મારી રહ્યા છે.
પાણીના મીટરો શોભાના ગાઠીયા સમાન સાબિત થયા
વિગતે વાત કરવામાં આવે તો, દાહોદ (Dahod) શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થતાં રહીશોની ખુશીનો પાર નહોતો. 2017થી સ્માર્ટ સિટી અંતર્ગત વિવિધ પ્રોજેકટની કામગીરી શરૂ થઈ છેય જે અત્યાર સુધી ચાલી રહી છે શહેરમાં 24 કલાક પાણી આપવાની પણ જાહેરાત થઈ હતી. નોંધનીય છે કે, તેને પગલે પાણીના મીટરો પણ લગાવવામાં આવ્યા હતા. પરંતુ આજદિન સુધી મીટરો શોભાના ગાઠીયા સમાન સાબિત થયા છે. મીટરો લગાવીને સરકારી નાણાંનો દૂરઉપયોગ થયો હોય તેવું સાબિત થયું છે.
પાણી આવે તો પણ માંડ માત્ર પાંચ મિનિટ આવે
નોંધનીય છે કે, શહેરના અનેક વિસ્તારોના રહીશો પાણી ની સમસ્યા નો સામનો કરી રહયા છે ત્યારે પ્રસારણ નગરમાં રહીશો ના નળ માં પાણી જ નથી આવતું રહીશો નું કહેવું છે કે એકેય વખત નળમાં પાણી નથી આવ્યું અને પાણી આવે તો પણ માંડ પાંચ મિનિટ આવે છે. જેના કારણે લોકોને મજબૂરીમાં પોતાના ખર્ચે પાણીનું ટેન્કર મંગાવું પડે છે. તેમજ રિક્ષામાં પાણીનો ડ્રમ ભરીને લાવવું પડે ત્યારે પાણીના પ્રશ્નને લઈ અનેક વખત રજૂઆત કરવા છ્તા પણ સમસ્યાનું નિવારણ આવ્યું નથી.
શહેરના નાગરિકો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત
આ મામલે પાલિકાના પ્રમુખ ગોપી દેસાઈને પૂછતા તેઓ આ બાબતે અજાણ હોવાનું કહી હાથ અધ્ધર કરી દીધા હતા. સ્માર્ટ સિટીના નામે પ્રજાને પ્રલોભનો તો આપવામાં આવ્યા છે પરંતુ સુવિધાના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે શહેરના નાગરિકો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત જોવા મળી રહ્યા છે. 24 કલાક પાણી તો દૂર ની વાત છે પરંતુ 24 કલાકમાં એક વખત પાણી મળે તો પણ રહીશો માટે ઘણીમોટી વાત છે.