Dahod: પાણીના વહેણમાં કાર તણાઈ કાર, બેનો બચાવ જ્યારે બે લોકોની નથી મળી કોઈ ભાળ
- દાહોદના માતવા ખાતે મોડી રાત્રે બની આ ઘટના
- ઈકો કાર પાણીના પ્રવાહ માં તણાઈ બે લોકો ડુબ્યાની આશંકા
- લાપત્તા લોકોની તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરાઇ
Dahod: દાહોદ (Dahod)ના માતવા ખાતે મોડી રાત્રે ઈકો કાર પાણીના પ્રવાહમાં તણાઈ જતા કારમાં સવાર ચાર પૈકી બે ઈસમો મળી આવ્યા હતા. જ્યારે બે ઈસમો લાપત્તા થતાં શોધખોળ હાથ ધરાઇ છે. નોંધનીય છે કે, દાહોદ (Dahod) જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે નદી નાળા છલકાઈ ગયા તેવા સમયે ગરબાડા તાલુકાના માતવા ગામમાં રાતના સમયે પસાર થઈ રહેલી ઈકો કાર તળાવના કોતર ઉપર બનાવેલ નાળા ઉપરથી પલ્ટી મારી પાણીમાં ખાબકી હતી.
આ પણ વાંચો: Amreli: સિંહની અનોખી મૈત્રી, ખેડૂતના કપાસના પાકનો રક્ષક બની ગયો વનરાજ
આસપાસના લોકો દોડીએ બચાવ કામગારી હાથ ધરી
ઉલ્લેખનીય છે કે, પાણીના પ્રવાહમાં કાર તણાવા લાગી હતી. બનાવને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને બચાવવાનો પ્રયાસ હાથ ધરી દીધી હતી. આ સાથે તંત્રને જાણ કરતા દાહોદ (Dahod) પ્રાંત કચેરીની ટીમ, ગરબાડા મામલતદાર, પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હતી જેમાં કારમાં સવાર ચાર ઈસમો પૈકી બે લોકો સલામત મળી આવ્યા હતા.
આ પણ વાંચો: VADODARA : દેવ ડેમ છલકાયો, 25 ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના
બે લોકો લાપત્તા થતા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, જેસીબીની મદદથી કાર પાણીમાંથી બહાર કાઢી હતી પરંતુ કારમાં સવાર અન્ય બે લોકો લાપત્તા થતા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે, કેટલાય કલાકોની મહેનત બાદ પણ બંનેની ભાળ નથી મળી. જેથી હાલ તંત્ર દ્વારા બંને ઈસમોની શોધખોળ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
અહેવાલઃ સાબિર ભાભોર, દાહોદ
આ પણ વાંચો: Gondal Lok Mela: લોકમેળાને સંતો, મહંતો,ધારાસભ્ય, ડે. કલેકટરના હસ્તે ખુલ્લો મુકાયો