Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dabhoi : ડભોઇમાં ગુસાઈજીની ૫૦૯ મી જન્મ જયંતિની ઉજવણી કરાઇ

અહેવાલ - પીન્ટુ પટેલ | Dabhoi : પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગતગુરુ વિશ્વવંદનીય શ્રી વલ્લભાચાર્યજીના દ્વિતિય પુત્ર આચાર્યશ્રી વિઠ્ઠલનાથજી ભગવાનને વિશ્વભરમાં વસતા કરોડો વૈષ્ણવ પરિવારજનોએ આ મહાન વિભૂતિને ગુસાઈજીના નામે પૂજન કરે છે. નગરમાં વિવિધ જગ્યાએથી શોભાયાત્રાઓ નિકળી હતી. ગુસાઇજીના  જન્મ...
dabhoi   ડભોઇમાં ગુસાઈજીની ૫૦૯ મી જન્મ જયંતિની ઉજવણી કરાઇ
અહેવાલ - પીન્ટુ પટેલ | Dabhoi : પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગતગુરુ વિશ્વવંદનીય શ્રી વલ્લભાચાર્યજીના દ્વિતિય પુત્ર આચાર્યશ્રી વિઠ્ઠલનાથજી ભગવાનને વિશ્વભરમાં વસતા કરોડો વૈષ્ણવ પરિવારજનોએ આ મહાન વિભૂતિને ગુસાઈજીના નામે પૂજન કરે છે. નગરમાં વિવિધ જગ્યાએથી શોભાયાત્રાઓ નિકળી હતી. ગુસાઇજીના  જન્મ જયંતી મહોત્સવના મુખ્ય મનોરથી વડોદરાના ચંદ્રગોપાલ ગોવિંદલાલ ગાંધી અને મીનાક્ષીબેન ગાંધી છે. ડભોઇ નગરના વૈષ્ણવોએ ભારે ઉત્સાહભેર અને ઉમંગથી ધાર્મિક વાતાવરણમાં આજરોજ જન્મ જયંતી ધામધૂમથી ઉજવી હતી.
Dabhoi shobhayaatra

Dabhoi shobhayaatra

Advertisement

હવેલીઓને ફુલહાર અને ડેકોરેશન વડે શણગારવામાં આવી હતી

ડભોઇ નગરમાં વસતા દશાલાડ સમાજના જ્ઞાતિજનો અને ઝારોલાસમાજ ના જ્ઞાતિજનો દ્વારા આ ઉત્સવ ધાર્મિક ભક્તિભાવથી આજરોજ ઉજવ્યો હતો. દર્ભાવતિ નગરીમાં વસતા હજારો ઉપરાંત વૈષ્ણવોએ શ્રી ગુંસાઈજીની જન્મ જયંતી નિમિત્તે ડભોઇ ઝારોલાવાગામાં આવેલ શ્રી દ્વારકાધીશ મંદિર, વિશાલલાડ વાગામાં આવેલ શ્રીનાથજીની હવેલી તેમજ ઉમા સોસાયટીમાં આવેલ છોટા દ્વારકાધીશની હવેલીમાં સવારથી જ મંગળવધો અને વધાઈથી ગાજી ઉઠી હતી. હવેલીઓને ફુલહાર અને ડેકોરેશન વડે શણગારવામાં આવી હતી. ઝારોલા વાગામાં આવેલ શ્રી દ્વારકાધીશ હવેલીમાં સવારના દસ કલાકે સોનાના પલનાના મનોરથના દર્શન તથા રાજભોગ માં ૧૧.૩૦ કલાકે તિલકના દર્શન થતા હજારો વૈષ્ણવોએ આ દર્શનનો અમૂલ્ય લ્હાવો લીધો હતો.
આજરોજ સાંજના ડભોઇના ઝારોલાવાગાના પરમ ભગવદીય વૈષ્ણવ બાલકૃષ્ણ એમ. શાહના નિવાસ્થાનેથી નીકળેલ શોભાયાત્રામાં હજારો વૈષ્ણવો કેસરી રંગના ઉપરાના ઓઢીને જોડાયા હતા. જ્યારે મહિલાઓએ માથે કળશ લીધા હતા. આ શોભાયાત્રામાં સજાવેલી શ્રી ગુંસાઈજીની છબી પધરાવી હતી. શોભાયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. શોભાયાત્રા ટાવર પાસે આવી પહોંચતાં મહિલાઓએ ગરબા ની ભવ્ય રમઝટ બોલાવી હતી. અને સુંદર આતશબાજી કરવામાં આવી હતી.

Dabhoi માં યોજાઇ ભવ્ય શોભાયાત્રા 

આ શોભાયાત્રા જોવા માટે રાજમાર્ગો પર લોકો ઉમટી પડ્યા હતા. દ્વારકાધીશ હવેલી એ શોભાયાત્રા આવી પહોંચતા મનોરથી ચંદ્ર ગોપાલ ગાંધી અને મીનાક્ષીબેન ગાંધી દ્વારા શોભાયાત્રાને ફૂલોવડે વધાવી હતી. આજ રીતના નગરમાં દશાલાડ સમાજના જ્ઞાતિજનો દ્વારા શોભાયાત્રા નિકળી હતી. આ બંને શોભાયાત્રાઓએ નગરમાં ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું. જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે દ્વારકાધીશ હવેલી ખાતે દરરોજ પાઠનું સ્મરણ કરવામાં આવતું હતું.  તેમજ અખંડ દીપ પ્રગટાવવામાં આવ્યો હતો. શોભાયાત્રા પૂરી થયા બાદ રાત્રિના  પ્રસાદી લેવા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.ત્રણેવ વૈષ્ણવ મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા.
ડભોઇ નગરમાં વૈષ્ણવ સમાજ દ્વારા ગુસાઇજીની ૫૦૯ મી જન્મ જયંતી શ્રદ્ધાભેર ઉજવવામાં આવી હતી. આજરોજ ઝારોલાવાગાના પરમ ભગવદીય વૈષ્ણવ બાલકૃષ્ણ શાહના નિવાસસ્થાનેથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં બિરાજમાન શ્રી ગુસાઇજીની છબી તસવીરમાં નજરે પડે છે બીજી તસવીરમાં શોભાયાત્રામાં કેસરી રંગના ઉપરાણા ઓઢીને જોડાયેલ વૈષ્ણવ મહિલાઓ તસવીરમાં નજરે પડે છે.
Tags :
Advertisement

.