Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dabhoi : બહેનને મળવા ગયેલા ભાઈનું રહસ્યમય મોત, ઓરસંગ નદીના પટમાંથી મળ્યો મૃતદેહ

વડોદરા જિલ્લાના ડભોઇ (Dabhoi) તાલુકાના કરણેટ પાસેથી પસાર થતી ઓરસંગ નદી (Orsang river) ના પટ માંથી એક યુવાનનો મૃતદેહ (Dead body) મળી આવ્યો હતો. જેને લઈ ને સ્થાનિક રહીશો (local residents) દોડી આવ્યા હતા. સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.જાણવા...
dabhoi   બહેનને મળવા ગયેલા ભાઈનું રહસ્યમય મોત  ઓરસંગ નદીના પટમાંથી મળ્યો મૃતદેહ

વડોદરા જિલ્લાના ડભોઇ (Dabhoi) તાલુકાના કરણેટ પાસેથી પસાર થતી ઓરસંગ નદી (Orsang river) ના પટ માંથી એક યુવાનનો મૃતદેહ (Dead body) મળી આવ્યો હતો. જેને લઈ ને સ્થાનિક રહીશો (local residents) દોડી આવ્યા હતા. સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.જાણવા મળતી માહિતી મુજબ આ યુવાન પોતાની બહેનને મળી પરત ફરી રહ્યો હતો. પરંતુ આ યુવાને આપઘાત (Suicide) કર્યો છે કે અકસ્માતે મોત (Death) નિપજ્યું છે. જે રહસ્ય અકબંધ છે. પરંતુ તે પોલીસે આ અંગે વધુ તપાસ હાથધરી છે.

Advertisement

મોત અંગે તકૅ વિતૅક

પોલીસે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે નરેશ વસાવા (Naresh Vasava) પોતાની મોટરસાઇકલ (Motorcycle) લઈને બહેનને મળવા માટે ગયો હતો. ત્યારબાદ પરત ફરતી વખતે કરણેટ ઓરસંગ નદી બ્રિજ (Orsang river bridge) ની નીચેથી મૃતદેહ (Dead Body) મળી આવ્યો હતો. પરંતુ આ યુવાને બ્રિજ ઉપરથી છલાંગ લગાવી આપઘાત કર્યો કે પછી અકસ્માતે મોત નિપજ્યું એ વાત હાલ અકબંધ છે. પરંતુ પોલીસે આ અંગે વઘુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ઘટનાસ્થળે

જાણવા મળતી માહિતી મુજબ ડભોઇ (Dabhoi) તાલુકાના તણખલા ગામે રહેતા નરેશ રમેશભાઈ વસાવા (ઉ.વ.25)નો કરણેટ ઓરસંગ નદી (Orsang river) ના પટમાંથી તેનો મૃતદેહ (Dead Body) મળી આવ્યો હતો. આ અંગેની જાણ ડભોઇ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લાશ ઉપર કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ (Post-mortem) માટેની કાર્યવાહી હાથ ઘરીહતી.

Advertisement

પોલીસે વધુ તપાસ હાથ ધરી

સમગ્ર બનાવની જાણ સ્થાનિક લોકોને થતાં લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી મૃતક નરેશ વસાવા (Naresh Vasava) ના પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે નરેશના મોતનું પ્રાથમિક કારણ જાણવા પ્રયાસો કર્યા હતા, પરંતુ પોલીસને હાલ કોઇ વિગતો પ્રાપ્ત થઈ નથી.પરંતુ આ ઘટનામાં કાંઈક અલગ વળાંક આવે તો કોઈ નવાઈ નહીં.

અહેવાલ - પીન્ટુ પટેલ

Advertisement

આ પણ વાંચો - Mansa : 21મી સદીમાં પણ જોવા મળી રહ્યું છે જાતિવાદનું ઝેર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.