Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસરે ભાજપ-કોંગ્રેસના 36 સભ્યોને તત્કાલ નોટિસ પાઠવી

અહેવાલ - પીન્ટુ પટેલ ડભોઇ નગરપાલિકા ચીફ ઓફિસરે જૂના બોર્ડના 36 સભ્યોને ડભોઇ નગરપાલિકા હદમાં આવતા નગરના મધ્ય તળાવનાં બ્યુટીફિક્શનમાં ગેરરીતિના આક્ષેપો થયાં છે. આજથી 8 વર્ષ પૂર્વે વડી કચેરી ખાતે એક અરજી થઈ હતી. જેથી વડી કચેરીથી તપાસ હાથ...
ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસરે ભાજપ કોંગ્રેસના 36 સભ્યોને તત્કાલ નોટિસ પાઠવી
Advertisement

અહેવાલ - પીન્ટુ પટેલ

ડભોઇ નગરપાલિકા ચીફ ઓફિસરે જૂના બોર્ડના 36 સભ્યોને ડભોઇ નગરપાલિકા હદમાં આવતા નગરના મધ્ય તળાવનાં બ્યુટીફિક્શનમાં ગેરરીતિના આક્ષેપો થયાં છે. આજથી 8 વર્ષ પૂર્વે વડી કચેરી ખાતે એક અરજી થઈ હતી. જેથી વડી કચેરીથી તપાસ હાથ ધરવામાં આવી હતી.જેના અનુસંધાને જેતે સમયના 36 ભાજપ અને કોંગ્રેસના સભ્યો પાસે પાલિકા ચીફ ઓફિસરે 3 દિવસમાં ખુલાસા માગ્યા છે. આગળની કાર્યવાહી સભ્યોના ખુલાસા મળ્યા બાદ હાથ ધરવામાં આવશે.

Advertisement

બીલના રૂપિયા ચૂકવી દીધા

Advertisement

ડભોઇ નગર ની મધ્યમાં આવેલ ઐતિહાસિક તળાવના બ્યુટી ફિક્શન માટે 2017માં સમગ્ર સભામાં 13/14 માં નાણાપંચની ગ્રાન્ટ માંથી રૂપિયા 50 લાખની ગ્રાન્ટ મંજૂર કરી ઠરાવ પસાર કરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. 50 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. જે પૈકી 39 લાખ બિલ ચૂકવાઈ ગયું હોય તે અંગે જવાબ સભ્યો પાસે માંગવામાં આવ્યો છે. સાથે પૂર્વ ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટને પણ નોટિસ પાઠવવામાં આવી છે.

નગરનો વિકાસ રૂંધાયો

નગરમાં છેલ્લા કેટલા સમયથી રાજકીય પક્ષો વચ્ચે મતભેદ ના કારણે ડભોઈનગરનો વિકાસ રૂંધાતો જાય છે છેલ્લા કેટલાય વર્ષોથી ડભોઇ નગર યથાવત પરિસ્થિતિમાં જ જોવા મળે છે. એટલું જ નહીં આ ઐતિહાસિક તળાવના બ્યુટીફિકેશનની વાત કરીએ તો છેલ્લા આઠ વર્ષથી આ પક્ષા - પક્ષી , આક્ષેપ- પ્રતિ આક્ષેપના કારણે આ બ્યુટીફિકેશનનું કામ પૂર્ણ થઈ શકતું નથી જેનો ભોગ આમ જનતા બની રહી છે.

કોર્પોરેટ દ્વારા વડી કચેરીમાં અરજી

2017 માં વકૅ ઓર્ડર આપવામાં આવ્યો હતો જે 2020 માં પૂર્ણ કરી દેવાનો હતો પરંતુ હજી સુધી તે પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. ડભોઇ નગરપાલિકાનાં પૂર્વ 36 સભ્યો અને નગરપાલિકા પૂર્વ ચીફ ઓફિસર સહિત એકાઉન્ટન્ટને ડભોઇ નગરપાલિકાનાં હાલના ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા ડભોઇના ઐતિહાસિક તળાવનાં બ્યુટીફિકેશનમાં ગેરરીતિ બાબતે નોટિસ ફટકારાઈ છે. મળતી માહીતી મુજબ 8 વર્ષ પૂર્વે મધ્ય તળાવના બ્યુટી ફિકેસન અર્થે 50 લાખ ગ્રાન્ટ આવી હતી. જે કામ પૂર્ણ થયા વિના જ રૂા. 39 લાખનું બીલ જેતે સમયે ચુકવણી કરી દેવાઇ હતી. જેમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે સ્વ. નિલેશભાઈ ભટ્ટ દ્વારા વડી કચેરીમાં અરજી કરાઈ હતી. વડી કચેરીને આદેશ અનુસાર હાલ ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા જેતે સમયના તમામ ભાજપ- કોંગ્રેસના 36 સભ્યો તેમજ પૂર્વ ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટને નોટિસ પાઠવી દિન 3માં જવાબ માગ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×