દાહોદના ધામરડા ખાતે વિદ્યાર્થીઓ ભરેલી ક્રૂઝર પલટી, મોટી જાનહાની...
- ધામરડા ખાતે વિદ્યાર્થીઓ ભરેલી ક્રૂઝર પલ્ટી મારી
- શાળા માં બાળકો ને લઈ જતી ગાડી પલ્ટી મારી
- એક વિદ્યાર્થી ઘાયલ થતાં સારવાર હેઠળ ખસેડાયો
Dahod: દાહોદમાં વિદ્યાર્થીઓ સાથે અકસ્માતની ઘટના બની છે. વિગતે વાત કરવામાં આવે તો, દાહોદ (Dahod)ના ધામરડા ખાતે વિદ્યાર્થીઓ ભરેલી ક્રૂઝર પલ્ટી મારી છે. નોંધનીય છે કે, શાળામાં બાળકોને લઈ જતી ગાડી પલ્ટી મારી ગઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં એક વિદ્યાર્થી ઘાયલ થતાં સારવાર હેઠળ ખસેડાયો છે. જો કે, સદનસીબે કોઈ જાનહાની થતા ટળી ગઈ છે. માત્ર એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો તેને અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો: લાંબા વિરામ બાદ ગુજરાતમાં આવશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
વિદ્યાર્થીઓને લઈને આવતી એક ક્રૂઝર પલટી મારી ગઈ
દાહોદ (Dahod) જિલ્લાને શિક્ષણમાં ખુબ પાછળ માનવામાં આવે છે. ત્યાં શિક્ષણનું સ્તર એકદમ નિમ્ન કક્ષાએ છે. પરંતુ અત્યારે વિદ્યાર્થીઓને લઈને આવતી એક ક્રૂઝર પલટી મારી ગઈ હોવાનું સામે આવ્યું છે. જો કે, ઘટનામાં અત્યારે કોઈ મોટી જાનહાની નથી થઈ. પરંતુ એક બાળક ઘાયલ થતાં તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યા તેની પ્રાથમિક સરવાર કરવામાં આવી રહીં છે.
જાનહાની ના થતાં વાલીઓ સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો
આ પણ વાંચો: Morbi જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી તેમજ પૂર્વ કાઉન્સિલર પર હુમલો, જાણો શું હતો સમગ્ર બનાવ
નોંધનીય છે કે, દાહોદ (Dahod)ના ધામરડા ખાતે વિદ્યાર્થીઓ ભરેલી ક્રૂઝર પલટી મારી હોવાનું સામે આવ્યું હતું. ક્રૂઝર પલટી મારી જતા વિદ્યાર્થીઓમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ કોઈ વધારે મોટી જાનહાની ના થતાં વાલીઓ સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો: Gujarat: મહિલા તબીર સાથે બનેલી ઘટના બાદ ગુજરાતના તબીબો એક્શનમાં, આવતીકાલથી હડતાલની જાહેરાત