PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ "નલ સે જલ" દાહોદ જિલ્લામાં ચઢ્યો ભ્રષ્ટાચારની ભેટ
દાહોદ જિલ્લામાં વાસ્મોની યોજના "નલ સે જલ" ની કરોડોની યોજના પાણીમાં ડૂબી ગઈ છે. માત્ર ફોટા અને કાગળ પરના નકશા દોરી અને ઉપર પહોંચાડી યોજનાનું ચિત્ર દર્શન કરાવવામાં આવ્યું છે. કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ વડા પ્રધાનનાનો ડ્રીમ પ્રોજેક્ટ દાહોદ જિલ્લામાં અધધ ભ્રષ્ટાચારની ભેટ ચઢ્યો છે. દાહોદ જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચે 9 તાલુકાઓમાં 728 ગામોમાં એક વર્ષથી આ યોજનાના કામ શરૂ થઈ અને લગભગ પૂર્ણ થઈ ગયા છે, જે પૈકી ગુજરાત ફર્સ્ટની ટીમે દાહોદ જિલ્લાના લીમખેડા, ધાનપુર, દેવગઢ બારિયા, દાહોદ, ઝાલોદ તાલુકાના મુલાકાત લીધી હતી.
જેમાં ફેબ્રુઆરી 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી
(1) દાહોદમાં 88 ગામોમાં 5583.51 લાખ રૂપિયા
(2) સંજેલીમાં 54 ગામોમાં 1900.62 લાખ રૂપિયા
(3) દેવગઢ બારિયા 92 ગામોમાં 2998.97 લાખ રૂપિયા
(4) ગરબાડા 41 ગામોમાં 2163 લાખ રૂપિયા
(5) ઝાલોદ 106 ગામોમાં 6076.66 લાખ રૂપિયા
(6) સિંગવડ 71 ગામોમાં 2270.50 લાખ રૂપિયા
(7) લીમખેડા 80 ગામોમાં 3184.80 લાખ રૂપિયા
(8) ધાનપુર 90 ગામોમાં 1961.12 લાખ રૂપિયા
(9) ફતેપુરા 101 ગામોમાં 3868.12 લાખ રૂપિયા
આ યોજનામાં ખર્ચ થઈ ચૂક્યા છે અને નવ તાલુકાના કુલ મળી રૂપિયા 30007. 35 લાખ (300.07 કરોડ રૂપિયા) જેટલી જંગી અને માતબર રકમ ખર્ચીને પણ એક ગામ એવું નથી કે જે પુરે પૂરા ગામને રોજ પાણી પૂરું પાડી શક્યું હોય. વાસ્મો, ક્યાંક પાઇપો તૂટેલીના ધિંગાણા છે તો ક્યાંક નળના ઓટલા તૂટેલા, તો ક્યાંક નળ ગાયબ છે તો ક્યાંક નળના પ્લેટફોર્મ સાથે બકરીઓ બાંધેલી છે. જે નળના પ્લેટફોર્મ છે તેને જમીનમાં ઉતરી પ્લાસ્ટર કરવાના હોય પણ એતો કોણ કરે? અરે ભાઈ ક્યાંક તો પાઇપો બજારમાં વેચાણ થઈ ગઈ અને હલકી ગુણવત્તાવાળી પાઇપો નાખવામાં આવી, તો સિમેન્ટના પોલ જેના ઉપર નળ ફીટ કરવામાં હોય તે હાથ લગાડતા નીચે પડે એટલે ગુણવત્તાનો પણ એક મોટો પ્રશ્ન અહી ઉત્પન્ન થયો છે. તો શું આવી ગુણવત્તાવાળા કામો ઉપર મોહર મારી સહી કરનાર વાસ્મોના અધિકારી દોશી નથી?
જે લોકોનો પાણી પીવાની હક પણ ઝુંટવી રહ્યા છે? એટલું જ નહીં પરંતુ વાસ્મોના અધિકારીઓ પાસે માહિતી માંગતા ગલ્લા તલ્લા કરવા માંડ્યા હતા, પહેલા તો સાહેબ ચાર્જમાં છે યુનિટ મેનેજર કાયમ નથી, પછી લેખિતમાં માંગો તો માહિતી આપીએ આવા બહાના કાઢ્યા, અને જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમના દાહોદ જિલ્લા પ્રતિનિધિએ લેખિતમાં માહિતી માંગી તો તેમાં પણ બહાના કાઢવા માંડ્યા અને સાહેબ નથી અને આ માહિતી આપી ના શકાય તેવા ખોટા કારણ ધરી અને માહિતી આપવાનું ટાળવામાં આવ્યું અને પૂરી માહિતી ન જ આપી.
તમામ નવ તાલુકામાં નળમાંથી પાણી આવતું જ નથી અને જે નલ જલ માટે લગાવામાં આવ્યા હતા તેમાં જલ તો નામશેષ છે. હા, પરંતુ ફોટા પાડી યોજના કાગળ ઉપર પૂરી કરી દેવામાં આવી છે. પણ સ્થળ ઉપર મીંડું છે અને એજેંસીઓને રકમ પણ ઉતાવળે કોઈ પણ જાતની વિઝિટ કર્યા વગર માત્ર કાગળ ઉપર એમ.બી. ભરી ફટાફટ માર્ચના બહાનાના ઓથા હેઠળ ચેકો આપી દીધા છે અને હવે જે રકમ એજેંસીઓની બાકી છે તે ખૂબ ઓછી છે.
આ યોજનાના દિર્ગદ્રસ્ટા આપડા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી છે જેમને છેવાડાના માનવીને પણ ઘરે બેઠા પીવાનું પાણી મળે તે માટે આ યોજના અમલમાં મૂકી છે, પરંતુ વડાપ્રધાનની હાર્દ સમી યોજના અને તેઓના આ ડ્રીમ પ્રોજેક્ટને પણ દાહોદ જિલ્લાના વાસ્મોના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાકટરો ભેગા મળી અને ગળી ગયા. દાહોદ જિલ્લામાં કરોડો રૂપિયા અત્યાર સુધી નલ સે જલના નામે વાસ્મોએ કોન્ટ્રાકટરોને ચૂકવી દીધા છે પણ જે નાણાં ચૂકવવામાં આવ્યા છે તે રકમનું 25 ટકા કામ પણ સ્થળ ઉપર કરવામાં આવ્યું નથી. એટલે 100 રૂપિયાના કામમાં 75 રૂપિયાની કટકીની ફરિયાદો દાહોદ જિલ્લાના નવ તાલુકાઓમાંથી ઉઠી રહી છે કારણકે યોજનાનો મુખ્ય હેતુ લોકોને ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો છે પરંતુ કાગળની નાવડી ઉપર સવાર આ યોજના ક્યાં સુધી પહોંચે તે કોઈ પણ વ્યક્તિ સમજી શકે છે.
મહત્વની વાત તો એ છે કે, જિલ્લાના વિવિધ વિસ્તરોમાં તાલુકા સભ્યો, સરપંચ, જિલ્લા સભ્યો, ધારાસભ્યો આ તમામ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પણ જે તે ખાતામાંથી તપાસના નામે માત્ર ખાના પૂરતી જ કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં એફિલ, સર્જન, ગુરુકૃપા, મોવાલિયા, યુસુફ, જેવી આ તમામ એજન્સીઓ મળી જેટલી એજન્સીઓએ કામો ના કર્યા અને કરોડોથી ઓછામાં પૈકીના કોઈના પણ ટેન્ડર નથી પણ આ લોકોએ લાખોના પણ કામ કર્યા નથી અને આખું કોળું શાકમાં જેવો તાગ છે તો દાહોદ જિલ્લાની ગરીબ આદિવાસી પ્રજાને પોતાના હકનો લાભ મળશે ખરો? શું દાહોદ જિલ્લો જેને આપડા વડાપ્રધાન નરેન્દ્રભાઇ પડી પોતીકો ગણીને દરેક ક્ષેત્રે આગળ વધારવાના પ્રયાસો કરી.
આ જિલ્લાની પછાત જિલ્લા તરીકેની છાપ ભુસ્વા માટે એક પછી એક યોજનાઓ અમલીકરણ કરવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ આવા સરકારી બાબુઓની એજંસી સાથે મીલીભગતના કારણે જ લોકોને લાભ મળતો નથી એવું ગ્રામજનોનું સ્પષ્ટ કહેવું છે અને તેમની આ મીલીભગતના કારણે લોકો ભર ઉનાળે પાણીથી વંચિત રહી ગયા છે, કારણકે સૂત્રોથી મળતી માહિતી મુજબ નલ સે જલના કામો ચાલતા હોવાના કારણે ગ્રામજનોને કૂવા, બોર કે તળાવો નથી મળ્યા, એટલે એમના માટે તો "બાવાના બે બગડ્યા" એક બાજુ આ ના મળ્યું અને બીજી બાજુ નલ સે જલ ફેલ એટલે યોજના તો ઠીક દાહોદ જિલ્લાના ગામોમાં લોકોને પાણી માટે વલખાં મારવાં પડે છે જો હમણાં આવી સ્થિતિ સર્જાય છે તો ભર ઉનાળે શું થશે? શું સરકાર આવા ભ્રષ્ટ અધિકારીઓને શોધી કાઢી તેમના ઉપર કડક કાર્યવાહી કરશે ખરી? શું સરકાર આવી એજંન્સીઓને શોધી તેમના લાયસન્સ બ્લેક લિસ્ટ કરી વ્યય થયેલા સરકારી રૂપિયાની કે જો લોકોની ટેક્સની રકમમાંથી ચૂકવાય છે તે વસૂલ લેવાશે ખરી? એતો આવનારો સમય જ બતાવશે.
આ પણ વાંચો - મન કી બાતની સેન્ચ્યુરી પૂરી થવા પર PM મોદીએ કહ્યું- આ કાર્યક્રમ બની ગયો છે જન આંદોલન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - નેહલ શાહ