Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal : ગોડાઉનમાંથી ધાણાની 9.97 લાખની 247 બોરીની ચોરી

ગોંડલ તાલુકાના ગુંદાળા નજીક આવેલા અસ્મિતા ખરેડ નામના વેરહાઉસમાં (ગોડાઉન) રૂ. 9,97,880 ની 247 ધાણાની બોરી કોઈ ચોરી ગયું હતું. 6 મહિના પહેલા બનેલા આ બનાવમાં હવે ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદ કરનાર રાજકોટના કુવાડવા રોડ પર સદગુરૂ રણછોડ નગર...
04:59 PM May 16, 2023 IST | Viral Joshi

ગોંડલ તાલુકાના ગુંદાળા નજીક આવેલા અસ્મિતા ખરેડ નામના વેરહાઉસમાં (ગોડાઉન) રૂ. 9,97,880 ની 247 ધાણાની બોરી કોઈ ચોરી ગયું હતું. 6 મહિના પહેલા બનેલા આ બનાવમાં હવે ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદ કરનાર રાજકોટના કુવાડવા રોડ પર સદગુરૂ રણછોડ નગર શેરી નં.- 2માં રહેતા અને શ્રી શુભમ લોજીસ્ટીક લીમીટેડ નામની કંપનીમાં કલસ્ટર કન્ટ્રોલર તરીકે ફરજ બજાવતા અમીતભાઇ જેન્તીભાઇ ચડાચણીયા (પટેલ)એ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદ નોંધાઈ

તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં આવેલ અસ્મિતાબેન રશીકભાઇ ખરેડની માલિકીનું વેરહાઉસ (ગોડાઉન) અમારી કંપનીએ 11 મહીનાના ભાડાપેટે રાખેલ છે, જે ગોડાઉન મારી દેખરેખ હેઠળ આવે છે અને તેમાં સુનીલભાઇ કુમારખાણીયા તથા હીમાંશુભાઈ પટોડીયા બન્ને સુપરવાઇઝર તરીકે તથા અજયભાઇ રમેશભાઇ તથા લખમણભાઇ પુનાભાઇ બન્ને સીક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને અમારી કંપનીની મેઇન ઓફીસ માલીયાસણ ગામે રાજકોટ- અમદાવાદ હાઇવે ઉપર આવેલ છે.

247 ધાણાની બોરી ચોરાઈ

ગત તા. 15/11/2022 ના રોજ તેમને જાણકારી મળેલી કે અસ્મિતા ખરેડ વેરહાઉસમાં બીજા દરવાજાના અંદરના તાળાનો નકુચો તુટેલ છે. જેથી ચોરી થયાનું જણાઈ આવતા તેમના માણસો દ્વારા વેરહાઉસે પહોંચી માલની ગણતરી કરવાનું કહી તેઓ ગોડાઉન પહોંચ્યા. જ્યાં જાણવા મળ્યું કે, વેરહાઉસના બીજા દરવાજાનો અંદરનો નકુચો કપાયેલ હાલતમાં લટકતો હતો. તા. 14/11/2022 ના સાંજના આશરે સાડા છએક વાગ્યાની આસપાસ વેરહાઉસના બન્ને દરવાજાને તાળુ મારી, ચાવી મારી પાસે રાખેલ અને દરવાજો બંધ કર્યો ત્યારે બોરી હતી પરંતુ તે પછીના દિવસે બપોર પછી ત્રણેક વાગ્યાની આસપાસ દવાનો છંટકાવ કરવા માટે બીજા દરવાજાનું અંદરનુ તાળું ખોલવા માટે જતા દરવાજાના તાળાનો હુક કપાયેલ હાલતમાં લટકતો હતો અને 247 ધાણાની બોરી ઓછી થયેલ હોય તેવુ લાગે છે.

બેંકના કબ્જાનો માલ હતો, અવાર નવાર ઉઘરાણી કરતા અંતે ફરિયાદ થઈ
અમિતભાઇ પટેલે જણાવ્યું કે, આ ચોરી અંગે ઉપરી અધિકારીને આ બનાવ બાબતેની જાણ કરેલ અને આ બાબતે અંદરથી જ તાળાનો હુક તુટેલો હોય જેથી અમને પ્રાથમિક રીતે અંદરના કોઇ માણસો આમાં સંડોવાયેલ હોય તેવી શંકાઓ રહેતા અમારી રીતે તપાસ કરેલ અને અત્યાર સુધી અમારા કોઇ અંદરના માણસો સંડોવાયેલ હોય તેવુ જાણવા મળેલ નહીં. અને આ માલ બેંકના કબજાનો હોય અને અમારી પાસે અવાર નવાર બેંક ઘટતો માલ રીલીઝ કરાવવાનું જણાવતી હોય જેથી આ ધાણા ચોરી બાબતે ફરીયાદ કરાવી છે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો : ગઢડા ખાતે આવેલી વાડીના રહેણાંકી મકાનમાં ત્રાટ્કયા તસ્કરો, રોકડ અને દાગીના પર કર્યો હાથ સાફ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
CorianderCrimeGondalGondal Policetheft
Next Article