Chief Minister ના ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ'ની ટીમને અભિનંદન
Chief Minister શ્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર, ૧૬ ઓગસ્ટે જાહેર થયેલા ૭૦માં National Film Awards નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-૨૦૨૨માં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળેલા ત્રણ-ત્રણ એવોર્ડ સન્માન માટે આ ફિલ્મનાં નિર્માતા, દિગ્દર્શક અને કલાકાર કસબીઓને અભિનંદન પાઠવ્યા છે.
વિરલ શાહ દિગ્દર્શિત અને પાર્થીવ ગોહિલ-માનસી પારેખ દ્વારા નિર્માણ પામેલી આ કચ્છ એક્સપ્રેસ ફિલ્મને જે એવોર્ડ મળ્યા છે તેમાં બેસ્ટ ફિચર ફિલ્મ પ્રોમોટીંગ નેશનલ, સોશિયલ વેલ્યુસ માટેનો એવોર્ડ. બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન માટેનો એવોર્ડ (નિકિ જોષી-કોસ્ચ્યુમ ડિઝાઈનર) અને ફિલ્મની અભિનેત્રી માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ તરીકેના એવોર્ડનો સમાવેશ થાય છે.
ગ્રામીણ નારી શક્તિ સંગઠનો દ્વારા સ્થાનિક હસ્તકલા અને અન્ય કલા કારીગરીની વસ્તુઓને પ્રમોટ કરવાના કથાનક પર આ કચ્છ એક્સપ્રેસ ફિલ્મ આધારિત છે. ૭૦માં નેશનલ ફિલ્મ એવોર્ડ-૨૦૨૨માં આ હેતુસર કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફિચર ફિલ્મ પ્રોમોટીંગ નેશનલ, સોશિયલ વેલ્યુસ માટેનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે.
Chief Minister શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ એક્સપ્રેસ ફિલ્મને મળેલા આ ત્રણ-ત્રણ એવોર્ડ સન્માનને ગુજરાતી ફિલ્મોના ઈતિહાસની ગૌરવવંતી ઘટના ગણાવતા વિચાર પ્રેરક કથાનક અને ઉત્કૃષ્ઠ કલાકસબ ધરાવતી વધુને વધુ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થતુ રહેશે તેવી અભ્યર્થના વ્યક્ત કરી છે.