લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ - AAP ના ગઠબંધન મુદ્દે કોંગી નેતાએ આપ્યું આ મોટું નિવેદન, જાણો શું છે સમગ્ર બાબત
અહેવાલ - ઉદય જાદવ, સુરત
લોક સભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આવનારી લોક સભાની ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના માંડવી ખાતે પણ આવનારી લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ દ્વારા કારોબારી બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. યોજાયેલ કારોબારી બેઠક દરમિયાન પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ એક મોટું નિવેદ આપ્યું હતું,કોંગી નેતા સુખરામ રાઠવાએ કોંગ્રેસ-આપ ના ગઠબંધન ને લઈ નિવેદન આપ્યું હતું.
આમ આદમી પાર્ટીને ગણાવી ભાજપની B ટીમ
કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ કોંગ્રેસ-આપ ના ગઠબંધનથી દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ પતિ જશે તેવું નિવેદન આપ્યું હતું. કોંગી નેતા સુખરામ રાઠવાએ આમ આદમી પાર્ટી આવ્યા પછી કોંગ્રેસની હાલત બગડી ગઈ હોવાનું જણાવ્યું હતું. યોજાયેલ બેઠકમાં કોંગી નેતા સુખરામ રાઠવાએ આમ આદમી પાર્ટી ઉપર અનેક ચાબખા મૂક્યા હતા અને આમ આદમી પાર્ટીને ભાજપની જ બી ટીમ ગણાવી દીધી હતી.
આપ ના લીધે થયું કોંગ્રેસને નુકસાન
આમ આદમી પાર્ટીના લીધે જ વિધાન સભાની ચૂંટણીમાં કોંગ્રેસને નુકશાન થયાનું નિવેદન કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ આપ્યું હતું. ત્યારે વધુમાં એલાયાન્સના ભોગે દિલ્હી બાદ ગુજરાતને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવું જવાબદારી છે તેમ જણાવ્યું હતું.લોક સભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાના આ મોટા નિવેદનથી હડકંપ મચી ગયો છે.
બેઠકમાં કાર્યકરોને અપાયું જરૂરી માર્ગદર્શન
મહત્વનું છે કે આવનારી લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ દ્વારા માંડવી ખાતે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલ,પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી સહિત કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા,આવનારી ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા બેઠકમાં રણનીતિ ઘડવામાં આવી હતી તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો -- અંબાજીમાં આવનાર માઈ ભક્તોનાં દર્શન અંબાજી એસ.ટી ડેપોને ફળ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે