Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMC દ્વારા આયોજિત Kankaria Carnival નું સમાપન

AMC દ્વારા દર વર્ષની જેમ આ કરશે પણ 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી Kankaria Carnival નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં Kankaria લેક ખાતે 25 થી 31 ડિસેમ્બર સુધી આયોજિત આ Carnival 'વસુદેવ કુટુંબકમ, એક ધરતી, એક પરિવાર, એક...
amc દ્વારા આયોજિત kankaria carnival નું સમાપન

AMC દ્વારા દર વર્ષની જેમ આ કરશે પણ 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી Kankaria Carnival નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં Kankaria લેક ખાતે 25 થી 31 ડિસેમ્બર સુધી આયોજિત આ Carnival 'વસુદેવ કુટુંબકમ, એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય' થીમ આધારિત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે ધનુષ થીમ આધારિત પ્રવેશ દ્વાર અને ચંદ્રયાન-3ની થીમ આધારિત સેલ્ફી પૉઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

Advertisement

4057 કલાકારો તથા મુલાકાતીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો 

Kankaria પરિસરમાં યોગા, અરોબિક્સ, ઝુમ્બા લાફિંગમાં કુલ 4057 કલાકારો તથા મુલાકાતીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.  Kankaria Carnival માં 21,450 મુલાકાતીઓએ ભાગ લીધો હતો. જેમાં અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ જયંતિ એક્સપ્રેસ ટ્રેનમાં સમગ્ર કાર્નિવલ દરમિયાન કુલ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના 1074 બાળકો તથા 23664 મુલાકાતીઓએ કાંકરિયાની ફરતે અટલ એક્સપ્રેસ તથા સ્વર્ણિમ જયંતિ ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી.

વસુધૈવ કુટુમ્બકમની થીમ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

Kankaria Carnivalમાં વસુધૈવ કુટુમ્બકમની થીમ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના હેરીટેજ ગરબા, રાજસ્થાનનો ઘુમ્મર ડાન્સ, પંજાબના ભાંગડા ઉપરાંત આસામ અને મહારાષ્ટ્રના પણ લોકનૃત્યની રજૂઆત કરવામાં આવ્યા હતા.

Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે કાંકરિયા તળાવ ખાતે આયોજિત કાંકરિયા કાર્નિવલ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા દરમિયાન એક સપ્તાહ સુધી ચાલે છે. આ ઉત્સવ એ રોમાંચક ઘટનાઓનું મિશ્રણ છે, જેમાં ફટાકડા, લાઇટિંગ શો, કોમેડી પરફોર્મન્સ, મ્યુઝિક કોન્સર્ટ અને સ્થાનિક હસ્તીઓ દ્વારા ડાન્સ પર્ફોર્મન્સનો સમાવેશ થાય છે.

કૌટુંબિક-મૈત્રીપૂર્ણ પ્રવૃત્તિઓ જેમ કે કિડ્સ સિટી અને ટોય ટ્રેન, સાથે નોક્ટર્નલ ઝૂ અને બટરફ્લાય ગાર્ડન જેવા નિમજ્જન અનુભવો, ઇવેન્ટના આકર્ષણમાં વધારો કરે છે. કાર્નિવલનો હેતુ શહેરમાં આનંદ અને ઉત્તેજના લાવવાનો છે અને તે બધા માટે ખુલ્લો છે.

Advertisement

આ પણ વાંચો - Valsad: નેશનલ હાઇવે પર ટેમ્પો પલટી મારતા Accident સર્જાયો

આ પણ વાંચો - Ahmedabadના વિવિધ ક્લબ અને પાર્ટી પ્લોટમાં કરાયું નાઇટ Partyનું આયોજન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર.

Tags :
Advertisement

.